સૌરવ ગાંગુલીના મતે રિષભ પંત આટલા સમયમાં ટીમમાં કમબેક કરી શકે છે

ગયા વર્ષના અંતમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇને બહાર થનારા રિષભ પંતને લઇને બધાના મનમાં સવાલ છે કે, આ યુવા વિકેટકીપર બેટ્સમેન ભારતીય ટીમમાં ક્યારે વાપસી કરશે. આ સવાલનો જવાબ પૂર્વ ભારતીય કેપ્ટન, પૂર્વ BCCI અધ્યક્ષ અને દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ આપ્યો છે. સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, રિષભ પંતને ભારત માટે ફરી રમવામાં કદાચ 2 વર્ષનો સમય લાગી શકે છે. એક ન્યૂઝ એજન્સી સાથે ખાસ વાતચીત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, દિલ્હી કેપિટલ્સ (DC)માં રિષભ પંતની કમી પૂરી કરવાનું મુશ્કેલ હશે અને હાલમાં ટીમે અત્યારે રિપ્લેસમેન્ટને લઇને છેલ્લો નિર્ણય લીધો નથી.

તેમણે જણાવ્યું કે, ડાબા હાથના ખેલાડી રિષભ પંતના અકસ્માત બાબતે તેઓ ઘણી વખત તેની સાથે વાતચીત કરી ચૂક્યા છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, મેં તેની સાથે ઘણી વખત વાત કરી છે કે તે ઇજા અને સર્જરીના કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે અને હું તે સારો થવાની કામના કરું છું. એક વર્ષમાં કે કેટલાક વર્ષમાં, તે ભારત માટે પાછો રમશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીથી રુડકી જતી વખત રિષભ પંતની ગાડીનો ભીષણ અકસ્માત થઇ ગયો ગયો હતો.

આ અકસ્માત બાદ તે ગમે તેમ કાર બહાર આવી ગયા બાદ કારમાં આગ લાગી ગઇ હતી. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં તેની સારવાર થઇ રહી હતી અને પછી તેને મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ જ રિષભ પંતે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં તે સ્ટીકના સહારે ચાલતો નજરે પડી રહ્યો હતો.

દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ એવી પણ જાણકારી આપી કે, ટીમે અત્યાર સુધી રિષભ પંતના રિપ્લેસમેન્ટના રૂપમાં કોઇ નામ ફાઇનલ કર્યું નથી. આ રેસમાં અભિષેક પેરોલ, શેલ્ડન જેક્સનનું નામ સામે આવી રહ્યી છે. તેમણે કહ્યું કે, અમને અત્યારે પણ થોડા સમયની જરૂરિયાત છે. આગામી કેમ્પ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલા શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે કોલકાતામાં 3 દિવસીય કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં પૃથ્વી શૉ, ઇશાંત શર્મા, ચેતન સકારિયા, મનીષ પાંડે સિવાય અન્ય ઘરેલુ ખેલાડી નજરે પડ્યા હતા.

About The Author

Related Posts

Top News

મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

મેટાએ નવા સ્માર્ટ ચશ્મા રજૂ કર્યા છે, જે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ વખતે માર્ક ઝુકરબર્ગની કંપની...
Tech and Auto 
મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.