- World
- વજન ઘટાડવા બદલ કંપનીએ આપ્યું બોનસ, કર્મચારીઓને મળ્યા 1.2 કરોડ રૂપિયા
વજન ઘટાડવા બદલ કંપનીએ આપ્યું બોનસ, કર્મચારીઓને મળ્યા 1.2 કરોડ રૂપિયા
ચીનમાં, એક કંપનીએ તેના કર્મચારીઓને વજન ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવાને લઈ 140,000 યુએસ ડોલરનું બોનસ આપ્યું છે. આ ઘટનાની ત્યાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. એક કર્મચારીને માત્ર 90 દિવસમાં 20 કિલોથી વધુ વજન ઘટાડવા બદલ 20,000 યુઆન મળ્યા.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, 12 ઓગસ્ટના રોજ શેનઝેન સ્થિત ટેક ફર્મ અરશી વિઝન ઇન્ક, જેને સામાન્ય રીતે ઇન્સ્ટા 360 તરીકે ઓળખવામાં આવે છે. આ કંપની તેના વાર્ષિક 'મિલિયન યુઆન વેઇટ લોસ ચેલેન્જ'ને કારણે હેડલાઇન્સમાં આવી. દર વર્ષે આયોજિત આ પહેલનો હેતુ કર્મચારીઓને નિયમિત કસરત અને સંતુલિત આહાર દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે.
કોઈપણ વ્યક્તિ આ ચેલેન્જ માટે કરાવી શકે છે રજિસ્ટ્રેશન
બધા કર્મચારીઓ આ ચેલેન્જ માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે પાત્ર છે અને દરેકને 0.5 કિલો વજન ઘટાડા માટે 500 યુઆન (US$70) નું રોકડ ઇનામ મળી શકે છે.
વજન વધશે, તો આપવો પડશે દંડ
રસપ્રદ વાત એ છે કે, આ ચેલેન્જમાં દંડની જોગવાઈ પણ શામેલ છે. જે સહભાગીઓનું ફરીથી વજન વધશે, તો તેમને દરેક અડધા કિલોગ્રામ વજન વધવા પર 800 યુઆનનો દંડ ભરવો પડશે. જોકે, આ દંડ અત્યાર સુધી કોઈ પર લાદવામાં આવ્યો નથી.
જેન ઝેડ પેઢીના કર્મચારીએ જીત્યો આ ખિતાબ
આ વર્ષે, જેન ઝેડ પેઢીના કર્મચારી ઝી યાકીએ ત્રણ મહિનામાં 20 કિલોગ્રામ વજન ઘટાડ્યું અને 20,000 યુઆન (US$2,800) નું રોકડ ઇનામ અને વજન ઘટાડવાના ચેમ્પિયનનો ખિતાબ જીત્યો.
જી એ કહ્યું કે તે સમગ્ર પડકાર દરમિયાન શિસ્તબદ્ધ રહી. તેણીએ કાળજીપૂર્વક પોતાના આહારનું સંચાલન કર્યું અને દિવસમાં 1.5 કલાક કસરત કરી. મારું માનવું છે કે આ મારા જીવનનો શ્રેષ્ઠ સમય છે. જ્યારે હું મારી જાતમાં શ્રેષ્ઠ બની શકું છું. તે ફક્ત સુંદરતાની વાત નથી - તે સ્વાસ્થ્યની વાત છે.
આ પદ્ધતિથી ઘટાડ્યું 20 કિલો વજન
ઝીએ ગ્રુપ ચેટમાં વજન ઘટાડવાની પદ્ધતિ પણ શેર કરી. જેથી અન્ય સાથીદારો પ્રેરણા મેળવી શકે. જેમ ડાયેટે ચીની અભિનેતા કિન હાઓને માત્ર 15 દિવસમાં 10 કિલો વજન ઘટાડવામાં મદદ કરી. આ એ જ પદ્ધતિ છે.
તેમાં પહેલા દિવસે ફક્ત સોયા દૂધ પીવું, બીજા દિવસે મકાઈ ખાવી, ત્રીજા દિવસે ફળ ખાવા અને પછીના દિવસોમાં પ્રોટીન અને શાકભાજી વચ્ચે વારાફરતી ભોજન કરવાનો સમાવેશ થાય છે.
આ સ્પર્ધાની અત્યાર સુધી 7 સીઝન થઈ છે
2022 થી, કંપનીએ આ પડકારની સાત સીઝનનું આયોજન કર્યું છે. આમાં, કુલ ઇનામ તરીકે લગભગ 2 મિલિયન યુઆન (US$280,000)નું વિતરણ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જ, 99 કર્મચારીઓએ ભાગ લીધો હતો, સામૂહિક રીતે 950 કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું અને 10 લાખ યુઆનનું રોકડ ઇનામ વહેંચ્યું હતું.
કંપનીના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ પડકાર દ્વારા, અમે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને અમારા કર્મચારીઓને કામ ઉપરાંત તેમની સુખાકારીને પ્રાથમિકતા આપવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. તે તેમના માટે જીવનમાં નવા ઉત્સાહ સાથે જોડાવા અને કામ કરવા માટે સકારાત્મક પ્રોત્સાહન તરીકે કામ કરે છે.
વજન ઘટાડવાના રાષ્ટ્રીય અભિયાન સાથે મેળ ખાય છે આ પહેલ
આ અભિયાન એક વ્યાપક રાષ્ટ્રીય પહેલ સાથે પણ મેળ ખાય છે. જૂન 2024 માં, ચીને રાષ્ટ્રીય આરોગ્ય આયોગ અને 16 અન્ય વિભાગો દ્વારા સંચાલિત ત્રણ વર્ષીય યોજના (2024-2026) વજન વ્યવસ્થાપન વર્ષ શરૂ કર્યું. તેનો હેતુ ફિટનેસને પ્રોત્સાહન આપવા અને દેશમાં વધુ વજન અને સ્થૂળતાના વધતા દરને રોકવાનો છે.

