સરફરાઝનો મોટો ખુલાસો, સિલેક્ટર્સે બાંગ્લાદેશમાં તક આપશે એવું કહ્યું હતું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી મહિનાથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થવાની છે. આ મહત્ત્વની સીરિઝ માટે ભારતીય ટીમનું સિલેક્શન પહેલી 2 મેચો માટે થઇ ગયું છે, પરંતુ આ લિસ્ટમાં યુવા બેટ્સમેન સરફરાઝ ખાનનું નામ સામેલ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી સરફરાઝ ખાને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી છે, જેના કારણે તેનું સિલેક્શન થવું લગભગ પાક્કું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે તેનું નામ લિસ્ટમાં આવ્યું નથી, જ્યારે ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં પહેલી વખત જગ્યા મળી છે.

ભારતીય ટીમમાં સિલેક્શન ન થવાને લઇને સરફરાઝ ખાને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘જ્યારે ટીમની જાહેરાત થઇ અને તેમાં મારું નામ નહોતું તો હું ખૂબ દુઃખી થયો. આ દુનિયામાં મારી જગ્યાએ કોઇ પણ હોત તો દુઃખી થાત કેમ કે મને સિલેક્ટ કરવાની આશા હતી, પરંતુ મારું સિલેક્શન ન કરવામાં આવ્યું. જ્યારે અમે ગુવાહાટીથી દિલ્હી જઇ રહ્યા હતા તો હું આખો દિવસ ઉદાસ હતો. હું વિચારી રહ્યો હતો કે એવું શું અને કેમ થયું?

તેણે આગળ કહ્યું કે, હું ખૂબ એકલો અનુભવી રહ્યો હતો અને હું એ સમયે રડ્યો પણ હતો. સરફરાઝ ખાને ખુલાસો કર્યો કે, રણજી ટ્રોફી ફાઇનલ દરમિયાન તેની વાત સિલેક્ટર્સ સાથે થઇ હતી, જેમાં તેમણે સંદર્ભમાં જણાવ્યું હતું કે બેંગ્લોરમાં રણજી ટ્રોફી ફાઇનલ દરમિયાન જ્યારે મેં સદી બનાવી તો હું સિલેક્ટર્સને મળ્યો. મને કહેવામાં આવ્યું હતું કે ‘તને બાંગ્લાદેશમાં ચાંસ મળશે. તેના માટે તૈયાર રહે.’ હાલમાં જ હું ચીફ સિલેક્ટર ચેતન શર્મા સરને મળ્યો, જ્યારે અમે મુંબઇ હોટલમાં ચેકિંગ કરી રહ્યા હતા.

તેમણે મને નિરાશ ન થવા કહ્યું અને કહ્યું કે, મારો સમય આવશે. સારી વસ્તુ થવામાં સમય લાગ છે. તું ભારતીય ટીમમાં જગ્યા બનાવવા માટે ખૂબ નજીક છે. તને પોતાનો ચાંસ મળશે. ભારતીય ટીમના સિલેક્શન બાદ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં સરફરાઝે સિલેક્ટર્સ દ્વારા નજરઅંદાજ કરવા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે, ‘ટીમ સિલેક્શનના આગામી દિવસે હું આસામ (રણજી ટ્રોફી મેચ બાદ)થી દિલ્હી આવ્યો અને આખી રાત સૂઇ ન શક્યો.

હું પોતાને પૂછતો રહ્યો કે આખરે હું ત્યાં (સ્ક્વોડમાં) કેમ નથી? પરંતુ મારા પિતા સાથે વાત કર્યા બાદ સારું અનુભવી રહ્યો છું. હું પ્રેક્ટિસ છોડવાનો નથી. હું ડિપ્રેશનમાં નહીં આવું. સતત પ્રયત્ન કરતો રહીશ. જો કે, તેણે માન્યું કે ક્યાંક ને ક્યાંક તેને પણ ખરાબ લાગે છે કેમ કે તે પણ વ્યક્તિ છે, કોઇ મશીન નહીં. સરફરાઝે કહ્યું કે, હું પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. એ કોઇ પણ માટે નેચરલ છે. ખાસ કરીને આટલા રન બનાવ્યા બાદ. હું પણ વ્યક્તિ છું. મશીન નથી, મારી પણ ભાવનાઓ છે. મેં પોતાના પિતા સાથે વાત કરી અને દિલ્હી આવ્યો. અમે દિલ્હીમાં પ્રેક્ટિસ કરી.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.