‘જો હું ત્યાં ન હોત, તો 2015માં જ નીતિશ...’, ભરસભામાં આ શું બોલી ગયા PK?

બિહાર બદલાવ રેલીમાં શુક્રવારે રાહ જોઈ રહે લોકો વચ્ચે 3-4 કલાક મોડા પહોંચેલા પ્રશાંત કિશોર (PK)એ પહેલા માફી માગી અને ત્યારબાદ સરકાર વિફરી પડ્યા. એ સમયે સાંજના 6:00 વાગ્યા હતા અને પટનાના ગાંધી મેદાનમાં સારી એવી ભીડ એકઠી થઈ ચૂકી હતી, પરંતુ PK સંતુષ્ટ નહોતા. તેમણે દાવો કર્યો હતો કે, રેલીમાં જન સૂરાજ પાર્ટી (JSUPA)ના 5 લાખ સમર્થક આવી રહ્યા હતા. સરકારે 2 લાખથી વધુ લોકોને આમ-તેમ રોકી લીધા. આ ગરમીમાં તે લોકો ભૂખ્યા-તરસ્યા પરેશાન રહ્યા. હું 4 કલાક સુધી પ્રશાસનને વિનંતી કરતો રહ્યો, પરંતુ લોકોને આવવા દેવામાં ન આવ્યા.

PKએ વધુમાં કહ્યું કે, સરકાર સમર્થકોને મારી પાસે આવતા રોકી શકે છે, પરંતુ મને તેમના ઘરના દરવાજા સુધી જતા નહીં રોકી શકે. હવે 10 દિવસોની અંદર હું બિહાર બદલાવ યાત્રા પર નીકળીશ. એક-એક વ્યક્તિને મળીશ. આ સરકારને ઉખેડી ફેંકવાની છે. આ સંકલ્પ સાથે તેમણે જય બિહારનો ઉદ્વોષ કર્યો તો મેદાન પ્રત્યુત્તથી ગુંજી ઉઠ્યો.

Lord-Hanuman,-Wife-Suvarchala5
thetrendingmania.com

ગાંધી મેદાનમાં સાંજે રેલીનો સંભવતઃ આ પહેલો અવસર હતો. સ્ટેજ સાથે 800 ફૂટ લાંબો રેમ્પ પણ બન્યો હતો. PKએ તેના પર ચાલીને ભાષણ આપવાનું હતું. બિહારમાં થયેલી કોઈપણ રેલીમાં આ પહેલો પ્રયોગ રહ્યો, પરંતુ PKએ જે કંઈ કહ્યું, તે સ્ટેજ પરથી જ. તેમના ચહેરા પર પીડા અને ક્ષોભનો મિશ્રિત ભાવ ઝળકી રહ્યો હતો.

તેમણે કહ્યું કે, પોલીસ-પ્રશાસન દ્વારા રેલીમાં પૂરો અવરોધ લગાવ્યો, જ્યારે મુખ્ય સચિવ-DGP અને DM-SP બધાને અગાઉથી સૂચિત કરી દેવામાં આવ્યા હતા. સરકારે મારી સાથે બીજી વખત છળ કર્યું છે. હું યુવાનો અને વિદ્યાર્થીઓના મુદ્દા પર આ ગાંધી મેદાનમાં અનશન પર હતો. ત્યારે મોડી રાત્રે, નીતિશ કુમારના અધિકારી મને ઉઠાવી લઇ ગયા અને જેલમાં નાખી દીધો. કોર્ટના હસ્તક્ષેપને કારણે હું બહાર આવ્યો છું. જો હું ત્યાં ન હોત, તો 2015માં જ નીતિશ રાજનીતિક સંન્યાસ લઈ લેતા. હવે બહુ થયું. એક કહેવત છે કે લગ્ન કરે છે, એજ શ્રાદ્ધ પણ કરે છે. નીતિશનું રાજનીતિક શ્રાધ માત્ર જસૂપા જ કરાવશે.

Girlfriend-in-Suitcase1
amarujala.com

પોતાના 6 મિનિટના સંબોધનમાં PKએ કહ્યું કે, તેઓ લાંબું નહીં બોલે. આગામી 5 કલાક સુધી જન-સમૂહ વચ્ચે રહેશે અને વાતચીત કરશે. ખાવા-પીવા અને ઘરે પાછા ફરવાની બધી વ્યવસ્થા છે. નીતિશના અધિકારીઓના આ જંગલરાજને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સંકલ્પ કરો. ઓફિસરશાહીનો ખાત્મો થઇને રહેશે. સમર્થકો સાથે સંવાદ કરતા તેમણે કહ્યું કે, નીતિશને ઉખેડી ફેંકવાના છે. મોદીની ઉશ્કેરણીમાં ન આવતા અને લાલૂનું જંગલ રાજ તો જોઇતું જ નથી! હવે જનતાનું રાજ જોઇએ છે, એટલે બદલાવ જરૂરી છે. ભીડે મોટા અવાજે તેમને આશ્વાસન આપ્યું.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.