- World
- હવે TIME મેગેઝિને પણ કરવા પડ્યા PM મોદીના વખાણ, જાણો શું થયું
હવે TIME મેગેઝિને પણ કરવા પડ્યા PM મોદીના વખાણ, જાણો શું થયું
G20 સમાપ્ત થયા બાદ વૈશ્વિક સ્તર પર જોવામાં આવી રહ્યું છે કે તેનાથી શું હાંસલ થયું. ખાસ કરીને એવા સમયમાં જ્યારે ચીન અને રશિયાના રાષ્ટ્રપતિઓએ G20 સમિતથી સાઇડલાઇન કરવામાં વધુ રુચિ દેખાડી. અમેરિકન પ્રખ્યાત મેગેઝીન ‘Time’નું કહેવું છે કે, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન વિના થયેલી સમિતે દેખાડ્યું કે અમેરિકાનો ભારત પર વિશ્વાસ વધ્યો છે. ગ્લોબલ સાઉથની પોલિસીમાં ભારત અમેરિકાનો સૌથી મહત્ત્વનો પાર્ટનર છે. ‘Time’ મુજબ, અમેરિકાને ખબર છે કે ચીન અને રશિયા તેને નુકસાન પહોંચવાનો કોઈ અવસર છોડવાના નથી.

બંનેની જુગલબંદી અમેરિકા માટે માફક નથી. તો બાઈડેનને એક એવો મજબૂત પાર્ટનર જોઈતો હતો જે બંને દેશો વિરુદ્ધ તેની લડાઈમાં મજબૂતીથી સાથ આપી શકે. રશિયા અને ચીનને વૈશ્વિક મંચ પર અલગ થલગ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. G20એ દેખાડ્યું કે મોદી પર અમેરિકાનો ભરોસો વધ્યો છે. રિપોર્ટ કહે છે કે અંતે અમેરિકા ગ્લોબલ સાઉથની ભાષા શીખવા લાગ્યું છે. તેમાં ભારત પર સૌથી વધુ ભરોસો છે. બાઈડેનને લાગે છે કે વૈશ્વિક સ્તર પર અમેરિકાના નેતૃત્વને ભારતના કારણે વધુ મજબૂતી મળવા જઈ રહી છે.
મેગેઝીન મુજબ, વર્લ્ડ બેન્કના ભારતીય મૂળના અધ્યક્ષ અજય બંગા સાથે બાઈડેન અને મોદીની તસવીર ઘણું બધુ કહે છે. આ તસવીર ત્યારે વધુ પ્રભાવી થઈ જાય છે જ્યારે તેમાં બ્રિક્સના સભ્ય દેશો દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ સામેલ થયા. ચીન અને રશિયા બંનેને એ સંદેશ પહોંચી ગયો હશે. બંને જ બ્રિક્સના પાર્ટનર છે. ભારતને એક મોટી કૂટનૈતિક સફળતા ત્યારે મળી જ્યારે તેની અધ્યક્ષતામાં G20 શિખર સંમેલનમાં રશિયા યુક્રેન યુદ્ધ પર પ્રમુખ મતભેદોને પાર પાડતા એક સર્વસંમત ઘોષણાપત્ર અપનાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિશ્વાસની કમીને સમાપ્ત કરવાનું આહ્વાન કર્યું.

G20 સભ્ય દેશ વૈશ્વિક સકલ ઘરેલુ ઉત્પાદનના લગભગ 85 ટકા, વૈશ્વિક વ્યાપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રુપના આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રશિયા, સાઉદી આરબ, દક્ષિણ આફ્રિકા, તુર્કીયે, બ્રિટન, અમેરિકા અને યુરોપીય સંઘ સામેલ છે. ગ્રુપનું કુનબો એ સમયે હજુ વધી ગયો જ્યારે શનિવારે આફ્રિકન સંઘને G20ના સ્થાયી સભ્યના રૂપમાં સામેલ કરવામાં આવ્યા. આ ભારતની ઉપલબ્ધીઓ માનવામાં આવી રહી છે.

