સુરત ખાતે યોજાયો વર્લ્ડનો સૌથી મોટો ફેશન શો, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યું સ્થાન

સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ વિશ્વના સૌથી મોટા ફેશન શોએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ નોંધાવ્યું છે.  મોહિત ગડિયા અને પ્રિયા ગડિયા દ્વારા સંચાલિત રાજા રાણી કોચિંગ સંસ્થાના કારણે, આ દંપતી દ્વારા સુરત ખાતે આયોજિત ફેશન શોમાં આશ્ચર્યજનક રીતે 7,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અત્યાર સુધી 1,200 લોકોએ ભાગ લીધો તે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ હતું. પરંતુ સુરતના આ ભવ્ય કાર્યક્રમ દ્વારા નવો વૈશ્વિક કીર્તિમાન રચાયો છે

42

રાજા રાણી કોચિંગના સ્થાપક મોહિત ગડિયા જણાવ્યું હતું કે આ ફેશન શો માત્ર ગ્લેમર માટે નહોતો, પરંતુ યુવા પેઢીની પ્રતિભા અને સ્કીલને દેખાડવાનું પ્લેટફોર્મ હતું. સ્કીલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા' ના સંદેશ સાથે અમે યુવાનોને પ્રેરણા આપવા માગીએ છીએ."

ગત વર્ષે સંસ્થાએ 3,000 વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું હતું. જેમાંથી 30 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ વિશેષ ફેશન શો માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ લંડન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, કોલકાતા, ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા હતા.

44

આ ઇવેન્ટમાં કુલ 15 ફેશન સિક્વન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભારતભરના 40 મોડેલ્સે વિવિધ ગારમેન્ટ્સ પ્રસ્તુત કર્યા. રંગ, સંગીત અને સંસ્કૃતિના સંયોજનથી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

પ્રિયા ગડિયા જણાવ્યું હતું કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી છે. સુરત શહેરે ફેશન અને યુદ્ધા પ્રતિભા માટે વૈશ્વિક સ્તરે પોતાનું નામ નોંધાવી દીધું છે.

45

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સ્કીલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા જેવા પ્રેરણાદાયી નારાઓ સાથે એક ખાસ સિક્વન્સ પણ રજૂ કર્યું હતું. જેમાં યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોનારને માત્ર એક ભૂલ ભારે પડી શકે છે  

ઓસ્ટ્રેલિયા આજે પણ દુનિયાના સૌથી લોકપ્રિય ભણતરના સ્થળોમાં સામેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થી વિઝા માટેના...
Charcha Patra 
ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોનારને માત્ર એક ભૂલ ભારે પડી શકે છે  

સત્તાને કારણે વિદ્યાર્થી સંગઠન ABVPની સ્વીકૃતિ ઘટી રહી છે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) કે જે ભારતીય જનતા પાર્ટી (BJP) ની વિદ્યાર્થી પાંખ કહેવાય છે ભારતના રાજકીય...
National 
સત્તાને કારણે વિદ્યાર્થી સંગઠન ABVPની સ્વીકૃતિ ઘટી રહી છે

ફરી મેઘો ધબધબાટી બોલાવશે? બંગાળની ખાડીમાં પહેલીવાર આ ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું

તાજેતરમાં જ વરસાદે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં ધબાધબાટી બોલાવી, જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને હાલાકીનો સામનો...
Gujarat 
ફરી મેઘો ધબધબાટી બોલાવશે? બંગાળની ખાડીમાં પહેલીવાર આ ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું

વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન, 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા

પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી...
Gujarat 
વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન, 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.