- Russia-Ukraine Conflict
- બોમ્બમારા વચ્ચે યુક્રેની મહિલા વગાડતી રહી પિયાનો, લોકોના આંખમાંથી આવ્યા આંસુ
બોમ્બમારા વચ્ચે યુક્રેની મહિલા વગાડતી રહી પિયાનો, લોકોના આંખમાંથી આવ્યા આંસુ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આવી રહેલા અનેક ફોટોમાં યુક્રેનના નાગરીકોનું દુ:ખ, પીડા અને લાચારી જોવા મળી રહી છે. નાના છોકરાઓનો રડતો ચહેરો, લાચાર અને નિરાશ લોકોના આંસુ જોવા મળી રહ્યા છે. બધાની વચ્ચે યુક્રેનના લ્વીવ રેલવે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કોઈ આને અદભૂત કહી રહ્યું છું તો આ સાંભળીને કોઈના આંસુ બંધ નથી થઇ રહ્યા.
યુક્રેનમાં લોકો પોતાનુ બધું છોડીને બીજા દેશોની તરફ ભાગી રહ્યા છે. રેલવે સ્ટેશનો પર લોકોની ભીડ છે. લ્વીવ રેલવે સ્ટેશન પર અફરા-તફરીની વચ્ચે એક મહિલા પિયાનો વગાડી રહી છે. ટયુનનું નામ ‘What a Wonderful World’ છે. આ વીડિયોને ટ્વીટર પર શેર કરીને પત્રકાર એન્ડ્યું માર્શલે લખ્યું છે કે, ‘આ ખૂબ જ સુંદર છે.’
Outside Lviv station, which is thronging with exhausted refugees fleeing war in eastern Ukraine, an accomplished pianist is playing “What a Wonderful World.” It’s hauntingly beautiful. pic.twitter.com/Xm5itr8jl7
— Andrew RC Marshall (@Journotopia) March 5, 2022
આ વીડિયોને 30 લાખથી વધુ લોકોએ જોયો છે. આના પર યૂઝર્સ અનેક ઈમોશનલ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, ‘દુનિયાનો કોઈ પણ દેશએ યુક્રેનને નથી બચાવ્યું, આ ખૂબ જ ઉદાસીન દુનિયા છે.’
And the world does nothing to help Ukraine. THIS IS A REALLY SICK WORLD! https://t.co/6jVl74DFyV
— Erik Luczak (@ErikLuczak) March 5, 2022
મારિયા રેસા લખે છે કે, ‘દહેશતની વચ્ચે આપણે હંમેશા માણસાઈ શોધી લઈએ છે.’ એક અન્ય યૂઝરે લખ્યું કે, ‘હું યુક્રેનના લોકોને જેટલી વખત જોયું છું, તેટલી વાર તેમની પ્રશંસા કરું છું.’
In the midst of horror, we always find our humanity. #CourageON https://t.co/n2yRfF6fdx
— Maria Ressa (@mariaressa) March 5, 2022
રશિયા હુમલાની વચ્ચે યુક્રેનના અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આના પહેલા જંગના મેદાનમાં બે સૈનિકોના લગ્નના ફોટો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. રશિયાના સૈનિકોને યુક્રેની નાગરીકો ખાવાનું આપી રહ્યા છે, તે વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

