કેનેડામાં જે થઈ રહ્યું છે તેને સામાન્ય ન લેશો..., USમાં જયશંકરે જુઓ શું કહ્યું

ભારત અને કેનેડા વિવાદ પર વિદેશ મંત્રી S. જયશંકરે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, કેનેડાના PM જસ્ટિન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. શુક્રવારે વોશિંગ્ટન DCમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા S. જયશંકરે કહ્યું કે, કેનેડામાં ચાલી રહેલી પરિસ્થિતિને સામાન્ય ન ગણવી જોઈએ અને ત્યાં શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન દોરવું મહત્વપૂર્ણ છે. વિદેશ મંત્રીએ અગાઉ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવાન અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે ભારત-કેનેડાના રાજદ્વારી વિવાદ અંગે ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે, કેનેડા સાથે ચાલી રહેલી સમસ્યા આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસાને મંજૂરી આપવાના તેના વલણને કારણે છે અને તેથી જ ખાલિસ્તાનનો મુદ્દો ફરીથી ઉભો થયો છે. અમેરિકાની પાંચ દિવસીય મુલાકાતના છેલ્લા દિવસે ગઈકાલે વોશિંગ્ટન DCમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, કેનેડા સાથે તણાવનું કારણ હિંસા અને ઉગ્રવાદની ઘટનાઓ પર દેશની કાર્યવાહીનો અભાવ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, અમેરિકા ભારતના આ વલણને સમજે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે અમેરિકાના કેનેડા અને ભારત બંને સાથે સારા સંબંધો છે.

કેનેડામાં ભારતીયો અને ભારતીય દૂતાવાસો પર હુમલા અને હિંસાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા જયશંકરે પૂછ્યું કે, જો આવી સ્થિતિ અન્ય કોઈ દેશ સાથે થઈ હોત તો શું પ્રતિક્રિયા હોત. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ હિંસાને પ્રોત્સાહન આપવાનો નથી.

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, 'અમે કહીએ છીએ કે આજે હિંસા, ડરાવવાનું અને ધાકધમકીનું વાતાવરણ છે, જરા વિચારો. તેઓએ મિશન પર સ્મોક બોમ્બ ફેંક્યા છે. અમારા વાણિજ્ય દૂતાવાસ છે, તેની સામે હિંસા થાય છે. વ્યક્તિઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને ડરાવવામાં આવ્યા હતા. લોકો વિશે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. શું તમે આને સામાન્ય માનો છો?'

તેમણે આગળ કહ્યું, 'અમારો મુદ્દો એ છે કે, કોઈ વ્યક્તિગત ઘટના હોઈ શકે છે. જો કોઈ ઘટના બને છે, કોઈ તપાસ અને આરોપો થતા હોય, તો તમે જાણો છો કે તેમાં પ્રક્રિયાઓ સામેલ છે. કોઈ પણ તેના પર વિવાદ નથી કરતું, પરંતુ ત્યાં છે અભિવ્યક્તિની સ્વતંત્રતા, રાજદ્વારીઓને ધમકાવવાની અને ડરાવવાની સ્વતંત્રતા છે. મને નથી લાગતું કે તે સ્વીકાર્ય છે.'

તાજેતરમાં કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સામેલ છે. જો કે, ભારતે આ દાવાઓને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા છે અને તેમને વાહિયાત અને ઉપજાવી કાઢેલા ગણાવ્યા છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હોવાના દાવાને સમર્થન આપતા કોઈ જાહેર પુરાવા કેનેડાએ અત્યાર સુધી ભારતને આપ્યા નથી.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.