- Sports
- પર્વતારોહી અરુણિમાએ મેળવી અનોખી સિદ્ધિ, PM મોદીએ પણ આપી શુભેચ્છાઓ
પર્વતારોહી અરુણિમાએ મેળવી અનોખી સિદ્ધિ, PM મોદીએ પણ આપી શુભેચ્છાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્વતારોહી અરુણિમાં સિન્હાને સફળતાપૂર્વક એન્ટાર્કટિકાના સૌથી ઉપરના ટોચ માઉન્ટ વિન્સન પર પહોંચવાને લીધે શુભેચ્છાઓ પાઠવી છે. અધિકારીક ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'અરુણિમાં સિન્હાને સફળતાની નવી ઉંચાઈ પર પહોચવા માટે ખૂબ ખૂબ અભિનંદન.
તેમણે કહ્યું, 'તેઓ ભારતનું ગર્વ છે, જેમાં તેમણે મહેનત અને લગનથી પોતાની નવી ઓળખ બનાવી છે. તેમને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. અરુણિમાં પ્રથમ દિવ્યાંગ મહિલા છે જે માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી હતી. અરુણિમાંએ પોતાની હાલની સફળતાને લઈને ટ્વીટ કરતા પ્રધાનમંત્રી મોદીને ટેગ કર્યા હતા.
The wait is over
— Dr. Arunima Sinha (@sinha_arunima) January 3, 2019
we are glad to share with you
The World record
World's 1st woman amputee who climbed Mount Vinson (highest peak of Antarctica) has become to the name of our country India??
Thank's to all for their blessings and pray
Jai Hind@PMOIndia @narendramodi @Ra_THORe
તેમણે લખ્યું, 'રાહ પૂરી થઇ, મને તમારી શાથે શેર કરતા આનંદ થાય છે કે માઉન્ટ વિન્સન (એન્ટાર્કટિકાની સૌથી ઉંચી ટોચ) પર પહોંચવાવાળી દુનિયાની પ્રથમ દિવ્યાંગ મહિલાનો વિશ્વ રેકોર્ડ આપણા દેશના નામે થઇ ગયો છે. તેમણે લખ્યું, 'બધાના આશીર્વાદ તથા પ્રાથના માટે આભાર, જય હિન્દ.'

