- Sports
- ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો નથી વેચાતી!, દર્શકો તરફથી કોઈ પ્રતિભાવ નથી મળી રહ્યો, શું આ બોયકોટની અસર...
ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો નથી વેચાતી!, દર્શકો તરફથી કોઈ પ્રતિભાવ નથી મળી રહ્યો, શું આ બોયકોટની અસર તો નથી ને?
એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે (રવિવારે) ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. સામાન્ય રીતે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો થોડી મિનિટોમાં જ વેચાઈ જાય છે, પરંતુ આ વખતે એવું બન્યું નથી. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી મેચ માટે દર્શકોમાં બહુ ક્રેઝ નથી. ટિકિટો હજુ પણ ઉપલબ્ધ છે, પરંતુ લોકો તેને નથી ખરીદી રહ્યા. ગુરુવાર (11 સપ્ટેમ્બર) સાંજ સુધી અડધાથી વધુ ટિકિટો ઉપલબ્ધ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2023માં આ જ મેદાન પર રમાયેલી છેલ્લી મેચની બધી ટિકિટો માત્ર ચાર મિનિટમાં વેચાઈ ગઈ હતી.
ગુરુવારે રાત્રે 9 વાગ્યા સુધી દુબઈ સ્ટેડિયમના લગભગ 50 ટકા સ્ટેન્ડમાં ટિકિટો ઉપલબ્ધ હતી. આ ટિકિટોની શરૂઆતની કિંમત 99 US ડૉલર (8742 રૂપિયા) હતી, જ્યારે પ્રીમિયમ સીટોની કિંમત 4,534 US ડૉલર (લગભગ 4 લાખ રૂપિયા) હતી. ટિકિટોનું વેચાણ 29 ઓગસ્ટથી સત્તાવાર ભાગીદાર પ્લેટિનમલિસ્ટના માધ્યમથી શરૂ થયું હતું. જોકે, એશિયા કપ ગ્રુપ-સ્ટેજ મેચોની ટિકિટો, જેની શરૂઆતી કિંમત 13 US ડૉલર (રૂ. 1,148) છે, તે વેચાઈ ગઈ છે. આ સહિત સાત મેચનું ખાસ પેકેજ પણ લગભગ 14,000 દિરહામ (રૂ. 3.36 લાખ)માં ઓફર કરવામાં આવ્યું હતું.
આ મેચનો સમય પહેલગામ આતંકવાદી હુમલા અને ભારતના 'ઓપરેશન સિંદૂર' પછી આવ્યો છે, જેમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK)માં આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. કેટલાક ભારતીય ક્રિકેટરો અને નિષ્ણાતો દ્વારા બહિષ્કારની હાકલ કરવામાં આવી છે અને બંને દેશોએ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં નિયમિતપણે એકબીજાનો સામનો કરવો જોઈએ કે કેમ તે અંગે ચર્ચા તીવ્ર બની છે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે શાંતિ જાળવવા અને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરતા કહ્યું, 'બસ જાઓ અને જીતો. જેમનું કામ રમવાનું છે, તેઓએ ફક્ત રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બીજું કંઈ કહેવાની જરૂર નથી. તેને મોટો મુદ્દો ન બનાવો. સરકાર પોતાનું કામ કરશે અને ખેલાડીઓએ પોતાનું કામ કરવું જોઈએ.' ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પુનરોચ્ચાર કર્યો છે કે તે કેન્દ્ર સરકારની નીતિનું પાલન કરે છે અને ફક્ત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ પાકિસ્તાન સામે રમે છે.

