યુક્રેનનો રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ઘર પર ડ્રોનથી હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું મહાયુદ્ધ હવે ખતરનાક વળાંક લઈ શકે છે. અત્યારસુધી આ યુદ્ધ યુક્રેનમાં જ લડવામાં આવી રહ્યું હતું પરંતુ, હવે યુક્રેની ડ્રોને મંગળવારે મૉસ્કોના રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો. તેને લઇને રશિયાના એક રાજનેતાએ કહ્યું છે કે, આ દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદથી અત્યારસુધીનો મૉસ્કો પર સૌથી ખતરનાક હુમલો છે. યુક્રેને છેલ્લાં 24 કલાકમાં રશિયા પર ત્રીજીવાર ડ્રોન વડે હુમલો કર્યો છે.

જણાવી દઈએ કે, આ યુદ્ધને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ચુક્યો છે અને યુદ્ધ હજુ પણ ચાલુ છે. રશિયાએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના પાડોશી દેશ યુક્રેનમાં પોતાની સેના મોકલી હતી, ત્યારબાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઘણી હદ સુધી યુક્રેનની અંદર લડવામાં આવી રહ્યું છે. જોકે, મૉસ્કોએ પોતાના ક્ષેત્ર પર કેટલાક હુમલાની સૂચના આપી છે અને કહ્યું છે કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ એક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ યુક્રેને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આવાસને નિશાનો બનાવ્યો હતો.

મંગળવારની સવારે યૂક્રેને મૉસ્કોના કેટલાક સૌથી વધુ વસતી ધરાવતા વિસ્તારોને નિશાનો બનાવ્યા, જેમા પુતિન અને ઘણા અભિજાત વર્ગના આવાસ પણ સામેલ છે. એક પ્રવક્તાએ કહ્યું કે, પુતિન હાલ ક્રેમલિનમાં છે અને તેમને હુમલા વિશે જાણકારી મળી ગઈ છે. રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે, કીવ દ્વારા મોકલવામાં આવેલા આઠ ડ્રોન અને નાગરિકોને લક્ષિત કરનારાને તોડી પાડવામાં આવ્યું અથવા ડાયવર્ટ કરવામાં આવ્યું છે. જોકે, સુરક્ષા સેવાઓ સાથે સંકળાયેલી એક ટેલિગ્રામ ચેનલ બાજાએ કહ્યું કે, 25 કરતા વધુ ડ્રોન તેમા સામેલ હતા.

મૉસ્કોના મેયરના જણાવ્યા અનુસાર, આ હુમલામાં બે લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા જ્યારે કેટલાક એપાર્ટમેન્ટ બ્લોકોને થોડી વાર માટે ખાલી કરાવી લેવામાં આવ્યા. નિવાસીઓએ કહ્યું કે, તેમણે પેટ્રોલની ગંધ બાદ તેજ ધડાકાનો અવાજ સાંભળ્યો. કેટલાક લોકોએ એક ડ્રોનને તોડી પાડવા અને ધૂમાડાના વાદળોને પણ કેમેરામાં કેદ કર્યા.

કાયદાવિદ મેક્સિમ ઇવાનોવે તેને નાજીઓ બાદથી મૉસ્કો પર સૌથી ગંભીર હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું કે, કોઈ પણ રશિયન હવે નવી વાસ્તવિકતાથી ના બચી શકે. આ મહિનાની શરૂઆતમાં, ક્રેમલિન પર બે ડ્રોન વિસ્ફોટ થયા, એક હુમલામાં રશિયાએ પણ કીવને દોષી ગણાવ્યું અને કહ્યું કે, પુતિનને નિશાનો બનાવવામાં આવ્યા હતા.

એક અન્ય રશિયન સાંસદ, અલેક્ઝેન્ડર ખિનશેટિને રક્ષાના એક કટ્ટરપંથી સુદ્ઢીકરણનું આહ્વાન કર્યું અને કહ્યું, દુશ્મનને નબળા ના સમજો. હવે યુક્રેનના તોડફોડ અને આતંકવાદી હુમલામાં માત્ર વૃદ્ધિ થશે. યુક્રેની રાષ્ટ્રપતિના સહયોગી માઈખાઇલો પોડોલીકે ઇન્કાર કર્યો કે, કીવ મંગળવારે હુમલામાં સીધીરીતે સામેલ હતુ, જોકે તેમણે કહ્યું કે, અમે તેને જોઈને પ્રસન્ન છીએ અને તેને લઇને વધુ ભવિષ્યવાણી કરીએ છીએ.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.