બધા દેશોએ ટેસ્ટ ક્રિકેટ રમવાની જરૂર નથી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEOએ આપ્યું અજીબોગરીબ નિવેદન

વિશ્વ ક્રિકેટમાં વર્તમાન સમયમાં નજર કરીએ તો, એક ફોર્મેટના ભવિષ્યની ચર્ચા ઘણી વખત થાય છે અને તે છે ટેસ્ટ ક્રિકેટ. ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે ICC દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ કરવામાં આવી છે, જેની અત્યાર સુધી કુલ 3 સીઝન રમાઈ ચૂકી છે. તો, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્તમાન CEO ટોડ ગ્રીનબર્ગ તરફથી ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે બધા દેશોને આ ફોર્મેટ ન રમવાની સલાહ આપી છે.

todd greenberg
indianexpress.com

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે ટેસ્ટ રમનારા દેશોની કોઈ નિશ્ચિત સંખ્યા છે, પરંતુ મને લાગે છે કે ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટનો અભાવ નુકસાનકારક નહીં, પરંતુ આપણા માટે ફાયદાકારક રહેશે. મારો કહેવાનો મતલબ એ છે કે મને નથી લાગતું કે વિશ્વ ક્રિકેટમાં દરેક દેશે ટેસ્ટ ક્રિકેટ રમવાની ઇચ્છા રાખવાની જરૂરિયાત છે. તેનાથી કોઈ સમસ્યા નથી. ઘણા લોકો, જે ટેસ્ટ ક્રિકેટ પસંદ કરે છે, તેમને કદાચ મારું નિવેદન પસંદ નહીં આવે, પરંતુ કેટલાક દેશો જે આર્થિક રીતે નબળા છે અને તેમને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે જો આપણે મજબૂર કરીશું, તો ખરેખર આ દેશોને નાદાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોઈશું.

todd greenberg
newsbytesapp.com

વર્ષ 2025ના અંતમાં ઓસ્ટ્રેલિયામાં એશેઝ સીરિઝ રમાશે, જેની ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સિવાય વિશ્વ ક્રિકેટના મોટાભાગના ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને લઈને ટોડ ગ્રીનબર્ગનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક તરફ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની રોમાંચક ટેસ્ટ સીરિઝનો અંત થયો છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમે વેસ્ટ ઇન્ડીઝની ટીમને ટેસ્ટ સીરિઝમાં એકતરફી હરાવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે પણ ઝિમ્બાબ્વે સામે સીરિઝ સરળતાથી જીતી લીધી છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.