- Sports
- એશિયા કપની ચાલુ મેચમાં બેટિંગ સમયે શ્રીલંકન ખેલાડીને ખબર પડી કે પિતા હવે નથી રહ્યા
એશિયા કપની ચાલુ મેચમાં બેટિંગ સમયે શ્રીલંકન ખેલાડીને ખબર પડી કે પિતા હવે નથી રહ્યા
લંકાના ઓલરાઉન્ડર દુનિથ વેલ્લાલાગેના પિતાનું અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન નિધન થઈ ગયું હતું. વેલ્લાલાગેને મેચ દરમિયાન જ આ વાતની જાણકારી આપી દેવામાં આવી હતી. શ્રીલંકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુનિથના પિતા સુરંગા વેલ્લાલાગેને હાર્ટએટેક આવ્યો હતો. અફઘાનિસ્તાન સામેની મેચ પણ વેલ્લાલાગે માટે નિરાશાજનક રહી. તેણે 4 ઓવરમાં 49 રન આપ્યા અને માત્ર એક વિકેટ લીધી હતી.
માત્ર એટલું જ નહીં, મોહમ્મદ નબીએ ઇનિંગની અંતિમ ઓવર ફેંકવા આવેલા વેલ્લાલાગે વિરુદ્ધ સતત 5 છગ્ગા ફટકાર્યા હતા. સોશિયલ મીડિયા પર વેલ્લાલાગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ટીમ મેનેજર અને સપોર્ટ સ્ટાફ તેને સાંભળતા જોવા મળી રહ્યા છે. જોકે વેલ્લાલાગે પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો છતા તે પેડ અપ થઈને મેદાન પર ઉતરવા તૈયાર હતો.
https://twitter.com/iamajayjangirr/status/1968760263764586535
આ મેચની વાત કરીએ તો શ્રીલંકન ટીમે આ મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી. ટીમે માત્ર 71 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ છેલ્લી ઓવરોમાં રાશિદ ખાન અને મોહમ્મદ નબીની તોફાની બેટિંગથી અફઘાનિસ્તાને સીમિત 20 ઓવરમાં 169 રનનો સ્કોર ઊભો કારી દીધો હતો. આ સ્કોરના જવાબમાં શ્રીલંકાની ટીમે જોરદાર રમત રમી. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે 52 બોલમાં 74 રનની ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા પણ ફટકાર્યા. આ ઉપરાંત કુસલ પરેરાએ 28 રન અને કામિન્દુ મેન્ડિસે 24 રનનું યોગદાન આપ્યું. આ જીત સાથે શ્રીલંકાએ સુપર-4માં પોતાની જગ્યા બનાવી લીધી, જ્યારે અફઘાનિસ્તાન એશિયા કપમાંથી બહાર થઈ ગઈ. બાંગ્લાદેશ સુપર-4માં પહોંચનારી આ ગ્રુપની બીજી ટીમ બની.

