ધરતી પર પરત ફરતા જ સેન્ડવીચ કેમ ખાધી? સુનિતા વિલિયમ્સે સંભળાવ્યો પિતા સાથે જોડાયેલો કિસ્સો

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 18 માર્ચના રોજ 9 મહિના બાદ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અનુભવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઘરે પરત ફરવાનો અનુભવ થતા જ તેઓ પોતાના પરિવારને મળવા ઉત્સુક હતા. અવકાશમાંથી પૃથ્વી પર પરત ફર્યા બાદ સોમવારે વિલિયમ્સે મીડિયાને સંબોધિત કરી હતી. તેમને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની અવકાશ યાત્રા અને પરત ફરવા સાથે જોડાયેલી યાદો પર સવાલો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન, તેમને પૂછવામાં આવ્યું કે, જ્યારે તમે પૃથ્વી પર પાછા ફર્યા, ત્યારે તમે સૌથી પહેલા શું કરવા માગતા હતા? 9 મહિના બાદ એવો કોઇક ખોરાક, જેને સૌથી પહેલા ખાવાની ઇચ્છા હતી?

sunita-williams3
businesstoday.in

 

તેનો જવાબ આપતા સુનિતા વિલિયમ્સે કહ્યું કે, હું પોતાના પતિ અને પાળતુ કૂતરાઓને ગળે લગાવવા માગતી હતી. ખોરાક એક એવી વસ્તુ છે, જે આપણને ઘરની યાદ અપાવે છે. મારા પિતા શાકાહારી હતા, તો મેં ઘરે પહોંચવા પર સૌથી પહેલા શાનદાર ગ્રિલ્ડ ચીઝ સેન્ડવીચ ખાધી. તે મને ઘરનો અહેસાસ કરાવે છે.

sunita-williams

તમને જણાવી દઈએ કે, અંતરિક્ષમાંથી પરત ફર્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યૂમાં સુનિતા વિલિયમ્સે NASA, બોઈંગ, સ્પેસએક્સ અને આ મિશન સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે પૃથ્વી પર પાછા ફર્યા તેને લગભગ 2 અઠવાડિયા થઈ ગયા છે. હવે અમને પૂછવામાં આવી રહ્યું છે કે અમે શું કરી રહ્યા છીએ? તો તમને જણાવી દઉં કે, અમે નવા પડકારો માટે તૈયારી કરી રહ્યા છીએ. નવા મિશનની તૈયારી કરી રહ્યા છીએ. હું ગઈકાલે જ 3 માઈલ દોડી છું, તો પોતાની પીઠ પર થપથપાવી જ શકું છું. અવકાશમાં ફસાયા હોવાને કારણે મીડિયામાં ચાલી રહેલા વિવિધ પ્રકારના નેરેટિવ્સ પર સુનિતા વિલિયમ્સે કહ્યું કે, આ એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પ્રોગ્રામ હતો. અમને ખબર હતી કે વસ્તુઓ ખોટી થઈ શકે છે, તો અમે તેના માટે તૈયાર હતા. ઘણા બધા લોકો કાર્યક્રમ પર નજર રાખી રહ્યા હતા. તેમને ખબર હતી કે અમારા પાછા ફરવાનો યોગ્ય સમય કયો છે. અમે એ જ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા, જે એકદમ યોગ્ય છે.

sunita-williams2

તેમણે પોતાની રિકવરી બાબતે બતાવતા કહ્યું કે, એક્સપર્ટ્સ અમારા રિબેબિલિટેશન પર પૂરી રીતે ફોકસ છે. પૃથ્વી પર પાછા આવ્યા ત્યારથી, અમે એક્સપર્ટ્સ દ્વારા બતાવવામાં આવેલા પ્રોટોકોલને ફોલો કરી રહ્યા છીએ. ધીમે-ધીમે અમારી રિકવરી થઈ રહી છે. સુનિતા વિલિયમ્સ કહે છે કે, અમે અમારા મિશનમાં જે વિલંબ થયો, તેનાથી અમે આશાનો પાઠ શીખ્યા છીએ. અમે દરેક નાની ભૂલમાંથી શીખી રહ્યા છીએ જેથી કરીને અમે આગામી વખત કંઈક સારું કરી શકીએ. વસ્તુઓ આજ રીતે થાય છે, આપણે શીખીને આગળ વધીએ છીએ અને વધુ સારા બનીએ છીએ. તે ખૂબ અદ્વભૂત છે કે, કેવી રીતે તમારું શરીર બધી વસ્તુઓને એડોપ્ટ કરી રહ્યું છે. જ્યારે અમે પહેલી વખત ધરતી પર આવ્યા ત્યારે અમે લડખડાવા લાગ્યા. પરંતુ થોડા કલાકોમાં બદલાવો નજરે પડવા લાગે છે. માણસનું મગજની આસપાસની વસ્તુઓને સમજવા લાગે છે.

About The Author

Related Posts

Top News

SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

પશ્ચિમ બંગાળના મતદારોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) યાદીમાંથી દૂર કરાયેલા મતદારો એક દાયકાથી વધુ સમય સુધી મતદાન કરી શકશે...
National 
SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા...
National 
'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો;  વિપક્ષે કહ્યું-  સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી તેમના સંતાનોની હોય છે. પરંતુ શું વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ માટે પુત્રવધૂ પણ જવાબદાર છે. ખાસ કરીને...
National 
વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને...
National 
70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા
Copyright (c) Khabarchhe All Rights Reserved.