CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને DC વચ્ચે રમાઈ હતી. સંજુ સેમસનની સદી અને જેમી ઓવરટનના શાનદાર બોલિંગ પ્રદર્શન (4/18)ના બળ પર ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 23 રનથી હરાવીને IPL 2026માં પોતાની પહેલી જીત નોંધાવી હતી. જો કે, જીત કરતા વધુ આ મેચ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયને કારણે ચર્ચામાં આવી છે, જેમણે ટ્રિસ્ટન સ્ટબ્સને ભીના ગ્લવ્ઝ બદલવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. અને કદાચ આ કારણ તે આઉટ થઇ ગયો.

મેચમાં ઘણી તણાવપૂર્ણ ક્ષણો જોવા મળી જ્યારે દિલ્હી કેપિટલ્સના ખેલાડી (નીતિશ રાણા સહિત) અને કોચિંગ સ્ટાફે અમ્પાયરને એ વાત પર સવાલ કર્યો કે ટ્રિસ્ટન સ્ટબ્સને તેના ગ્લવ્ઝ બદલવાની મંજૂરી કેમ ન આપવામાં આવી. આ ઘટના ત્યારે બની જ્યારે દિલ્હી કેપિટલ્સ લક્ષ્યનો પીછો કરી રહી હતી.

nitish-rana1
jagran.com

19મી ઓવર દરમિયાન સ્ટબ્સે પોતાના ગ્લવ્ઝ બદલવાની માંગ કરી. તે અસ્વસ્થ દેખાતો હતો, કારણ કે પરસેવાથી ભીંજાયેલા ગ્લવ્ઝને કારણે તેની પકડ નબળી પડી રહી હતી. જ્યારે તેની માંગ નકારી કાઢવામાં આવી, ત્યારે નીતિશ રાણા અને દિલ્હીના અન્ય ખેલાડીઓએ અમ્પાયર સાથે વાત કરી અને કહ્યું કે ભીના ગ્લવ્ઝ સાથે રમવાથી ખેલાડીના પ્રદર્શન અને તેની સલામતી બંને પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

ત્યારબાદ તરત જ, 19મી ઓવરના ત્રીજા બોલ પર સ્ટબ્સ આઉટ થઇ ગયો. તેણે જેમી ઓવરટનના બોલ પર મિડ-ઓફ પર શોટ મારવાનો પ્રયાસ કર્યો અને નૂર અહમદે એક શાનદાર કેચ પકડી લીધો. આઉટ થયા બાદ, સ્ટબ્સ ડ્રેસિંગ રૂમ તરફ જતા ગુસ્સામાં પોતાનું બેટ અને ગ્લવ્ઝ ફેંકતો જતો રહ્યો. ત્યારબાદ, તેણે ડ્રેસિંગ રૂમમાં પોતાનું હેલ્મેટ ફેંક્યું. સતત ત્રણ હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની આ સીઝનનો પહેલી જીત છે. આ જીત સાથે, CSK પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ બે જીત અને બે હાર સાથે ચોથા સ્થાને છે.

nitish-rana
msn.com
stubbs
msn.com

મેચ પર એક નજર કરીએ તો ચેન્નઇએ પહેલા બેટિંગ કરતા સેમસને 56 બોલમાં અણનમ 115 રન બનાવ્યા, જ્યારે આયુષ મ્હાત્રેએ 36 બોલમાં 59 રનનું યોગદાન આપ્યું; બંનેએ મળીને બીજી વિકેટ માટે 113 રન ઉમેર્યા, જેના કારણે CSKનો કુલ સ્કોર 2 વિકેટ ગુમાવીને 212 રન થયો. દલ્હી કેપિટલ્સે જેમી ઓવરટન સામે સંઘર્ષ કરવો પડ્યો, જેણે માત્ર 18 રન આપીને 4 વિકેટ લીધી, જેના પરિણામે દિલ્હીની આખી ટીમ 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

About The Author

Related Posts

Top News

કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી

અમેરિકાના એટલાન્ટાથી એક ખૂબ જ હેરાન કરી દેનારો કેસ પ્રકાશમાં આવ્યો છે જેમાં કોર્ટની સુનાવણી દરમિયાન એક જજ પોલીસ અધિકારી...
National 
કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી

IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

કરોડો ફેન્સના દિલ જીતી લેનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીની ટીમનો IPL 2026માં સફરનો અંત આવી ગયો છે. શુક્રવારે (29 ...
Sports 
IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો

જાપાને ભારતમાંથી આયાત થતી કેરીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. તેનું કારણ એ છે કે ભારતમાં કેરીને જીવાત અને ચેપથી બચાવવા...
Business 
એવું શું થયું કે જાપાને ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો

આ મહિલાના ભોળા ચહેરા પર ન જતા... પહેલા પતિ, સાસૂ સહિત 4ને કાપી નાખ્યા પછી બધાને કારમાં નાખી સળગાવી દીધા

રાજસ્થાનના અજમેર જિલ્લાના બોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રીરામપુરા ગામમાં એક કૌટુંબિક વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. અહીં, ...
આ મહિલાના ભોળા ચહેરા પર ન જતા... પહેલા પતિ, સાસૂ સહિત 4ને કાપી નાખ્યા પછી બધાને કારમાં નાખી સળગાવી દીધા
Copyright (c) Khabarchhe All Rights Reserved.