કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

કોંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધું બરાબર ચાલી રહ્યું નથી. થરૂર અને પાર્ટી હાઇકમાન્ડ વચ્ચે દૂરીઓ વધી ગઈ છે, અને તેઓ નેતૃત્વથી નાખુશ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બજેટ સત્ર અંગે, મંગળવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાન, 10 જનપથ ખાતે કોંગ્રેસ પાર્લિયામેન્ટ્રી સ્ટ્રેટેજી ગ્રુપની બેઠક યોજાઈ હતી. તેઓ ફરીથી આ બેઠકમાં ગેરહાજર રહ્યા. થરૂર સિવાય પક્ષના લગભગ તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

આ વખતે થરૂરે તેમણે ગેરહાજરી પાછળ મુસાફરીને કારણ ગણાવ્યું. તેમણે કહ્યું કે તેઓ દુબઈથી દિલ્હી આવી રહ્યા હતા અને હાલમાં ફ્લાઇટમાં છે. કોંગ્રેસના સાંસદે કહ્યું કે, ‘હું દુબઈથી દિલ્હીની ફ્લાઇટમાં છું, જે રાત્રે 8:00 વાગ્યાની આસપાસ ઉતરશે. મારી ઓફિસે પાર્ટીમાં દરેકને આ વિશે જાણ કરી દીધી હશે. આ પહેલી વાર નથી; આ અગાઉ પણ થરૂર આવું કરી ચૂક્યા છે.

Shashi-Tharoor1
facebook.com/ShashiTharoor

શું શશિ થરૂર કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે?

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી કોંગ્રેસ પાર્ટીમાં શશિ થરૂરને લઈને સ્થિતિ સારી ચાલી રહી નથી. આવું એટલે કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે, તેમની અને હાઈકમાન્ડ વચ્ચે બાબતો સારી ચાલી રહી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે થરૂર કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે. તાજેતરના દિવસોમાં, થરૂરે પાર્ટીની ઘણી મહત્ત્વપૂર્ણ બેઠકોમાંથી પોતાને દૂર રાખ્યા છે. તેમની આ ઉદાસીનતાને કારણે વિવિધ અટકળો શરૂ થઈ છે.

પ્રશ્ન એ છે કે શું શશિ થરૂરે ખરેખર કોંગ્રેસ પાર્ટીથી દૂરી બનાવી લીધી છે? બજેટ સત્રને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરવાની સતત યોજના બનાવી રહ્યો છે, અને થરૂરને તેનાથી કોઈ મતલબ નથી. તેઓ તેનાથી માઈલો દૂર હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ કોંગ્રેસની બેઠક યોજાય છે, ત્યારે થરૂર હાજરી આપતા નથી. આ દરમિયાન, તેઓ ક્યારેક અન્ય કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે અથવા મુસાફરી કરતા હોય છે.

Shashi-Tharoor
facebook.com/ShashiTharoor

બેઠકમાં કોણે-કોણે હાજરી આપી?

બજેટ સત્રને લઈને સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ પાર્લિયામેન્ટ્રી સ્ટ્રેટેજી ગ્રુપની બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, પી ચિદમ્બરમ, પ્રમોદ તિવારી, મનીષ તિવારી, રજની પાટિલ, મણિકમ ટાગોર, તારિક અનવર અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

લક્ષ્મી ડાયમંડના ગુજરાતભરના સ્થળો પર ઇન્કમ ટેક્સના દરોડા

આવકવેરા વિભાગની ડીડીઆઇ વિંગે બુધવારે સુરતના જાણીતી લક્ષ્મી ડાયમંડ કંપની અને ગજેરા ગ્રુપના ગુજરાતભરના સ્થળોએ સાગમટે દરોડા પાડ્યા હતા. જેને...
Gujarat 
 લક્ષ્મી ડાયમંડના ગુજરાતભરના સ્થળો પર ઇન્કમ ટેક્સના દરોડા

સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર IT ત્રાટક્યું

થોડા વર્ષો અગાઉ સૂરતની જાહેજલાલી જોઇને સૌરાષ્ટ્રના એક મોટા નેતાએ લેન્ડ માફિયાઓને ભેગા કરી એક ગેંગ બનાવી હતી જે મહાકાલ...
Gujarat 
સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર  IT ત્રાટક્યું

કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

કોંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધું બરાબર ચાલી રહ્યું નથી. થરૂર અને પાર્ટી હાઇકમાન્ડ વચ્ચે દૂરીઓ વધી...
Politics 
કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

ભારતીય સંગીત જગતમાંથી એવા સમાચાર આવ્યા છે જેણે લાખો ફેન્સના દિલ તોડી નાખ્યા છે. પોતાના અવાજથી બધાને મોહિત કરનારા ગાયક...
Entertainment 
અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.