મારું નામ 'INDIA' છે... વિદેશમાં રહેતી એક મહિલાએ જણાવ્યું માતાપિતાએ તેને આ નામ કેમ આપ્યું

એક મહિલાનું નામ જ તેના દેશ પરથી રાખવામાં આવ્યું હતું. અમે 'ઇન્ડિયા વિટકીન' નામની એક મહિલા વિશે વાત કરી રહ્યા છીએ, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે. આ મહિલા ભારતીય મૂળની છે, અને તેના માતાપિતા અને દાદીએ તેમના દેશ પ્રત્યેના પ્રેમને કારણે તેનું નામ INDIA રાખ્યું છે.

Name-India.jpg-2

હવે, ઇન્ડિયા વિટકીને સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં વર્ણવવામાં આવ્યું છે કે, બાળપણથી અત્યાર સુધી તેના નામને કારણે તેને કેવી રીતે શરમનો સામનો કરવો પડ્યો હતો. તેની મજાક પણ ઉડાવવામાં આવી હતી. છતાં, તેને તેનું નામ ખૂબ ગમે છે. ફક્ત એટલું જ નહીં કે લોકોએ તેની મજાક ઉડાવી છે. તેના કારણે તેને પ્રેમ પણ ખુબ મળ્યો છે, અને હવે તે તેના નામનું મહત્વ સમજે છે.

આ મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @indiawitkin હેન્ડલ હેઠળ એક વિડીયો શેર કર્યો છે, જેમાં એક લાંબી પોસ્ટ પણ લખી છે.

Name-India.jpg-3

વિડીયો સાથે, તેણે લખ્યું, 'મારા નામ સાથે મારો સંબંધ. અમેરિકામાં મને ચીડવવામાં આવતી હતી, પછી ઇન્ડિયા પર મને સવાલ પૂછવા આવતા હતા... હું તે વાતની ખૂબ પરવા કરતી હતી કે લોકો શું વિચારે છે, અને ક્યારેય મેં મારા નામનું મહત્વને સમજ્યું નહીં.

છેવટે, જ્યારે હું 18 વર્ષની ઉંમરે, મોટી થઇ (મેં મારા કોલેજ નિબંધમાં પણ મારા નામ વિશે લખ્યું હતું), ત્યારે મને તે ગમવા લાગ્યું. હવે, 29 વર્ષની ઉંમરે, મને તે ખૂબ ગમે છે અને આ નામ આપવા બદલ મારી દાદીનો ખૂબ આભાર માનું છું. અને તેના માટે મારા માતાપિતાનો આભાર!

Name-India

વિટકીને સમજાવ્યું કે તેના જન્મ પહેલાં, તેના માતાપિતા તેનું નામ શું રાખવું તે અંગે મુંઝવણમાં હતા. તેના જન્મના એક અઠવાડિયા પહેલા, તેની દાદીએ આકસ્મિક રીતે સૂચવ્યું કે તેનું નામ ઇન્ડિયા રાખી શકાય, અને તેના જન્મ પછી, તેના માતાપિતાએ તે નામ પસંદ કર્યું.

વિટકીને સમજાવ્યું કે, તેની દાદીએ આ નામ એટલા માટે સૂચવ્યું હતું, કારણ કે તે હંમેશા તેને યાદ કરાવશે કે તે ક્યાંથી આવી છે. તેણે સમજાવ્યું કે તેનું નામ ભારતની સુંદર અને વિશાળ સંસ્કૃતિ, તે દેશ જેને તે પ્રેમ કરે છે તેના પ્રત્યેની તેની કૃતજ્ઞતા દર્શાવે છે. ઇન્ડિયાને તેના નામથી ખુબ પ્રેમ છે.

https://www.instagram.com/reel/DQSlxsmjmdR/

વપરાશકર્તાઓ તેના વિડીયો પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક વપરાશકર્તાએ લખ્યું, 'તમારા મૂળને માન આપવાનો આનાથી સારો રસ્તો કયો છે?' બીજાએ લખ્યું, 'મને ખુબ સારું લાગ્યું કે તેઓએ તમારું નામ આ રાખ્યું, કેટલું સુંદર છે.' બીજા એક યુઝરે લખ્યું, 'કેટલી સુંદર વાર્તા છે.'

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.