ગૌતમ ગંભીર બનશે ટીમ ઇન્ડિયાના આગામી મુખ્ય કોચ! BCCI આ દિવસે જાહેરાત કરશે

કોલકાતા નાઈટ રાઈડર્સને IPL 2024નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ દિગ્ગજ ખેલાડી ગૌતમ ગંભીરને BCCI મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગૌતમ ગંભીર ભારતના આગામી મુખ્ય કોચ બની શકે છે.

પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 42 વર્ષીય ડાબોડી બેટ્સમેન હાલના કોચ રાહુલ દ્રવિડનું સ્થાન લેશે, જેનો કરાર જૂન 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. રવિવાર (16 જૂન)ના રોજ મીડિયા સૂત્રોના એક અહેવાલ અનુસાર, ગૌતમ ગંભીરની નિમણૂકની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને જૂનના અંત સુધીમાં તેને ભારતના નવા મુખ્ય કોચ તરીકે જાહેર કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, BCCIના એક અધિકારીએ ગૌતમ ગંભીરની નિમણૂકના સમાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે યોગ્ય સમયે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગૌતમ ગંભીરે BCCIને તેના સપોર્ટ સ્ટાફને લાવવાની માંગ કરી છે, હાલમાં વિક્રમ રાઠોડ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ છે, જ્યારે પારસ મ્હામ્બરે બોલિંગ કોચ છે. T. દિલીપ ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ તરીકે રાહુલ દ્રવિડના સપોર્ટ સ્ટાફનો એક ભાગ છે.

ગૌતમ ગંભીરે અત્યાર સુધી ક્યારેય કોઈ ટીમને ફુલ ટાઈમ કોચિંગ નથી આપ્યું. પરંતુ તેઓ છેલ્લા ત્રણ વર્ષથી IPL સાથે મેન્ટર તરીકે જોડાયેલા છે. તે 2022 થી 2023 સુધી લખનઉ સુપર જાયન્ટ્સ સાથે હતો અને તેમને બેક-ટુ-બેક પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી હતી. IPL 2024ની શરૂઆત પહેલા ગંભીર KKR સાથે જોડાયો, અને તેની ડેબ્યૂ સિઝનમાં, તેણે KKRને તેનું ત્રીજું IPL ટાઇટલ અપાવ્યું.

રાહુલ દ્રવિડ પછી ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બનવાની રેસમાં રિકી પોન્ટિંગ, સ્ટીફન ફ્લેમિંગ, મહેલા જયવર્દને અને જસ્ટિન લેંગર જેવા ઘણા ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ હતા. પરંતુ BCCI આ ભૂમિકા માટે ભારતીયની તરફેણમાં હતું. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું પ્રથમ કાર્ય જુલાઈમાં ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ હોવાની શક્યતા છે. અહીં તમને જણાવી દઈએ કે, સંદીપ પાટીલ, મદન લાલ, કપિલ દેવ અને રવિ શાસ્ત્રી પછી ગૌતમ ગંભીર ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બનનાર પાંચમો વર્લ્ડ કપ વિજેતા બનશે.

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.