- Sports
- શું T20 વર્લ્ડ કપમાં પાક. ખેલાડીઓ સાથે ‘નો હેન્ડશેક’ ચાલુ રહેશે? સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ
શું T20 વર્લ્ડ કપમાં પાક. ખેલાડીઓ સાથે ‘નો હેન્ડશેક’ ચાલુ રહેશે? સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક ન કરવાનું વલણ અપનાવીને વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો હતો. તેના આ વલણને કેટલાક લોકોએ સમર્થન આપ્યું હતું, જ્યારે કેટલાક લોકોએ તેની ટીકા કરી હતી. તો સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક ન કરવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે તે ટીમના દરેક સભ્યનો નિર્ણય હતો. આપણે બધાએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. અમે અમારા નિર્ણય પર અડગ છીએ અને તેના પર ગર્વ અનુભવીએ છીએ.’
તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પાકિસ્તાની ખેલાડીઓ સાથે ‘નો હેન્ડશેક’ની નીતિ ભવિષ્યમાં ચાલુ રહેશે. ભારતીય કેપ્ટને આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સૂર્યાએ સ્વીકાર્યું કે તેને ખબર નથી કે ભવિષ્ય શું થશે, પરંતુ પરિસ્થિતિ ગમે તે હોય, તે પોતાના વલણ પર અડગ છે. સૂર્યાએ કહ્યું કે, મને ખબર નથી કે આગળ શું થશે... દિલ્હી હજી દૂર છે. મને ખબર નથી કે આગામી મેચમાં પાકિસ્તાન સાથે શું થશે. આમ પણ અમે માત્ર બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં જ રમીએ છીએ, પરંતુ તે સમયે જે કંઈ થશે તે જોવાઇ જશે. આજ તે ક્ષણ છે જેનો અમે આનંદ માણવા માગીએ છીએ.’
NDTV સાથે વાત કરતા સૂર્યાએ મેચના ટર્નિંગ પોઈન્ટ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, જ્યારે પાકિસ્તાનનો સ્કોર 1 વિકેટે 113 રન હતો, ત્યારે અમારા સ્પિનરોએ જે રીતે બોલિંગ કરી તેનાથી મેચ બદલાઈ ગઈ. સૂર્યાએ કહ્યું કે, સ્કોર 113/1 હતો અને ત્યાંથી તેઓ 146 રનમાં ઓલઆઉટ થઈ ગયા. અને પછી અમારી બેટિંગના સમયે તિલક અને સંજૂ અને તિલક અને દુબે વચ્ચેની ભાગીદારી. પરંતુ જો મારે એક વાત કહેવાની હોય તો બોલરોએ વાપસી કરાવી. 12-13 ઓવરમાં સ્કોર 113/1 હતો, ત્યારબાદ તેઓ 146 રનમાં ઓલઆઉટ થઈ ગયા. તેનો શ્રેય બોલરોને જાય છે.
આગામી વર્ષે T20 વર્લ્ડ કપ આવવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર T20 વર્લ્ડ કપમાં આમને-સામને થશે. 2026 વર્લ્ડ કપમાં જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે ત્યારે નો હેન્ડશેકની ચાલુ રહેશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. આ પ્રશ્નનો જવાબ ભવિષ્યના ઊંડાણમાં રહેલો છે.

