રેડ્ડીની બેટિંગથી આ ત્રણ ભારતીય ખેલાડીઓ ટેન્શનમાં આવી ગયા હશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી T20 મેચ દરમિયાન નીતિશ રેડ્ડીનું ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું. તેણે બૉલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. નીતિશ રેડ્ડીએ એટલું શાનદાર પ્રદર્શન કર્યું કે બીજા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાસે બોલિંગ કરાવવાની જરૂર પણ ન પડી. નીતિશ રેડ્ડીએ બેટિંગ દરમિયાન 34 બૉલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા. જો કે, બોલિંગમાં 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી. નીતિશ રેડ્ડીના શાનદાર પ્રદર્શને હવે ઘણા ક્રિકેટર્સની ઊંઘ હરામ કરી દીધી હશે. હવે તેમની ભારતીય ટીમમાંથી છુટ્ટી થઇ શકે છે. અમે તમને જણાવી દઇએ કે એ કયા ત્રણ ખેલાડી છે, જેમના માટે નીતિશ રેડ્ડી ગળાની ફાંદ બની શકે છે.

શુભમન ગિલ:

અભિષેક શર્મા અને યશસ્વી જાયસ્વાલના કારણે શુભમન ગિલને આમ પણ T20માં ઓછી તક મળે છે. હવે નીતિશ રેડ્ડી આવી જવાથી તેને કદાચ જ રમવાની તક મળે. નીતિશ બોલિંગ પણ કરી લે છે. એવામાં શુભમન ગિલની જગ્યાએ તેને જ મહત્ત્વ આપવામાં આવશે. જો ત્રીજી T20માં નીતિશે આ જ પ્રકારનું પ્રદર્શન કર્યું તો ટીમમાં તેની જગ્યા એકદમ પાક્કી થઇ જશે.

ઋતુરાજ ગાયકવાડ:

ઋતુરાજ ગાયકવાડ ઝીમ્બાબ્વે ટૂર પર ભારત માટે રમ્યો હતો. જો કે, ઘણા ખેલાડીઓ હોવાના કારણે તેને ટીમમાં નિયમિત તક મળતી નથી. હવે નીતિશ રેડ્ડી પણ ટીમમાં આવી ગયો છે. તેણે પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. એવામાં નથી લાગતું કે ઋતુરાજ ગાયકવાડને તક માળશે. નીતિશ રેડ્ડી T20 ટીમમાં તેના માટે ખૂબ મોટો જોખમી સાબિત થઇ શકે છે.

તિલક વર્મા:

નીતિશ રેડ્ડી તિલક વર્મા માટે સૌથી વધુ જોખમી છે કેમ કે જે પોઝિશન પર નીતિશ રેડ્ડી રમે છે, લગભગ એજ પોઝિશન પર તિલક વર્મા પણ રમે છે. નીતિશ રેડ્ડીના કારણે જ તિલક વર્માને પહેલી 2 મેચમાં તક ન મળી. આ પ્રકારની પરિસ્થિતિ આગળ પણ રહી શકે છે. તિલક વર્માને હવે પ્લેઇંગ ઇલેવનમાં તક મળવી સરળ નથી.

About The Author

Related Posts

Top News

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.