- Politics
- સત્તા માટે કંઈ પણ... મહારાષ્ટ્રમાં ગજબનો ખેલ: શિંદેની શિવસેનાએ ભાજપને છોડીને રાજ ઠાકરેની MNS સાથે મળ...
સત્તા માટે કંઈ પણ... મહારાષ્ટ્રમાં ગજબનો ખેલ: શિંદેની શિવસેનાએ ભાજપને છોડીને રાજ ઠાકરેની MNS સાથે મળાવ્યો હાથ
મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક નવો ખેલ થઇ ગયો છે. સત્તા માટે હવે ગઠબંધનનું નવું સમીકરણ જોવા મળ્યું છે. મુંબઈના મેયરપદ માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)માં ભાજપ અને શિંદેની શિવસેના વચ્ચે ખેચતાણ જોવા મળી છે. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિંદેની શિવસેનાએ ભાજપ છોડીને રાજ ઠાકરેની MNS સાથે હાથ મળાવી લીધો છે. આટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેના 2 કોર્પોરેટરોએ પણ એકનાથ શિંદેની શિવસેનાને ટેકો આપ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બાદ હવે સંખ્યા બળ અને સત્તા નિર્માણનો ખેલ શરૂ થયો છે. શિવસેનાના શિંદે જૂથે, ભાજપની ચાલ ચાલતા સંખ્યામાં ફેરફાર કર્યો છે અને કલ્યાણ-ડોમ્બિવલીમાં પોતાના મેયર નિયુક્ત કરાવી લીધા. MNSએ પણ શિંદે જૂથને ટેકો આપ્યો છે. એટલે, એવા સંકેતો મળી રહ્યા છે કે કલ્યાણ-ડોમ્બિવલી ચૂંટણીમાં ગઠબંધન કરીને લડનાર ભાજપ માટે વિપક્ષી બેન્ચ પર બેસવાનો સમય આવી ગયો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં કલ્યાણ-ડોમ્બિવલીમાં રાજકીય ઘટનાક્રમ તેજ થઈ ગયો છે. ઠાકરે જૂથના 4 કાઉન્સિલરો સાથે સંપર્ક થઈ રહ્યો નહોતો. ત્યારબાદ, આજે એક મોટો ઘટનાક્રમ થયો. નવી મુંબઈના કોંકણ ભવનમાં કાઉન્સિલરોના જૂથની નોંધણી કરાવવા આવેલા શિવસેના શિંદે જૂથે એક મોટી ચાલ ચાલી. સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ દાવો કર્યો કે કલ્યાણ-ડોમ્બિવલીમાં શિવસેના-MNSના ઉમેદવાર મેયર બનશે.
શિવસેના શિંદે જૂથે કોંકણ કમિશનર બેઠક પર મ્યુનિસિપલ કોર્પોરેશન સરકાર બનાવવાનો દાવો કર્યો છે. શિવસેનાના શિંદે જૂથમાં 53 સભ્ય છે, ઠાકરે જૂથના 4 બળવાખોર અને MNSના 5 સભ્યો છે. ઠાકરે જૂટહાના આ 4 બળવાખોરોમાંથી 2 MNSના હતા. તેમણે ઠાકરે જૂથના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી. તો શિંદે જૂથ પાસેથી નામાંકન ન મળ્યા બાદ ઠાકરે જૂથના બે લોકોએ ચૂંટણી લડી અને જીત હાંસલ કરી.
ભાજપ માટે મોટો ઝટકો
શિવસેના-શિંદે જૂથ અને ભાજપે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગઠબંધન કર્યું હતું. ભાજપના 50 ઉમેદવારો જીત્યા હતા. ત્યારબાદ ભાજપે અઢી વર્ષ માટે મેયર પદની માંગણી કરી હતી. હવે, શિંદે જૂથે MNSના સમર્થનથી બહુમતી મેળવી લીધી છે. આનાથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે અને હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે તે સત્તાથી બહાર રહેશે.
કોની પાસે કેટલી બેઠકો છે?
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. શિંદેની શિવસેનાએ સૌથી વધુ 53 બેઠકો જીતી છે. ભાજપ 50 બેઠકો સાથે બીજા નંબરે છે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)માં કુલ 122 બેઠકો છે.
ભાજપ- 50
શિંદેની શિવસેના- 53
કોંગ્રેસ– 2
NCP- 1
ઉદ્ધવનો જૂથ – 2
MNS- 5 (2 બેઠકો ઉદ્ધવની શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર લડી હતી).

