વિજયના શપથ ગ્રહણ સમારોહમાં બે વાર વંદે માતરમ્' ગવાયું, જાણો શું છે કારણ

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયના શપથ ગ્રહણ સમારોહની શરૂઆત એક વિશિષ્ટ રીતે થઈ હતી. આ દરમિયાન, 'વંદે માતરમ' અંગે કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવ્યું હતું. જોકે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન આ ગીત વગાડવામાં આવ્યું નહોતું. આજે ચેન્નાઈમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાહુલ ગાંધી અને વિજય એક સાથે હાજર રહ્યા હતા. ત્યાં, રાષ્ટ્રગાન પહેલાં આખું 'વંદે માતરમ' ગવાયું હતું. ત્યારબાદ, કાર્યક્રમના સમાપન સમયે તમિલનાડુનું રાજ્ય ગીત, 'તમિલ થાઈ વલથુ' પણ વગાડવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે આ વર્ષના જાન્યુઆરીમાં, નરેન્દ્ર મોદી સરકારે એક નવા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 28 જાન્યુઆરીના રોજ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિર્દેશ હેઠળ, સરકારી કાર્યક્રમોમાં 'વંદે માતરમ'ના શરૂઆતી 2 છંદને બદલે બધા 6 છંદના ગાવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું.

vijay2
hindustantimes.com

ગૃહ મંત્રાલયે તેના નિર્દેશમાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન 'જન ગણ મન'ની સમકક્ષ દરજ્જો આપ્યો હતો. એવામાં, વિજયના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રગાન પહેલા 'વંદે માતરમ'ના બધા 6 છંદ વગાડવામાં આવ્યા હતા; ત્યારબાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યા અને સત્તાવાર સમારોહ રીતે શરૂ થયો હતો.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને TMC'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન સમકક્ષ દરજ્જો આપવાના નિયમ અંગે વાંધો ઉઠાવ્યો હતો. ફેબ્રુઆરીમાં, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પગલાને રવિન્દ્રનાથ ટાગોરનું અપમાન ગણાવ્યું હતું. તેમનું કહેવું હતું કે કે ટાગોર દ્વારા લખાયેલા રાષ્ટ્રગીતમાં આવા કોઈ ફેરફાર ન કરવા જોઈએ.

તેનાથી વિપરીત, કોંગ્રેસનું કહેવું હતું કે, 1937માં રવિન્દ્રનાથ ટાગોરની સલાહ પર જ 'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે શ્લોક અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી તમામ સમુદાયોની લાગણીઓનો આદર કરી શકાય. ભાજપ પર કટાક્ષ કરતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ ટિપ્પણી કરી હતી કે જો આજે પોતાને રાષ્ટ્રવાદના રક્ષક બની રહ્યા છે તેમણે ક્યારેય 'વંદે માતરમ' ગાયું નથી.

vijay2
hindustantimes.com

TVKના 9 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા

વિજય ઉપરાંત, TVK પાર્ટીના 9 નેતાઓએ પણ આજે મંત્રી તરીકે શપથ લીધા. તેમાં થિરુ એન. આનંદ, સી.ટી.આર. નિર્મલ કુમાર, અરુણ રાજ, આધવ અર્જૂન, કીર્થના, રાજમોહન, વેંકટરામન અને સેનગોટૈયાનનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.