- Sports
- ‘હું સમજુ છું કે..’, બેન સ્ટોક્સે તોડ્યું મૌન, જાડેજા-સુંદર સાથેના વ્યવહારને લઈને થઈ હતી નિંદા
‘હું સમજુ છું કે..’, બેન સ્ટોક્સે તોડ્યું મૌન, જાડેજા-સુંદર સાથેના વ્યવહારને લઈને થઈ હતી નિંદા
સ્ટોક્સે માન્ચેસ્ટરમાં ડ્રો થયેલી ચોથી ટેસ્ટની અંતિમ ક્ષણોમાં ઉભા થયેલા વિવાદ પર વાત કરી હતી. પાંચમા દિવસે જ્યારે મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી ત્યારે તેણે ભારતના રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સાથે હાથ મળાવવાની ઓફર કરી હતી, પરંતુ સદીની નજીક પહોંચી રહેલા બંને ભારતીય ખેલાડીઓએ ઓફર ઠુકરાવી દીધી અને બેટિંગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો. સ્ટોક્સ નારાજ નજરે પડી રહ્યો હતો અને જાડેજાને પૂછી રહ્યો હતો કે- શું તમે હેરી બ્રૂક સામે સદી ફટકારવા માગો છો?
હવે, ઇંગ્લેન્ડના કેપ્ટનનું કહેવું છે કે, હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. હું સમજું છું કે જાડેજા અને સુંદર કેમ સદી ફટકારવા માગતા હતા, પરંતુ હું મારા બોલરોને બોલિંગ કરાવવાનો નહોતો. અમે તેનાથી આગળ વધી ગયા છીએ, ભારત તેનાથી આગળ વધી ગયું છે. આવો એ 20 મિનિટ પર ધ્યાન ન આપીએ; આ એક શાનદાર સીરિઝ રહી છે. તેમણે કહ્યું. જાડેજા અને વોશિંગ્ટન રમતને તે મુકામ સુધી પહોંચાડવા માટે ખૂબ સારું રમ્યા અને તે સમજી શકાય છે કે તેઓ શા માટે સદી ઇચ્છતા હતા. અમે આગળ વધી ચૂક્યા છીએ અને આશા રાખીએ છીએ કે ભારત તે 20 મિનિટથી આગળ વધશે.
આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ગ્રાઉન્ડ સ્ટાફ વચ્ચે થયેલા ઝઘડા બાબતે પૂછવામાં આવ્યું, ત્યારે સ્ટોક્સે પોતાનો જવાબ સંક્ષિપ્તમાં આપ્યો- મને ખબર નથી, હું અહીં નહોતો. સીરિઝ 31 જુલાઈના રોજ તેના ચરમ પર પહોંચશે.
તેની સાથે જ, ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્ ભારત વિરુદ્વ અંતિમ ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ચૂક્યો છે, જેને લઇને ECBએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી દીધી છે. બેન સ્ટોક્સ જમણા ખભાની ઇજાને કારણે સીરિઝની અંતિમ ટેસ્ટ મેચમાંથી બહાર રહેશે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ઉપકેપ્ટન ઓલી પોપ હવે ગુરુવારથી ઓવલમાં શરૂ થનારી મેચમાં ટીમનું નેતૃત્વ કરશે, જેમાં ઇંગ્લેન્ડ 5 ટેસ્ટ મેચની સીરિઝમાં 2-1થી આગળ છે. ઇજાગ્રસ્ત કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ ઝડપી બોલર જોફ્રા આર્ચર આજથી શરૂ થનારી ભારત સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચનો હિસ્સો નહીં રહે.

