IPL ઓક્શનમાં કોઈ ટીમે બોલી ન લગાવી ગુસ્સામાં એકલા હાથે 227 રન બનાવી દીધા

આજકાલ, IPLની આગામી સીઝન એટલે કે IPL 2026ને લઈને વાતાવરણ ગરમાયું છે. 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં હરાજી થઈ હતી. બધી 10 ટીમોએ 77 ખેલાડીઓ પર 215 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. 350થી વધુ ખેલાડીઓ આ હરાજીમાં ઉતર્યા હતા, જેમાંથી ફક્ત 77 વેચાયા હતા, અને બાકીના વેચાયા વગરના રહી ગયા હતા. વેચાયા ન હોય તેવા ખેલાડીઓમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભૂતપૂર્વ સ્ટાર ઓપનર પણ હતો, જેની કોઈપણ ટીમ દ્વારા કોઈ બોલી લગાવવામાં આવી ન હતી અને તે વેચાયો ન હતો. હરાજીના માત્ર બે દિવસ પછી, આ બેટ્સમેને 227 રન ફટકાર્યા અને એ બતાવી દીધું કે, કોઈ ખેલાડીનું દિલ તૂટી જાય છે તો તે કેટલો ખતરનાક થઇ જાય છે.

Devon-Conway1
onecricket.com

આ ડાબા હાથના ઓપનરે તેની 227 રનની ઇનિંગમાં કુલ 31 ચોગ્ગા ફટકાર્યા, અને એક રીતે એ બતાવી દીધું કે, ટીમોએ તેને પસંદ ન કરીને મોટી ભૂલ કરી છે. આ બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં ખુબ જ ખતરનાક ઇનિંગ રમી છે. તે પોતાની ટીમ માટે ક્રીઝ પર મજબૂતીથી ઉભો રહ્યો અને વિરોધી બોલરોને પરસેવો પાડી દીધો. એક રીતે બોલરો તેની સામે લાચાર બની ગયેલા નજરે આવ્યા હતા. અહીં જે વ્યક્તિની ચર્ચા થઈ રહી છે, તે બીજું કોઈ નહીં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL રમનાર ડેવોન કોનવે છે, જેને IPL 2026ની હરાજીમાં એક પણ પૈસો મળ્યો ન હતો. 10 ટીમોમાંથી કોઈ પણ ટીમે તેને લેવામાં રસ બતાવ્યો નહીં.

હકીકતમાં, હાલમાં ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે, જેની ત્રીજી મેચ માઉન્ટ મઉંગાનુઈના બે ઓવલ ખાતે રમાઈ રહી છે. કિવીઓએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, અને આ નિર્ણય સાચો સાબિત પણ થયો. ઓપનર ડેવોન કોનવે અને ટોમ લાથમે પ્રથમ વિકેટ માટે 323 રનની રેકોર્ડ ભાગીદારી કરી, જેનાથી ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ. પહેલા દિવસનો સ્કોર 1 વિકેટે 334 રન હતો. ટોમ લાથમે 137 રન બનાવ્યા, જ્યારે કોનવેએ 227 રનની યાદગાર ઇનિંગ રમી.

Devon-Conway2
indiatoday.in

વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલા દિવસે કોનવે અણનમ રહ્યો. ત્યારપછી તેણે બીજા દિવસના પહેલા સત્રમાં શાનદાર બેટિંગ કરી. પહેલા દિવસે તેણે 279 બોલમાં 25 ચોગ્ગા સાથે 178 રન બનાવ્યા હતા. ત્યારપછી, બીજા દિવસે, તેણે તેની બેવડી સદી પૂર્ણ કરી. તે 367 બોલમાં 31 ચોગ્ગા સાથે 227 રન બનાવીને જસ્ટિન ગ્રીવ્સ દ્વારા LBW આઉટ થયો. આ ઇનિંગની ખાસ વાત એ હતી કે, તેણે એકલા હાથે 31 ચોગ્ગા ફટકાર્યા. તેણે એકલા હાથે વેસ્ટ ઈન્ડિઝના બોલરોને ભારે પડ્યો હતો. આ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી બેવડી સદી હતી. તેણે કિવી ટીમ માટે 32 ટેસ્ટમાં 2433 રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદી અને 6 સદીનો પણ સમાવેશ થાય છે.

Devon-Conway3
m.rediff.com

ડેવોન કોનવે IPL 2026ની હરાજીમાં રૂ. 2 કરોડ (આશરે 20 મિલિયન ડૉલર)ની બેઝ પ્રાઈઝ સાથે પ્રવેશ કર્યો હતો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. આ કિવી ઓપનરે IPLમાં કુલ 29 મેચ રમી છે, જેમાં 11 અડધી સદી સહિત 1080 રન બનાવ્યા છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 92 અણનમ છે. ચાહકોને આશા હતી કે, ચેન્નાઈ સુપર કિંગ્સ તેમને પાછા ખરીદશે, પરંતુ આ વખતે ચેન્નાઈએ યુવા ખેલાડીઓમાં રોકાણ કર્યું છે.

About The Author

Related Posts

Top News

મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

સોશિયલ મીડિયા પર એક કિસ્સો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો હેરાની, ગુસ્સો અને શરમ અનુભવી...
National 
મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ

આ સમાચાર વાંચ્યા બાદ, બીજી વાર ઓર્ડર નાઉ બટન દબાવતા પહેલા તમારા હાથ ચોક્કસ ધ્રૂજશે! આપણે બધા જાણીએ છીએ...
Lifestyle 
રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણ માટે આ જ યોગ્ય સમય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજકોટ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ને સંબોધિત કરી હતી. વર્ષ 2026માં ગુજરાતની પોતાની પ્રથમ મુલાકાતે...
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણ માટે આ જ યોગ્ય સમય છે

ભિક્ષા માંગીને ભેગા કરેલા પૈસાથી 500 લોકોને ધાબળા વહેંચ્યા, PM પણ તેની ઉદારતાથી થયા પ્રભાવિત!

હાલમાં ઠંડી પોતાની ચરમસીમાએ પહોંચી છે. કેટલીક જગ્યાએ તાપમાન માઈનસ ડિગ્રી સુધી ઘટી ગયું છે, જ્યારે કેટલીક જગ્યાએ 1-2...
National 
ભિક્ષા માંગીને ભેગા કરેલા પૈસાથી 500 લોકોને ધાબળા વહેંચ્યા, PM પણ તેની ઉદારતાથી થયા પ્રભાવિત!
Copyright (c) Khabarchhe All Rights Reserved.