- Sports
- ધૂમ્મસને કારણે ક્રિકેટ મેચ રદ થઈ જાય તો શું લોકોને પૈસા પાછા મળે? જાણો BCCIના નિયમ
ધૂમ્મસને કારણે ક્રિકેટ મેચ રદ થઈ જાય તો શું લોકોને પૈસા પાછા મળે? જાણો BCCIના નિયમ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનૌમાં ચોથી T20I ધુમ્મસને કારણે રદ કરી દેવામાં આવી હતી. ધુમ્મસ એટલું ગાઢ હતું કે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં ચોથી T20I મેચમાં એક બૉલ ફેંકાવાની વાત તો દૂર, ટોસ પણ થઈ શક્યો નહોતો. હવે મોટો પ્રશ્ન એ છે કે, દર્શકોના પૈસાનું શું થયું? શું તેમને પૈસા પાછા મળશે કે પછી વેસ્ટ થઇ જશે? આ અંગે BCCIના નિયમો શું છે? લખનૌમાં ધુમ્મસ જતો રહે અને મેચ શરૂ થઇ જાય તેના માટે 3 કલાક રાહ જોવામાં આવી હતી. પરંતુ જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે આખરે મેચ રદ કરી દેવામાં આવી, ત્યારબાદ ફેન્સ નિરાશ થઇને ઘરે જતા રહ્યા.
મેચ રદ થવા પર ટિકિટ રિફંડ માટેના નિયમ શું છે?
હવે પ્રશ્ન એ છે કે, ટિકિટના પૈસાના રિફંડનું શું? શું ફેન્સને તેમના પૈસા મળશે કે નહીં? આ અંગે BCCIના 2 નિયમો છે. પહેલો નિયમ કહે છે કે જો એક પણ બૉલ ફેંક્યા વિના મેચ રદ થઇ જાય છે, તો ટિકિટ બુકિંગ ફી બાદ કરીને બાકીના બધા પૈસા ક્રિકેટ ફેન્સને પરત કરવામાં આવશે. બીજો નિયમ કહે છે કે જો મેચ શરૂ થઇ જાય અને હવામાનને કારણે પાછળથી રદ થાય છે, તો ટિકિટના પૈસા પાછા આપવામાં નહીં આવે.
https://twitter.com/BCCI/status/2001325622224978402?s=20
ટિકિટ રિફંડ અંગે BCCIના નિયમો જાણ્યા બાદ લખનૌના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી. ભલે તેઓ મેચ ન જોઈ શકવાને કારણે નિરાશ હોય, પરંતુ તેમના પૈસા સુરક્ષિત છે. વેસ્ટ થયા નથી, કારણ કે લખનૌમાં T20I મેચ એક પણ બોટલ ફેંકાયા વિના રદ થઇ ગઇ હતી. ક્રિકેટ ફેન્સને તેમની ટિકિટના પૈસા ક્યારે પરત મળશે તેને લઇને સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને સત્તાવાર ટિકિટિંગ ભાગીદાર તરફથી ટૂંક સમયમાં માહિતી શેર કરવામાં આવશે.
દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચોની T20 સીરિઝ વાત કરીએ તો અત્યાર સુધી સમાયેલી 4 મેચ બાદ ભારત 2-1થી આગળ છે. ભારતે કટકમાં રમાયેલી પહેલી T20I જીતી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ મુલ્લાંપુરમાં રમાયેલી બીજી T20I જીતીમે સીરિઝમાં વાપસી કરી હતી. તો ભારતે ધર્મશાળામાં ત્રીજી T20Iમાં ફરી જીત હાંસલ કરી હતી. ચોથી T20I રદ થયા બાદ, બંને ટીમો વચ્ચે સીરિઝની પાંચમી અને અંતિમ T20I હવે 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

