- World
- 25 વર્ષની છોકરીને કારણે કેમ ટેન્શનમાં છે UKના સાંસદ અને નેતા
25 વર્ષની છોકરીને કારણે કેમ ટેન્શનમાં છે UKના સાંસદ અને નેતા
બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે એકદમ નજીક રહીને કામ કરતી રાજકીય ઇવેન્ટ મેનેજર એમિલી હેવર્ટસન બિગ બ્રધરની હાઉસમેટ બની છે. આ સમાચાર આવતા જ બ્રિટિશ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે, જેના કારણે ઘણા સાંસદો અને રાજકારણીઓ અંદરથી ગભરાઈ ગયા છે.
એક સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, રાજકીય ઇવેન્ટ મેનેજર એમિલી હેવર્ટસન હવે બિગ બ્રધરમાં જોડાઈ ગઈ છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં પણ તેનો ખુબ જ મજબૂત પ્રભાવ છે. તે ક્રિસમસ પાર્ટી માટે બોરિસ જોનસનના ઘરે ગઈ હતી અને નિગેલ ફૈરાજની સાથે તેના ખૂબ નજીકના સબંધ છે. નેતા નિગેલ ફૈરાજ સાથે તેના મૈત્રીપૂર્ણ સંબંધો છે. તે ભૂતપૂર્વ PM બોરિસ જોન્સન સાથે પણ ખુબ સારી રીતે જોડાયેલી છે.
25 વર્ષીય એમિલીએ બતાવ્યું હતું કે, 'તેણે ITV રિયાલિટી શોની નવી શ્રેણીમાં ભાગ લેવા માટે અરજી કરી હતી. મારા આ નિર્ણયને કારણે કેટલાક રાજકારણીઓ ગભરાઈ ગયા છે, કારણ કે તેઓ એવું વિચારી રહ્યા છે કે, હું TV પર તેમના રહસ્યો જાહેર કરી દઈશ.' એક સ્થાનિક મીડિયા સૂત્રના જણાવ્યા અનુસાર, એમિલી ઉચ્ચ-સ્તરીય રાજકીય વર્તુળોમાં ખુબ સરળતાથી હળીમળી જાય છે અને ઘણા ટોચના રાજકારણીઓ સાથે મિત્રતાનો સબંધ ધરાવે છે.
તે દરેકને અને તે લોકોની દરેક વસ્તુને જાણે છે અને કોઈપણ વિવાદાસ્પદ અફવાઓ સામે આવે છે તો, તેના પ્રત્યે હંમેશા સતર્ક રહે છે. તેને બિગ બ્રધરના ઘરમાં પ્રવેશતા જોઈને સાંસદો ચિંતિત થઇ ગયા હોવાની શક્યતા છે. એવી અફવાઓ છે કે, તેમને ચિંતા છે કે તે નશામાં ધૂત થઈ જશે અને ઘણી બધી ગુપ્ત વાતો અને રહસ્યો ફેલાવવાનું શરૂ કરશે, કે જેને તેઓ જાહેર કરવા માંગતા નથી.
જોકે, તે કહે છે કે, 'લોકોને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હું ખૂબ જ વફાદાર છું અને જાણું છું કે ક્યારે મારું મોં બંધ રાખવું. હું ત્યાં મોજમજા કરવા અને નવા લોકોને મળવા જઈ રહી છું.'
બિગ બ્રધરના લાઈવ લોન્ચ દરમિયાન સ્ક્રીન પર દેખાયા પછી થોડી જ સેકન્ડોમાં એમિલીને ખુબ ખરાબ રીતે ભારે બૂમ-બરાડાનો સામનો કરવો પડ્યો. એમિલીએ તેના પરિચયમાં કહ્યું હતું કે, 'હું વેસ્ટમિન્સ્ટરમાં એક રાજકીય ઇવેન્ટ્સ કંપનીમાં કામ કરું છું અને જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે હું કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાઈ ગઈ હતી.'
તેણે કહ્યું, 'હું ક્રિસમસ ડ્રિંક્સ માટે બોરિસ જોહ્ન્સનના ઘરે ગઈ હતી.' એમિલીએ કન્ઝર્વેટિવ નેતા તરીકે કેમી બેડેનોકની ચૂંટણીને ટેકો આપ્યો હતો, પરંતુ તાજેતરમાં જ તેણે રોબર્ટ જેનરિક સાથે ફોટો માટે પોઝ આપ્યો હતો અને તેમને કન્ઝર્વેટિવ પાર્ટીના ભાવિ નેતા તરીકે વર્ણવ્યા હતા. એમિલી રાજકીય જૂથ ટર્નિંગ પોઇન્ટની UK શાખા સાથે પણ સંકળાયેલી છે, જે સ્વર્ગસ્થ ચાર્લી કિર્ક દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી, જેની આ મહિનાની શરૂઆતમાં હત્યા કરવામાં આવી હતી.
એ જાણવા છતાં કે, કે તેની રાજકીય વિચારધારાને કારણે બિગ બ્રધર શૉના દર્શકો તરફથી નકારાત્મક પ્રતિક્રિયાઓનું જોખમ છે, એમિલીએ ગર્વથી કહ્યું કે, જો તમે કહો છો કે તમે ક્યારેય ટોરી અથવા કન્ઝર્વેટિવ કાર્યકરને નજીકથી ઓળખી શકશો નહીં, તો તમે ઘણું બધું ચૂકી જશો.
લાઈવ શો દરમિયાન એવું બહાર આવ્યું હતું કે, એમિલી અને તેના બે અન્ય ઘરના સભ્યોને પહેલી રાત્રે ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. તે જાણતી હતી કે, તેના રાજકીય જોડાણો વિશે બોલવાથી તેને ફાયદા કરતાં વધુ નુકસાન થશે, પરંતુ તે વિરુદ્ધ દિશામાં આગળ વધવા માંગે છે.
એમિલીને આશા હતી કે શૉમાં ઘરના સભ્યો અને દર્શકોને યુવાન કન્ઝર્વેટિવ્સ માટેની બીજી બાજુ જોવામાં મદદ કરી શકશે. ગયા જૂનમાં, એમિલી પર કલેઇક્ટન-ઓન-સીમાં નિગેલ ફૈરાજ પર મિલ્કશેક ફેંકવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો.
એમિલીએ કહ્યું, 'મને ખુબ મજા આવે તેનો અનુભવ અને નવા લોકોને મળવાનું ખૂબ ગમે છે. મને લાગે છે કે આ મારા ખૂબ જ વિચિત્ર જીવનનું બીજું એક વિચિત્ર પ્રકરણ છે. હું ઘરના બીજા બધા સભ્યોને મળવા માટે આતુર છું.'
એમિલીએ કહ્યું, 'રાજકારણમાં કામ કરતી વખતે, હું દરેક પ્રકારના લોકોને મળી છું, તેથી હું ચોક્કસપણે વિવિધ વ્યક્તિત્વો ધરાવતા લોકોની આસપાસ રહેવા માટે ટેવાયેલી છું. પરંતુ મને નવા લોકોને મળવાનું અને તેઓ શું કરી શકે છે તે જોવાનું ગમે છે.'

