- Politics
- કોંગ્રેસના કાર્યકર્તા સંમેલન બાદ ભોજન માટે ધાડ પડી, 2,000 લોકો; 4 સ્ટોલ, અફરાતફરી
કોંગ્રેસના કાર્યકર્તા સંમેલન બાદ ભોજન માટે ધાડ પડી, 2,000 લોકો; 4 સ્ટોલ, અફરાતફરી
મધ્યપ્ર દેશનો મોરેના જિલ્લો... જ્યાં કોંગ્રેસ પાર્ટીએ જોશભેર કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું. 2,000 કાર્યકરો આવ્યા, ઉત્સાહી હતા, નારેબાજી કરી, ભાષણ સાંભળ્યા... અને પછી? પછી જે થયું યું તેનો એક વીડિયો વાયરલ થઇ ગયો. જેવો જ કાર્યક્રમ પૂરો થયો અને VIP લોકો જતા રહ્યા પાર્ટી કાર્યકર્તાઓ તરત જ ફૂડ સ્ટોલ પર દોડી પડ્યા, જાણે ભૂખ્યા સિંહે 100 વર્ષ બાદ શિકાર જોયો હોય! 2,000 લોકો માટે ચાર સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ 2 મિનિટમાં, પરિસ્થિતિ એવી વણસી ગઈ કે સ્ટોલ ઉખડી ગયા, ચોખા પૂરા થઈ ગયા, અને લોકો શાકના ડબ્બા હાથમાં લઈને પ્લેટમાં નાખી રહ્યા હતા. અને વીડિયો વાયરલ થઇ ગયો.
રવિવાર 28 ડિસેમ્બરના રોજ મોરેના જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. રાષ્ટ્રીય સચિવ હરીશ ચૌધરી, રાજસ્થાન સાંસદ સંજના જાટવ અને જિલ્લા પ્રમુખ ગજેન્દ્ર સિંઘી હાજર હતા. જ્યાં સુધી નેતાઓ હાજર હતા, ત્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય રહી. પરંતુ જેવો જ કાર્યક્રમ પૂરો થયો અને મહેમાનો જતા રહ્યા કે તરત જ અસલી ખેલ શરૂ થયો.
https://twitter.com/newzzone_in/status/2005619050496532582?s=20
4 સ્ટોલ પર ભોજન મૂકવામાં આવ્યું હતું. ભાત, દાળ, શાક અને રોટલી. પરંતુ 2,000 ભૂખ્યા સિંહોની સામે ચાર સ્ટોલ...? અરે બાપરે! બધા લોકો ભૂખ્યા વરુ બની ગયા. જે મળે તે લઈ લો ભાઈ! વાળું સીન થઈ ગયું. ધક્કા-મુક્કી, થાળી છીનવી લેવી, હાથ-પગ ચલાવવા. આખી ઘટના મહાભારત જેવી બની ગઈ. ભાત? એ તો 2 મિનિટમાં જ પૂરું થઈ ગયું. હવે તો માત્ર શાક બાકી હતું. તો શું થયું? પ્લેટમાં સીધું શાક નાખી દીધું. એક ભાઈને તો જુઓ, હાથમાં શાકની મોટી ડોલ પકડીને બીજાની પ્લેટમાં રેડી રહ્યો હતો. કોઈએ કહ્યું કે, ‘હવે તો શાક જ બચ્યું છે, યાર!’ અને બધા હસતા-હસતા ખાતા હતા. એક વ્યક્તિએ તો પોતાની પ્લેટમાં શાક ભરીને પીધી જાણે શેક પી રહ્યો હોય. અરે, ભાઈ આ ખાવાનું છે કે 'સર્વાઈવલ કીટ'?
આજતકના અહેવાલ મુજબ, મામલો સામે આવ્યો તો કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ ગજેન્દ્ર સિંધીએ કહ્યું કે, ‘મારા ધ્યાનમાં આવો કોઈ મામલો આવ્યો નથી. ભોજન પૂરતા પ્રમાણમાં તૈયાર કરવવામાં આવ્યું હતું. જો કોઈ વીડિયો સામે આવ્યો હોય, તો વીડિયો બનાવનાર વ્યક્તિનું નામ જણાવવામાં આવે.’
આ ઘટના અંગે પૂછવામાં આવતા કોંગ્રેસના ગ્રામીણ જિલ્લા અધ્યક્ષ મધુરાજ સિંહ તોમરે જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન અડધા કાર્યકરો બપોરના ભોજન માટે પહોંચ્યા હતા. જેવો જ કાર્યક્રમ સમાપ્ત થયો, બધા કાર્યકરો એકસાથે જમવા પહોંચ્યા. 2,000 લોકો માટે ચાર સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, પરંતુ અચાનક લોકોના ધસારાને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ.
જ્યારે વીડિયો વાયરલ થયો, ત્યારે રાજકારણ શરૂ થઈ ગયું. ભાજપના નેતા ચારુ કૃષ્ણ દંડોતિયાએ કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો અનુશાસનહીન છે અને તેમને પાર્ટીમાં અનુશાસન શીખવવામાં આવતું નથી. આપણા ધર્મમાં ખોરાકને દેવતા માનવામાં આવે છે અને ખોરાકનું સન્માન થવું જોઈએ.

