વિરાટ કોહલીને મળવા મેદાનમાં પહોંચી ગયો ફેન, જાણો પછી શું થયું..

ભારતે રવિવારે શ્રીલંકાને 317 રનના મોટા અંતરથી ધૂળ ચટાડી હતી અને તેની સામેની ત્રણ વનડે મેચની સીરિઝને 3-0થી જીતીને તેમના સૂપડા સાફ કરી દીધા હતા. ભારતની આ જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો, જેણે 166 રનની નોટઆઉટ ઈનિંગ રમીને ભારતે 390ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ્યારે ભારતીય ટીમ શ્રીલંકાને 73 રન પર ઓલ આઉટ કર્યા પછી એક બીજાના સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે મેદાન પર વિરાટ કોહલીનો જબરો ફેન બધી સુરક્ષાને પાર કરી સીધો મેદાનમાં કોહલી પાસે પહોંચી ગયો હતો.

ફેનને આ રીતે ટીમ તરફ ભાગતો આવતા દોઈ પહેલા તો બધા ખેલાડીઓ હેરાન રહી ગયા હતા કારણ કે આ સુરક્ષા સાથે જોડાયેલો મામલો હતો. પરંતુ જ્યારે આ ફેન જઈને સીધો વિરાટ કોહલીને પગે લાગે છે તો બધા સમજી ગયા કે તે કિંગ કોહલીનો જબરો ફેન છે. આ ફેને વિરાટ કોહલીને પગે લાગવાની સાથે ફોટો પણ પડાવ્યો હતો. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીની સાથે આ ફેનનો ફોટો ખેંચી તેના સપનાને પૂરું કર્યું હતું. જોકે તેના પછી સુરક્ષાકર્મી આ ફેનને મેદાનની બહાર લઈ ગયા હતા.

આ ઘટનાનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. શ્રીલંકા સામેની ત્રીજી વનડે ઈન્ટરનેશનલ મેચની વાત કરીએ તો વિરાટકોહલી(166) અને શુભમન ગિલ(116)ના લાજવાબ શતકની મદદથી ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરતા બોર્ડ પર 390 રન બનાવવામાં ટીમ સફળ રહી હતી. આ વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ માત્ર 73 રનમાં જ ઢેર થઈ ગઈ હતી. મહેમાનોના ત્રણ જ બેટ્સમેનો બે અંકના આંકડાને પાર કરવામાં સફળ રહ્યા હતા.

આ દરમિયાન ભારત માટે બોલિંગમાં મોહમ્મદ સિરાઝ ચમક્યો હતો અને તેણે ચાર વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવ અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. ભારતે વનડે સીરિઝ પહેલા શ્રીલંકાને T20 સીરિઝમાં પણ 2-1થી માત આપી હતી. શ્રીલંકા પછી હવે ભારતીય ટીમ 18 જાન્યુઆરીના ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની વનડે સીરિઝ રમવાની છે, જેના પછી કીવી ટીમ સાથે ત્રણ મેચની T20 સીરિઝ પણ રમવાની છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.