રાહુલને ચીનથી પ્રેમ કેમ છે, વારંવાર વખાણ કરે છે, BJPએ ઉઠાવ્યો સવાલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં શુક્રવારે કારગીલમાં એક જનસભાને સંબોધંન કર્યું હતું અને તેમાં ચીનનો ઉલ્લેખ કરીને સરકાર સામે નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે ચીને હિંદુસ્તાનની જમીન હડપી લીધી છે, પંરતુ PM મોદીએ કહ્યુ હતું કે ચીને હિંદુસ્તાનની એક ઇંચ જમીન પણ લીધી નથી. એ અસત્ય છે. લદ્દાખનો દરેક વ્યક્તિ જાણે છે કે PM મોદી સાચું નથી બોલી રહ્યા. રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે.

લદ્દાખમાં ચીન પર રાહુલ ગાંધીના ભાષણ પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે રાહુલ ગાંધી ચીનના મુદ્દે ભારત સાથે કેમ ઝઘડો કરે છે. કારગીલમાં આપેલા રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધી ચીનને આટલો કેમ પ્રેમ કરે છે. શા માટે તેઓ વારંવાર ચીનના વખાણ કરતા રહે છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસે હમેંશા ચીનની મદદ કરી છે. પંડિત નહેરુએ ચીનને  ચોખા આપ્યા હતા.

ભાજપના સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે ભારતીય રાજકારણમાં 53 વર્ષીય યુવાન રાહુલ ગાંધી સતત પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે. રાહુલ ભારત, ચીન અને RSS પર આદતપૂર્વક અસંયમિત નિવેદનો આપે છે. PM મોદીના આગમન પછી ચીન કૂટનીતિમાં અલગ અને રાજદ્વારી રીતે અલગ પડી ગયું છે. સુંધાશું ત્રિવેદીએ આગળ કહ્યું કે રાહુલ ગાંધીના પરિવારે ડોકલામ દરમિયાન માત્ર ચીનની મુલાકાત જ નહોતી કરી, પરંતુ ચીનને સાડા ત્રણ હજાર ટન ચોખા પણ મોકલ્યા હતા જે તેમની સેનાને જરૂર હતી.

સુંધાશું ત્રિવેદીએ કહ્યું કે ચીન સાથે કોંગ્રેસ સરકારના કેવા સંબધ હતા તે વાત અમે આજે ક્લીયર કરવા માંગીએ છીએ. ચીન સાથેના કોંગ્રેસ પાર્ટીના કરારને સાર્વજનિક કરવામાં આવે. રાહુલ ગાંધીના પરિવારે ડોકલામ દરમિયાન ચીનના રાજદુત સાથે ભોજન કર્યું હતું.

ભાજપ નેતા ત્રિવેદીએ કહ્યુ કે રાહુલ ગાંધી RSS ને લઇને વારંવાર બોલતા રહે છે, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુએ ચીન યુદ્ધ વખતે RSSના વખાણ કર્યા હતા અને 26 જાન્યુઆરીની પરેડમાં પણ સામેલ કર્યા હતા.ચીનનું વલણ ગમે તે હોય, પરંતુ અમે મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કર્યો. અઝીઝ કુરેશીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે દોઢ કરોડ ઓછા પણ થઇ જાય તો કોઇ ગમ નથી, તો તમે શું પગલાં લીધા હતા?  સુંધાશુંએ કહ્યું કે, અઝીઝ કુરેશી જે બોલી રહ્યો છે, તે નફરતની દુકાન છે કે પ્રેમની દુકાન છે?

Related Posts

Top News

ગેમર્સ ને તો મજા પડી ગઈ! Oppo લોન્ચ કરશે ભારતનો પહેલો ઇન-બિલ્ટ ફેન સાથેનો સ્માર્ટફોન

Oppoનો નવો સ્માર્ટફોન OPPO K13 Turbo ભારતીય બજારમાં લોન્ચ થવા માટે તૈયાર છે. તે ગયા મહિને જ ચીનમાં રજૂ...
Tech and Auto 
ગેમર્સ ને તો મજા પડી ગઈ! Oppo લોન્ચ કરશે ભારતનો પહેલો ઇન-બિલ્ટ ફેન સાથેનો સ્માર્ટફોન

રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે છેલ્લાં ઘણા સમયથી ભાષા વિવાદથી મરાઠા સમાજમાં ઝેર ફેલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના સુરતમાં પોલીસ અને ઉદ્યોગકારો...
Gujarat 
રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 31-07-2025 વાર - ગુરુવાર મેષ - સ્વભાવમાં સુધારો લાવવો જરૂરી, ગુસ્સાવાળો સ્વભાવ નડી શકે છે, પોતાની જાત પર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા એક્ટર મુકેશ ખન્નાએ શૉના પોતાના કો-સ્ટાર્સ બાબતે એવી વાતો કહી છે કે સાંભળીને તમે...
Entertainment 
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
Copyright (c) Khabarchhe All Rights Reserved.