- Sports
- આ બૉલરે જણાવ્યું- કોહલી અને ધોની વચ્ચેનું અંતર, સંભળાવ્યો 10 વર્ષ જૂનો કિસ્સો
આ બૉલરે જણાવ્યું- કોહલી અને ધોની વચ્ચેનું અંતર, સંભળાવ્યો 10 વર્ષ જૂનો કિસ્સો
મહેન્દ્ર સિંહ ધોની ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે, જેની કેપ્ટન્સી હેઠળ ભારતે 2 વર્લ્ડ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) અને એક ચેમ્પિયન્સ ટ્રોફી (2013) જીતી હતી. કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ પ્રભાવિત કર્યા, તેને આ ફોર્મેટને જીવંત રાખવાનો શ્રેય પણ આપવામાં આવે છે. વન-ડે ક્રિકેટમાં બંનેએ જ 10,000થી વધુ રન બનાવ્યા છે. જોકે, એ માનવું પડશે કે ટેસ્ટમાં વિરાટનું પલડું ભારે છે. ધોનીએ ક્યારેય પણ ટેસ્ટમાં સદી ફટકારી નથી, જ્યારે વિરાટની 30 ટેસ્ટ સદીઓમાંથી 14 વિદેશી ધરતી પર આવી છે.
જોકે, શરૂઆતમાં આવું નહોતું. કોહલીના ટેસ્ટ કરિયરના શરૂઆતના દિવસોમાં મહેન્દ્ર સિંહ ધોની વિદેશી ધરતી પર કોહલી કરતા વધુ સારો હતો, ખાસ કરીને SENA દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર નીલ વેગનેરે જણાવ્યું કે કેવી રીતે વર્ષ 2014માં એક ટેસ્ટ દરમિયાન તે પોતાની રણનીતિથી કોહલીને પરેશાન કરવામાં સફળ રહ્યો હતો જ્યારે ધોની તેને સારી રીતે રમ્યો હતો.
વેગનરે રેડ ઇન્કર ક્રિકેટ પોડકાસ્ટમાં કહ્યું કે, મને યાદ છે કે આ ટેસ્ટ મેચમાં વિકેટ એકદમ સપાટ હતી, પરંતુ પીચ પર ગતિ અને ઉછાળ હતી. સીધી રેખામાં ઇડન પાર્કનું મેદાન ખૂબ નાનું છે, પરંતુ ચોરસ બાઉન્ડ્રી મદદરૂપ છે. મને યાદ છે કે મેં કેટલાક બાઉન્સર બૉલ ફેંક્યા હતા અને તેઓ તેને કેવી રીતે રમ્યા. ખાસ કરીને વિરાટ કોહલી થોડો અસ્થિર લાગી રહ્યો હતો. તે સમજી શકતો નહોતો કે તેણે આ બૉલ કેવી રીતે રમવા જોઈએ. રમવા જોઈએ કે આ બૉલ છોડી દેવા જોઈએ.
તેણે આગળ કહ્યું કે, મેં એમ વિચાર્યું હતું કે બૉલને ક્રોસ કરીને આંખોની દિશાથી આઉટસાઇડ ફેંકવામાં આવે. વિરાટ કોહલીએ પુલ કરતા ફ્રન્ટ ઓફ સ્ક્વેર પર મારવાનો પ્રયાસ કર્યો કેમ કે ત્યાં કોઈ ફિલ્ડર નહોતો. આ પ્રયાસમાં બૉલ તેના પગના અંગૂઠામાં વાગ્યો, જે બિજે વોટલિંગ પાસે ગયો.
વેગનર જે મેચની વાત કરી રહ્યો છે તે ફેબ્રુઆરી 2014માં ઓકલેન્ડમાં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે ચોથી ઇનિંગમાં ભારત માટે 407 રનનો ટારગેટ રાખ્યો હતો. વિરાટ કોહલીએ 67 રનની સારી ઇનિંગ રમી હતી, શિખર ધવને પણ સદી ફટકારીને સારી શરૂઆત આપી હતી. ધવને 115 રન બનાવ્યા હતા. ધોનીએ 39 રન બનાવ્યા હતા. ધોની અને કોહલીને નીલ વેગનરે આઉટ કર્યા હતા. ન્યૂઝીલેન્ડે આ મેચ 40 રનથી જીતી હતા. ભારતે 270 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા અને ધોની વચ્ચે 54 રનની ભાગીદારીએ ભારતની જીતની આશા જીવંત રાખી હતી, પરંતુ જોડી તૂટી ગયા બાદ પરિસ્થિતિ ફરી બદલાઈ ગઈ.
વેગનરે આગળ કહ્યું કે, પછી એવું લાગી રહ્યું હતું કે ધોની અને જાડેજા આ લક્ષ્યનો પીછો કરીને એક શાનદાર ઇનિંગ રમશે. એવું લાગતું નહોતું કે ધોનીને અમારા બૉલ રમવામાં વધારે મુશ્કેલી પડી રહી છે. હું એવું વિચારી રહ્યો હતો કે હું ધોનીને ધીમો બાઉન્સર બૉલ ફેંકીશ. મેં આમ કર્યું અને તેણે તેને જે પ્રકારે આગળ વધાર્યો, હું તેનાથી હેરાન રહી ગયો.

