- Sports
- ‘રાજનીતિ જીતી ગઈ, શ્રેયસ ઐય્યર હારી ગયો’, BCCI પર લાગ્યો આ ગંભીર આક્ષેપ
‘રાજનીતિ જીતી ગઈ, શ્રેયસ ઐય્યર હારી ગયો’, BCCI પર લાગ્યો આ ગંભીર આક્ષેપ
BCCIએ એશિયા કપ 2025 માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં કુલ 15 શ્રેષ્ઠ ખેલાડીઓને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જોકે, શ્રેયસ ઐય્યરને ફરી એકવાર નજરઅંદાજમાં કરી દેવામાં આવ્યો છે. શ્રેયસ ઐય્યરનું પ્રદર્શન T20 ફોર્મેટમાં ખૂબ સારું રહ્યું છે અને તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં પણ ધમાકેદાર બેટિંગ કરી હતી, છતા તે ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. ઘણા ભારતીય ફેન્સે તેને લઈને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે એમ પણ લખ્યું છે કે, ‘રાજનીતિ જીતી ગઈ અને શ્રેયસ ઐય્યર હારી ગયો.’
શ્રેયસ ઐય્યર હાલમાં ભારતના શ્રેષ્ઠ મિડલ ઓર્ડર બેટ્સમેનોમાંથી એક છે. તેણે ભારતીય ટીમ માટે અત્યાર સુધી 51 T20 મેચ રમી છે જેમાં તેણે 30.66ની સરેરાશ અને 136.12ની સ્ટ્રાઇક રેટથી 1104 રન બનાવ્યા છે. તેણે 8 અડધી સદી ફટકારી છે અને તેનો બેસ્ટ સ્કોર નોટ આઉટ 74 રન છે. ઐય્યરે IPL 2025માં પંજાબ કિંગ્સ (PBKS) ટીમની કેપ્ટન્સી કરી હતી. તેની કેપ્ટન્સીમાં પંજાબ કિંગ્સે ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી.
https://twitter.com/chixxsays/status/1957740844066419028
શ્રેયસ ઐય્યરે IPL 2025માં પંજાબ કિંગ્સ માટે રમતા 17 મેચમાં 50.33ની સરેરાશ અને 175.07ની સ્ટ્રાઇક રેટથી 604 રન બનાવ્યા હતા. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો ખેલાડી હતો. તેણે 6 અડધી સદી ફટકારી હતી અને શાનદાર બેટ્સમેનનો બેસ્ટ સ્કોર નોટઆઉટ 97 રન હતો. આવા આંકડા હોવા છતા શ્રેયસ ઐય્યરને T20 ટીમમાં જગ્યા મળી રહી નથી.
https://twitter.com/SaviourShrey96/status/1957739708856832020
તેણે ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની છેલ્લી T20 મેચ રમી હતી. ભારતે આ મેચ 6 રનથી જીતી હતી અને શ્રેયસ ઐય્યરે 37 બૉલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રનની તોફાની ઇનિંગ રમી હતી.
https://twitter.com/chixxsays/status/1957748407931662669
ઘણા લોકો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ટ્રોલ કરી રહ્યા છે કારણ કે, તે શ્રેયસ ઐય્યરને તક આપી રહ્યા નથી. એટલું જ નહીં, ભારતીય પુરુષ ટીમના મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે શ્રેયસ ઐય્યરને લઈને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે કે શ્રેયસ ઐય્યર ટીમમાં જગ્યા બનાવતા ચૂંકી ગયો. તેમાં તેની કોઈ ભૂલ નથી કે ન તો અમારી. તેણે પોતાની તકની રાહ જોવી પડશે.’
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બૂમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડી: રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જાયસ્વાલ, પ્રસિદ્ધ કૃષ્ણ, વોશિંગ્ટન સુંદર.

