ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) કેરળની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ હબનો શિલાન્યાસ કર્યો. તેમણે PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ પણ લોન્ચ કર્યું, જેનો લાભ શેરી વિક્રેતાઓને મળશે. તિરુવનંતપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 નવી અમૃત ભારત ટ્રેનો: નાગરકોઇલ-મેંગલુરુ, તિરુવનંતપુરમ-તાંબરમ, તિરુવનંતપુરમ-ચારલાપલ્લી, ત્રિશુર અને ગુરુવયુર વચ્ચે એક નવી પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

modi2
facebook.com/narendramodi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કેરળમાં ઉપસ્થિત વામપંથી જૂથો કદાચ મને પસંદ ન કરે. છતા, મને હકીકતો જણાવવા દો. 1987 અગાઉ ભાજપ ગુજરાતમાં હાંસિયાની પાર્ટી હતી. વર્ષ 1987માં, ભાજપે પહેલી વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર નિયંત્રણ મેળવ્યું, બરાબર એવી જ રીતે પાર્ટીએ તાજેતરમાં તિરુવનંતપુરમમાં જીત મેળવી છે. ત્યારથી, ગુજરાતના લોકોએ અમને સેવા કરવાની તકો આપી છે, અને અમે દાયકાઓથી આમ કરી રહ્યા છીએ.

અમારી યાત્રા ગુજરાતના એક શહેરથી શરૂ થઈ હતી, અને તેવી જ રીતે કેરળમાં પણ અમારી શરૂઆત એક શહેરથી થઈ છે. મારું માનવું છે કે આ દર્શાવે છે કે કેરળના લોકો ભાજપ પર વિશ્વાસ કરવા લાગ્યા છે અને એવી રીતે અમારી સાથે જોડાઈ રહ્યા છે, જેમ એક સમયે ગુજરાતના લોકો અમારી સાથે જોડાતા હતા.

તિરુવનંતપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે, કેરળના વિકાસ માટે કેન્દ્ર સરકારના પ્રયાસોને નવી ગતિ મળી છે. આજથી કેરળમાં રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત થઈ છે. તિરુવનંતપુરમને દેશમાં એક મુખ્ય સ્ટાર્ટઅપ હબ બનાવવા માટે એક પહેલ કરવામાં આવી છે. આજે, કેરળથી સમગ્ર દેશ માટે ગરીબો કલ્યાણ સાથે જોડાયેલી એક મોટી પહેલ શરૂ થઈ રહી છે. આજે PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આનાથી દેશભરના શેરી વિક્રેતાઓ, ફૂટપાથ પર કામ કરનારા સાથીઓને ફાયદો થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘વિકસિત ભારતના નિર્માણ માટે આખો દેશ સાથે મળીને કામ કરી રહ્યો છે. આપણા શહેરોએ આ વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. છેલ્લા 11 વર્ષોમાં અમારી સરકારે શહેરી માળખાગત સુવિધાઓમાં મહત્ત્વપૂર્ણ રોકાણ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી કે, ‘આજે તિરુવનંતપુરમમાં ભાજપ-NDA જાહેર સભાને સંબોધવા માટે આતુર છું. આ શહેરે તાજેતરમાં પૂર્ણ થયેલી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં અમને વિજય અપાવીને ઇતિહાસ રચ્યો છે. એ સ્પષ્ટ છે કે કેરળ LDF અને UDF વચ્ચે ચાલી રહેલા ગોટાળાથી મુક્ત થવા માંગે છે.

modi1
facebook.com/narendramodi

સાથે જ, રેલ કનેક્ટિવિટી વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી, જેમાં 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, તેનાથી આંધ્ર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા વચ્ચે પ્રાદેશિક સંપર્ક મજબૂત બનશે.

નવી ટ્રેનો મુસાફરો માટે મુસાફરીને વધુ સસ્તી અને સુરક્ષિત બનાવશે. સાથે જ પ્રદેશમાં પર્યટન, વ્યવસાય, શિક્ષણ, રોજગાર અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ વધશે. PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ, UPI-લિંક્ડ વ્યાજ-મુક્ત રિવોલ્વિંગ ક્રેડિટ ફેસિલિટી, તેનાથી શેરી વિક્રેતાઓને તાત્કાલિક પૈસા મળી જશે. આ ડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપશે. તેમને ઔપચારિક ક્રેડિટ ઇતિહાસ બનાવવામાં પણ મદદ મળશે.

modi
facebook.com/narendramodi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળમાં શેરી વિક્રેતાઓ સહિત એક લાખ લાભાર્થીઓને PM સ્વનિધિ લોનનું પણ વિતરણ કરશે. વિજ્ઞાન અને નવીનતા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં CSIR-NIIST ઇનોવેશન, ટેક્નોલોજી અને ઉદ્યોગસાહસિકતા હબનો શિલાન્યાસ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા...
Gujarat 
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ...
Gujarat 
શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત...
Business 
વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ચેરમેન સી.એસ. સેટ્ટીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં એક મોટું નિવેદન...
Business 
SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.