સાળાના લગ્ન માટે રોહિત ન રમ્યો મેચ, ગાવસ્કરે ભડકીને કહ્યુ-એવો કેપ્ટન ન જોઈએ જે..

ભારત ઓસ્ટ્રેલિયા સામે ચાર વર્ષ બાદ ઘરઆંગણે 2-1થી વન-ડે સીરિઝ હારી ગયું હતું. ભારતની હાર બાદ ફેન્સ ટીમ ઈન્ડિયા પર ભડક્યા હતા અને સાથે પૂર્વ ખેલાડીઓએ પણ ભારતીય ટીમ પર રોષ ઠાલવ્યો હતો, જેમાં ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર પણ પાછળ નહોતા રહ્યા. સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, મારા હિસાબે રોહિત શર્માને દરેક મેચ રમવાની જરૂર છે. તમારી પાસે એવો કપ્તાન ન હોવો જોઈએ જે એક મેચ માટે હાજર રહે અને બાકીની મેચમાં ગાયબ રહે. આ ઘણી મહત્ત્વની વાત છે. આ કોઈપણ ખેલાડી સાથે થઇ શકે છે, પરંતુ મને ખબર છે કે ફેમિલીને કારણે તે ન રમી શક્યો. પરંતુ જ્યારે વર્લ્ડ કપનો સવાલ હોય તો ફેમિલીને પાછળ છોડવી પડે છે. આ પહેલા જ તમે બધી વસ્તુઓને પૂરી કરી લો અને જ્યાં સુધી કોઈ ઈમરજન્સી ના હોય મેચ મિસ ન કરો. જ્યારે કોઈ ઈમરજન્સી આવી જાય ત્યારે વાત અલગ હોય છે. લીડરશિપમાં નિરંતરતાની જરૂરિયાત સૌથી વધુ હોય છે.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા પોતાના સાળાના લગ્નમાં હાજર રહેવા માટે પહેલી મેચ નહોતો રમ્યો, જેમાં હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. બીજી વન-ડેથી તે ટીમ સાથે જોડાયો હતો, જેમાં ભારતની બંને વન-ડેમાં હાર થઈ હતી.

રોહિત શર્માએ જણાવ્યું ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ કેમ હારી વન-ડે સીરિઝ

ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ ત્રીજી વન-ડે મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ખૂબ નિરાશ નજરે પડ્યો. ત્રીજી વન-ડેમાં મળેલી હાર માટે ભારતીય ટીમને જવાબદાર ઠેરવી, જેના કારણે ટીમે 3 મેચોની સીરિઝ 1-2થી ગુમાવી દીધી. રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, મને નથી લાગતું કે લક્ષ્ય મોટું હતું. જો કે, વિકેટ બીજી ઇનિંગમાં પડકારપૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ મને નથી લાગતું કે અમે સારી બેટિંગ કરી. પાર્ટનરશિપ મહત્ત્વપૂર્ણ હોય છે અને આજે અમે તેને બનાવવામાં નિષ્ફળ રહ્યા.

તેણે કહ્યું કે, અમે જે પ્રકારે આઉટ થયા એ નિરાશાજનક હતું. અમે આ પ્રકારની વિકેટ પર રમતા મોટા થયા છીએ. ક્યારેક ક્યારેક તમારે પોતાને ચાંસ આપવાનો હોય છે. મહત્ત્વપૂર્ણ હતું કે, એક બેટ્સમેન અંત સુધી રમતો રહે, પરંતુ અમે બધા પોતાનું સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ એમ ન થયું. અમે જાન્યુઆરીથી 9 વન-ડે રમી છે. અમે તેનાથી ઘણી સકારાત્મક વસ્તુ લઈ શકીએ છીએ. આ આખી ટીમની હાર છે. એડમ જમ્પાએ 45 રન આપીને 4 મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને ભારત વિરુદ્ધ મોરચો ખોલી દીધો દીધો હતો. જેના કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રોહિત શર્માએ આગળ કહ્યું કે, અમારે સમજવાની જરૂરિયાત છે કે અમારે ક્યાં સુધાર કરવાની જરૂરિયાત છે. આ બધાની હાર છે, અમે આ સીરિઝથી ઘણું બધુ શીખી શકીએ છીએ. ઓસ્ટ્રેલિયન ટીમને શ્રેય મળવો જોઈએ. બંને સ્પિનરોએ દબાવ બનાવ્યો અને તેમના ફાસ્ટ બોલરોએ પણ. ભારતની આ ઘરમાં વર્ષ 2019 બાદ વન-ડે દ્વિપક્ષીય સીરિઝમાં પહેલી હાર છે. છેલ્લી વખત ઓસ્ટ્રેલિયાએ જ ભારતીય ટીમને 2-3થી ઘર આંગણે સીરિઝ હરાવી હતી. ત્યારબાદ ભારતીય ટીમે સતત ઘર આંગણે 7 વન-ડે સીરિઝ જીતી હતી.

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે પહેલા બેટિંગ કરતા 49 ઓવરમાં 269 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બોલિંગ કરતા સૌથી 3-3 વિકેટ હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે લીધી. જ્યારે અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી હતી. 270 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.1 ઓવરમાં 248 રન પર જ સમેટાઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી બોલિંગ કરતા સૌથી વધુ 4 વિકેટ એડમ જમ્પાએ લીધી, જ્યારે એશ્ટન એગરને 2 અને માર્કસ સ્ટોઈનિસ અને સેન એબોટને 1-1 વિકેટ મળી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.