ગૌતમ ગંભીર હવે આ ભારતીય ખેલાડી પર બગડ્યા, કહ્યું- તેને કોહલીની જેમ...

ભારતે રવિવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા સામેની ત્રીજી વનડે ઈન્ટરનેશનલ મેચમાં રેકોર્ડ જીત નોંધાવી અન્ય એક સીરિઝ પોતાના નામે કરી લીધી. બેટિંગમાં જ્યાં વિરાટ કોહલી અને શુભમન ગિલે શતક ફટકાર્યા, તો બોલિંગમાં મોહમ્મદ સિરાઝ, શમી અને કુલદીપ યાદવે પોતાનો કમાલ દેખાડ્યો. કેપ્ટન રોહિત શર્મા 42 રન બનાવીને આઉટ થયો ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે રોહિતના ફોર્મ પર સવાલો ઉઠાવ્યા છે. 

મેચ શરૂ થઈ તો રોહિત લયમાં જોવા મળ્યો હતો. તેણે શુભમનની સાથે મળીને શ્રીલંકાના બોલરોની સારી એવી ધોલાઈ કરી હતી. બંને બેટ્સમેને પહેલી વિકેટ માટે 15.2 ઓવરમાં 95 રન બનાવ્યા હતા. એક સમયે લાગી રહ્યું હતું કે રોહિત આ મેચમાં મોટી ઈનિંગ રમશે. પરંતુ કરુણારત્નેની બોલ પર એક લાંબો શોટ રમવાના ચક્કરમાં તે કેચ આપી બેઠો હતો. રોહિતે 49 બોલમાં 2 ચોગ્ગા અને 3 સિક્સની મદદથી 42 રન બનાવ્યા હતા.

ગૌતમ ગંભીરે રોહિત અંગે વાત કરતા કહ્યું કે, આપણે વિરાટની જેમ રોહિતને પણ સ્પેસ આપવાની જરૂર છે, વિરાટની સાથે પણ તે જ થયું હતું અને 3 વર્ષ સુધી તેના બેટથી એક શતક ફટકારાઈ ન હતી. તેવું જ રોહિત સાથે છે. 50 ઈનિંગ રમાઈ ગઈ છે પરંતુ હજુ સુધી શતક નથી બનાવી શક્યો. કમેન્ટેટર ગંભીરે કહ્યું કે, જો આપ એક અથવા બે સીરિઝમાં સો રન નથી બનાવી શકતા તે અલગ વાત છે. પરંતુ રોહિત પહેલા આવું કરવામાં સફળ રહેતો હતો. ત્રીજી વનડેમાં તે સારી લયમાં હોવા છતાં ચૂકી ગયો, તેવામાં રોહિતે વર્લ્ડ કપ પહેલા કમાલ દેખાડવો પડશે. તેણે પોતાનું 2019નું ફોર્મ પાછું લાવવું જોઈએ.

શ્રીલંકા વિરુદ્ધની પહેલી વનડેમાં રોહિત 17 રનથી શતક માટે દૂર રહી ગયો હતો. તેણે 67 બોલમાં 83 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં તેનું બેટ ચૂપ રહ્યું અને તે 17 રન જ બનાવી શક્યો હતો. રોહિતે 2019 વનડે વર્લ્ડ કપની 9 મેચમાં 648 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી પાંચ શતક બનાવવામાં આવી હતી. ગઈકાલની મેચનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. તેણે નોટઆઉટ રહીને 166 રન બનાવ્યા હતા.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.