યુઝર્સ બોલ્યા- ‘પાકિસ્તાન પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકીએ’

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025 હવે જોરો પર છે અને દરેક મેચ સાથે રોમાન્ચ વધતો જઈ રહ્યો છે, પરંતુ આ રોમાન્ચ પાછળની કહાની ખૂબ જ હાસ્યાસ્પદ છે. 11 એપ્રિલથી શરૂ થયેલી PSL લીગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઓપનિંગ સેરેમની દરમિયાન એક અજીબોગરીબ સ્ટન્ટ કરવામાં આવ્યો હતો, જેને જોયા બાદ લોકો પોતાની જાતને હસતા રોકી શકતા નથી. અહીં, જવાબદાર લોકોએ એક શખ્સને જેટ પેક સૂટ પહેરાવીને હવામાં ઉડાડી દીધો અને તેની સાથે PSL લીગની શરૂઆત કરી દીધી. વીડિયો  જેવો જ સોશિયલ મીડિયા પર આવ્યો, લોકોએ પાકિસ્તાનની ફજેતી કરવાની શરૂઆત કરી દીધી.

PSL
tv9hindi.com

 

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025ના ઉદ્ઘાટન સમારોહમાં જે નજારો જોવા મળ્યો, તેણે દુનિયાભરના દર્શકોને હેરાન કરી દીધા છે, પરંતુ લોકોને હેરાનીથી વધુ હસવું આવ્યું. આખા પાકિસ્તાને ગંભીરતાથી આયોજન કર્યું કે આ વખત આપણે કંઈક અલગ કરવાનું છે અને પછી મેનેજમેન્ટે એક શખ્સને જેટપેક પહેરાવીને હવામાં ઉડાડી દીધો. જી હાં, વાસ્તવમાં ઉડાડ્યો. શખ્સ હવામાં ગોતા ખાતો આખા સ્ટેડિયમ ઉપરથી ચક્કર લગાવી રહ્યો હતો, જાણે કોઈ ફિલ્મનું સીન ચાલી રહ્યું હોય, પરંતુ આ સ્ટન્ટ પાકિસ્તાની ફ્લેવર સાથે હતો તો અજીબ અને અને મજેદાર તો રહેવાનો જ હતો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક શખ્સ સ્ટેડિયમની ઉપર હવામાં ઉડી રહ્યો છે, અને નીચે લોકો પોતાના મોબાઈલથી શૂટ કરી રહ્યા છે અને PSL વાળા સમજી રહ્યા છે કે તેમણે કોઈ સ્પેશ મિશન લોન્ચ કરી દીધું છે, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર પહોંચતાની સાથે જ મીમર્સે હાથોહાથ તેને ઉપાડી લીધો અને પછી જે હંમેશાં થાય છે તે જ થયું. પાકિસ્તાનનું મજાક બની ગયું. કોઈએ કહ્યું કે, પાકિસ્તાનનો આયર્ન મૅન લોન્ચ થઈ ગયો છે, જ્યારે કોઈએ લખ્યું- PSL એટલે પાકિસ્તાન સ્પેશ લીગ. એક યુઝરે કહ્યું- આ કોઈ માણસ નથી, PSLનું Wi-Fi રાઉટર છે, જે આખા સ્ટેડિયમમાં સિગ્નલ ફેલાવી રહ્યું છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- આપણે પાકિસ્તાન પાસેથી બીજી અપેક્ષા પણ શું રાખી શકીએ છીએ?

Related Posts

Top News

પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો

બુધવારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મેચ પ્લેઓફની દૃષ્ટિએ બંને...
Sports 
પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-05-2025 દિવસ: બુધવાર મેષ: તમારો વધતો ખર્ચ આજે તમારા માટે પરેશાનીનું કારણ બનશે, પરંતુ તમારે તેના માટે તમારા જમા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.