ક્રિકેટના મેદાન પર આફ્રિદી-ગંભીરનો સામનો, ભારતીય ક્રિકેટરના રીએક્શને મચાવી સનસની

કતરમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની ત્રીજી સીઝનમાં પહેલી મેચમાં એશિયા લાયન્સે, ઈન્ડિયા મહારાજાને 9 વિકેટે હરાવી દીધી. મેચમાં ગૌતમ ગંભીરની બેટિંગ શાનદાર રહી અને અડધી સદી લગાવવામાં સફળ રહ્યા, પરંતુ એશિયા લાયન્સ તરફથી મિસ્બાહે હાહાકાર મચાવ્યો અને તેણે 50 બૉલમાં 73 રનની ઇનિંગ રમીને મહેફિલ લૂંટી. મેચ અગાઉ ટોસના સમયે એશિયા લાયન્સના કેપ્ટન શાહીદ આફ્રિદી અને ઈન્ડિયા મહારાજાસના કેપ્ટન ગૌતમ ગંભીરનો ઘણા સમય બાદ આમનો-સામનો થયો.

ટોસ બાદ શાહિદ આફ્રિદીએ ગૌતમ ગંભીર સાથે હાથ પણ મળાવ્યાં, પરંતુ ભારતીય પૂર્વ ક્રિકેટરનું રીએક્શન કઈક એવું હતું જેને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સ બનવા લાગ્યા. ફેન્સે ગૌતમ ગંભીરના રીએક્શનને લઈને જોક્સ અને મીમ્સ શેર કર્યા, જેણે લાઇમલાઇટે મળવીઓ લીધી છે. એ સમયે ગૌતમ ગંભીરનો ચહેરો ખૂબ ગંભીર નજરે પડ્યો અને તેણે આફ્રિદી સાથે આંખ પણ ન મળાવી. તેના ફોટો અને વીડિયો ખૂબ વાયરલ થાય બાદ ફેન્સ ખૂબ મજા લઈ રહ્યા છે.

એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું કે, બે બેસ્ટ ફ્રેન્ડ મળતા. જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે, અહીં જ ઝપાઝપી થઈ જાય. આ મેચમાં પણ ઘણી ઘટનાઓ થઈ જ્યારે ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી વચ્ચે ગરમાગરમી જોવા મળી. ઉલ્લેખનીય છે કે, જ્યારે ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી ઇન્ટરનેશનલ મેચો રમતા હતા અને ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ થતી હતી, ત્યારે આ બંને ખેલાડીઓ વચ્ચે પણ ખૂબ ગરમાગરમી જોવા મળી હતી. ઘણી વખત ખૂબ મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ જતી હતી. એક વખત ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી વચ્ચે ઝપાઝપીની નોબત આવી ગઈ હતી, પરંતુ સાથી ખેલાડીઓ અને અમ્પાયરે મામલો થાળે પાડ્યો હતો.

આ મેચની વાત કરીએ તો એશિયા લયન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એશિયા લયન્સે પહેલા બેટિંગ કરતા મિસબાહન 73 અને થરંગાના 40 રનની મદદથી સમિતિ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. ભારત માટે બોલિંગ કરતા આવના અને સ્ટુઅર્ટ બિન્નીને 2-2 વિકેટ મળી, જ્યારે ઈરફાન પઠાણ અને અશોક ડીંડાને 1-1 વિકેટ મળી હતી. 

166 રનનો પીછો કરવા ઉતરેલી ઈન્ડિયા મહારાજાસની શરૂઆત ખરાબ થઈ અને પહેલી જ ઓવરમાં રોબિન ઉથપ્પાએ વિકેટ ગુમાવી દીધી. જો કે ગૌતમ ગંભીર અને મુરલી વિજય વચ્ચે સારી પાર્ટનરશિપ થઈ, પરંતુ ભારતીય ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 156 રન જ બનાવી શકી.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.