કેચ ડ્રોપ-No Boll, ઓસ્ટ્રેલિયાની છેલ્લી વિકેટ બની 'વિકટ', શું ટેસ્ટ હાથમાંથી ગઈ?

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે (29 ડિસેમ્બર) ખૂબ જ રોમાંચક રમત જોવા મળી હતી. ભારતીય ટીમે બીજા દાવમાં શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયા પર મજબૂત પકડ જમાવી હતી.

પરંતુ રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લી વિકેટ માટે મજબૂત ભાગીદારી કરીને આખી બાજી પલટી દીધી હતી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટ ગુમાવીને 228 રન બનાવી લીધા હતા. જ્યારે પ્રથમ દાવમાં તેને 105 રનની લીડ મળી હતી.

આ રીતે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં કુલ મળીને 333 રનની લીડ મેળવી લીધી છે. જ્યારે છેલ્લી વિકેટ પાડવાની હજુ બાકી છે. એક સમયે ભારતીય ટીમે 173 રનમાં 8મી વિકેટ લઈને મેચ પર મજબૂત પકડ જમાવી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયા પાસે માત્ર 278 રનની લીડ હતી.

આ પછી કેચ ડ્રોપ અને નો બોલની ભૂલોએ ભારતીય ટીમને ઘણી પાછળ પાડી દીધી. ઓસ્ટ્રેલિયાને 174ના સ્કોર પર સમેટી લેવાની સુવર્ણ તક હતી, પરંતુ એક કેચ ડ્રોપએ તે છીનવી લીધું. હકીકતમાં ઇનિંગની 66મી ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી.

તેનો પહેલો જ બોલ, સિરાજે બહારની બાજુએ લેન્થ બોલ ફેંક્યો. તેના પર બોલ નાથન લિયોનના બેટની કિનારી લઈને સીધો હવામાં જતો જોવા મળ્યો હતો. જ્યાં સિરાજની પાસે તેને પકડવાની તક હતી. તેણે હાથ પણ લગાવ્યો, પણ કેચ ન પકડી શક્યો. આ કેચ ડ્રોપ ભારતીય ટીમ માટે ખતરનાક રહ્યું હતું.

ત્યારે નાથન લિયોન 5 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ ચોથા દિવસની રમતના અંત સુધીમાં તેણે અણનમ 41 રન બનાવી લીધા હતા. જ્યારે તેનો પાર્ટનર સ્કોટ બોલેન્ડ 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંને વચ્ચે 10મી વિકેટ માટે 110 બોલમાં 55 રનની અણનમ ભાગીદારી થઈ હતી. જો સિરાજે કેચ લઇ લીધો હોત તો આ ભાગીદારી થઈ ન હોત.

ચોથા દિવસે જસપ્રીત બુમરાહે રમતની છેલ્લી ઓવર નાખી. આ 82મી ઓવરના ચોથા બોલ પર નાથન લિયોન કેચ આઉટ થયો હતો. બોલ તેના બેટની કિનારી લઈને સ્લિપમાં ઉભેલા KL રાહુલના હાથમાં ગયો. રાહુલે પણ તેને ખૂબ જ મુશ્કેલીથી પકડી લીધો હતો.

પરંતુ અહીં બુમરાહે મોટી ભૂલ કરી. હકીકતમાં, તેનો પગ લાઈનની બહાર પડ્યો હતો, તેને નો-બોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ કારણે રાહુલનો કેચ પણ નિરર્થક ગયો અને નાથન લિયોનને બીજું જીવનદાન મળ્યું હતું. જો કે, ચોથા દિવસે રમત અહીં અટકી ગઈ હતી. પરંતુ છેલ્લા દિવસે આ કેચ કેટલો ભારે પડશે તે હવે જોવું રહ્યું.

મેચમાં ટોસ જીત્યા પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 474 રનનો મોટો સ્કોર કર્યો. આ પછી ભારતીય ટીમે પ્રથમ દાવમાં 369 રન બનાવ્યા હતા. આ રીતે કાંગારૂ ટીમને પ્રથમ દાવમાં 105 રનની લીડ મળી હતી.

આ પછી ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 228 રન બનાવી લીધા હતા. નાથન લિયોન 41 રને અણનમ રહ્યો અને બોલેન્ડ 10 રન બનાવીને અણનમ રહ્યો. બંને વચ્ચે 10મી વિકેટ માટે 110 બોલમાં 55 રનની અણનમ ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં અત્યાર સુધી કુલ 333 રનની લીડ મેળવી લીધી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.