- Russia-Ukraine Conflict
- આ 11 વર્ષના યુક્રેનિયન છોકરાને કહેવાઇ રહ્યો છે સૌથી મોટો હીરો..એકલો 1 હજાર કિમી
આ 11 વર્ષના યુક્રેનિયન છોકરાને કહેવાઇ રહ્યો છે સૌથી મોટો હીરો..એકલો 1 હજાર કિમી
રશિયાના હુમલા પછી યુક્રેનમાં સ્થિતિ ખરાબ થઇ ગઈ છે, હવે યુક્રેનના મહત્તમ લોકો ગભરાઈને અન્ય દેશોમાં આશ્રય લેવા માટે મજબૂર બની ગયા છે. આ જ કારણ છે કે, છેલ્લા ગણતરીના દિવસોમાં જ 10 લાખથી વધુ લોકો શરણાર્થી બની ગયા છે, યુક્રેન અને રશિયાના યુદ્ધ દરમિયાન, એક 11 વર્ષીય યુક્રેનિયન છોકરો એકલો 1,000 કિમીની યાત્રા કરીને સ્લોવાકિયા પહોંચ્યો હતો, આ દરમિયાન તેની પાસે એક બેકપેક, તેની માતાનો પત્ર અને એક ટેલિફોન નંબર હતો.
છોકરો દક્ષિણ-પૂર્વી યુક્રેનના ઝાપોરિજ્જીયાનો રહેવાસી છે, જ્યાં છેલ્લા અઠવાડિયામાં રશિયાની સેનાએ કબ્જો કરી લીધો છે. રિપોર્ટ્સના અનુસાર, તે માતા-પિતા સાથે જ સ્લોવાકિયા જવા નીકળ્યો હતો. પરંતુ સંબંધીનું ધ્યાન રાખવા માટે તેના માતા-પિતાને ફરી યુક્રેન જવું પડ્યું હતું, આ મુશ્કેલ યાત્રા પૂર્ણ કર્યા બાદ, બાળકે પોતાની સ્માઈલ, નીડરતા અને દૃઢ સંકલ્પથી પ્રશંસા મેળવી છે, સ્લોવાકિયાના આંતરિક મંત્રાલયના એક ફેસબુક પોસ્ટમાં બાળકને ‘ગત રાતનો સૌથી મોટો નાયક’ કહેવામાં આવ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર, છોકરાની માતાએ તેને સંબંધીઓને શોધવા માટે ટ્રેનથી સ્લોવાકિયાના પ્રવાસ પર મોકલ્યો હતો. આ દરમિયાન તેની પાસે એક પ્લાસ્ટિક બેગ, એક પાસપોર્ટ અને એક કાગળ પર સંદેશ લખેલો હતો. જ્યારે છોકરો પોતાના પાસપોર્ટમાં રાખેલા તે પત્રની અને હાથ પર લખેલા ફોન નંબરની સાથે સ્લોવાકિયા પહોંચ્યો, ત્યારે સીમા પર ઉપસ્થિત અધિકારી રાજધાની બ્રાતિસ્લાવામાં તેના સંબંધીઓ સાથે સંપર્ક કરવામાં સફળ રહ્યા હતા.
છોકરાની માતાએ સ્લોવાકિયાની સરકાર અને પોલીસે તેનું ધ્યાન રાખવા માટે આભાર વ્યક્ત કરતા, એક સંદેશ મોકલ્યો હતો, સ્લોવાકિયાના ગૃહ મંત્રાલયે છોકરાની પ્રશંસા કરતા ફેસબુક પોસ્ટ લખ્યું કે, ‘હાથમાં એક પ્લાસ્ટિક બેગ, પાસપોર્ટ અને ફોન નંબર લખેલો હતો, તે એકલો આવ્યો હતો, કેમ કે તેના માતા-પિતાને યુક્રેનમાં રહેવું પડ્યું.’
ત્યાર બાદ સ્વયંસેવકોએ પોતે તેનું ધ્યાન રાખ્યું, તેને એક ગરમ જગ્યા પર લઇ ગયા અને તેના જમવા માટે આપ્યું. સ્લોવાકિયા મંત્રાલયના એક અધિકારી દ્વારા પોસ્ટમાં લખવામાં આવ્યું કે, ‘હાથ પર નંબર અને કમર પર બેગ અને એક કાગળમાં લખેલા સંદેશ માટે આભાર, હું ત્યાર બાદ તેના સંબંધીઓ સાથે સંપર્ક કરવામાં સફળ રહ્યો અને પૂર્ણ ઘટના સારી રીતે સમાપ્ત થઇ.’

