- Sports
- ધોનીએ ગંભીરને કારણે ઠુકરાવી ભારતીય ટીમના મેન્ટરની ઓફર?
ધોનીએ ગંભીરને કારણે ઠુકરાવી ભારતીય ટીમના મેન્ટરની ઓફર?
ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દેશનો સૌથી પ્રિય ક્રિકેટરોમાંથી એક છે. તેણે પોતાની કેપ્ટન્સી હેઠળ ભારત માટે 3 ICC ટ્રોફી જીતાડી હતી. ઘણા લોકોનું માનવું છે તેની કેપ્ટન્સીને કારણે ધોની એક સારો કોચ બની શકે છે. કદાચ આ વિચાર સાથે BCCIએ ફરી એક વખત ધોનીને મેન્ટર બનવાની ઓફર આપી હતી, પરંતુ આ વખતે તેણે ના પાડી દીધી.
મહેન્દ્ર સિંહ ધોની 2021ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો મેન્ટર રહી ચૂક્યો છે. ત્યારે રવિ શાસ્ત્રી ભારતીય ટીમના હેડ કોચ હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું નહોતું. જોકે બોર્ડને અત્યારે પણ ધોની પર ખૂબ વિશ્વાસ છે. ક્રિક બ્લોગરના મતે આ વખતે બોર્ડે ધોનીને ફૂલ ટાઈમ મેન્ટર બનવાની ઓફર આપી હતી. ધોનીનું કામ જુનિયર ટીમ, સીનિયર પુરુષ અને મહિલા ટીમને મેન્ટર કરવાનું હતું. જોકે, ધોનીએ આ ઓફર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
તેનું કારણ ગૌતમ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગંભીર હાલમાં ભારતીય ટીમના હેડ કોચ છે. જો ધોની મેન્ટર બને છે, તો તે ગંભીર સાથે કામ કરશે. ધોની એવું ઇચ્છતો નથી. ધોની અને ગંભીર ભારતીય ટીમ માટે સાથે રમી ચૂક્યા છે. ઘણા લોકો એવો દાવો છે કે ધોની અને ગંભીરના સંબંધોમાં કડવાશ હતી. બંનેના વિચાર અલગ હતા. ધોની ફરીથી એવી કોઈ પરિસ્થિતિમાં પડવા માગતો નથી જ્યાં તેને ગંભીર સાથે ફરીથી આ રીતે કામ કરવું પડે. આ કારણે તેણે હાલમાં મેન્ટરનું પદ લેવાની ના પાડી દીધી છે.
ધોનીના ઇનકાર પાછળ અન્ય એક કારણ છે. વર્ષ 2020માં સંન્યાસ લીધા બાદ ધોની માત્ર IPL રમે છે. IPL 2026ને તેની અંતિમ સીઝન માનવામાં આવે છે. એવામાં ધોની હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. આવા સમયે, જો તે BCCI સાથે જોડાય છે, તો તેના માટે બંને બાબતો એકસાથે મેનેજ કરવી એટલી સરળ નહીં રહે.

