ઇંગ્લિશ કમેન્ટેટર્સે ભારતીય ફેન્સની કરી નિંદા, સુનિલ ગાવસ્કરે લીધા આડે હાથ

ઇંગ્લેન્ડે રવિવારે એશેજ 2023 સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે 3 વિકેટે જીત હાંસલ કરીને વાપસી કરી. હેડિંગ્લે મેદાન પર રમાયેલી આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને જીત માટે 251 રનોનું લક્ષ્ય મળ્યું હતું, જેને ટીમે ચોથા દિવસે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે ઇંગ્લિશ કમેન્ટેટર્સને જોરદાર ફટકાર લગાવી હતી. સુનિલ ગાવસ્કરે એશેજ દરમિયાન ભારતીય ફેન્સ પર ટિપ્પણી માટે અંગ્રેજી કમેન્ટેટર્સની નિંદા કરી છે.

ઇંગ્લિશ કમેન્ટેટર્સનું કહેવું છે કે, ભારતીય ફેન્સ પોતાની હોમ ટીમને જ સપોર્ટ કરતા નજરે પડે છે, પરંતુ સુનિલ ગાવસ્કરે કમેન્ટેટર્સની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એવું માત્ર ભારતમાં જ થતું નથી, એવું દરેક દેશમાં થાય છે. સુનિલ ગાવસ્કરે પોતાની મિડ-ડે કોલમમાં લખ્યું કે, ‘એ સ્વાભાવિક છે કે ફેન્સ પોતાની જ ટીમનું સમર્થન કરશે અને વિરોધીઓનો ઉત્સાહ નહીં વધારે, પરંતુ એમ કહેવું કે એ માત્ર ભારતમાં થાય છે, એ યોગ્ય નથી. આ કોઈ ભારતીય ઘટના નથી, પરંતુ દરેક દેશમાં એમ થાય છે જ્યાં ઘરેલુ ફેન્સ ત્યારે ચૂપ રહે છે જ્યારે તેમના બોલરો વિરુદ્ધ બાઉન્ડ્રી લાગે છે કે તેમના બેટ્સમેન આઉટ થાય છે.’

તેમણે આગળ કહ્યું કે, ‘હાલની એશેજ સીરિઝમાં વધુ સ્પષ્ટ ક્યાંય નથી. વિદેશી કમેન્ટેટર્સ જ્યારે તેઓ ભારત આવે છે તો કહેતા રહે છે કે જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન આઉટ થઈ જાય છે કે જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન ફોર મારે છે તો મેદાન પર ભારતીય ભીડ કેટલી શાંત થઈ જાય છે. એ સિવાય સુનિલ ગાવસ્કરે ઇંગ્લિશ મીડિયા જે પ્રકારે બીજી ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોના રનઆઉટ કવર કરી રહી છે, તેની પણ ખૂબ નિંદા કરી હતી.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘સામાન્ય રીતે જ્યારે ક્રિકેટ જગત લૉર્ડમાં બીજી ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોની સ્ટમ્પિન્ગને યોગ્ય અને અયોગ્ય પર ચર્ચા કરવામાં વ્યસ્ત છે. તેનાથી બેન સ્ટૉક્સની અદ્દભુત ઇનિંગ પાછળ છૂટી ગઈ. એ એ વાતનું શાનદાર ઉદાહરણ છે કે એટલી નાની વસ્તુઓ મોટા ભાગે વધુ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર ભારે પડી જાય છે. આ વિદેશી મીડિયા દ્વારા વર્ષોથી ઉપયોગ કરવામાં આવતી રણનીતિ છે. જ્યાં ટીમની મોટી નિષ્ફળતાને છુપાવવા માટે એક નાનકડી ઘટનાને અંજામ આપવામાં આવે છે.

Related Posts

Top News

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Copyright (c) Khabarchhe All Rights Reserved.