લલિત મોદી ન ઘરનો રહ્યો ન ઘાટનો... જે દેશની નાગરિકતા મેળવી તેના PMએ મુશ્કેલીમાં મુક્યો

IPL ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરીને એક નાના દેશ વનુઆતુની નાગરિકતા સ્વીકારી લીધી હતી. પરંતુ હવે વનુઆતુના PM જોથમ નાપટે લલિત મોદીને ઝટકો આપ્યો છે.

વનુઆતુના PM જોથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીનો પાસપોર્ટ તાત્કાલિક અસરથી રદ કરવા જણાવ્યું છે. PM જોથમ નાપટે કહ્યું કે, મેં નાગરિકતા આયોગને લલિત મોદીનો વાનુઆતુ પાસપોર્ટ તાત્કાલિક રદ કરવાનો નિર્દેશ આપ્યો છે.

છેલ્લા 24 કલાકમાં, મને માહિતી મળી કે, ઇન્ટરપોલે ન્યાયિક પુરાવાના અભાવે ભારત સરકાર દ્વારા લલિત મોદી અંગે મોકલવામાં આવેલી ચેતવણી નોટિસને બે વાર ફગાવી દીધી છે.

Lalit Modi, Vanuatu
hindi.oneindia.com

તેમણે કહ્યું કે, વનુઆતુ પાસપોર્ટ રાખવો એ એક વિશેષાધિકાર છે, કોઈ અધિકાર નહીં. આવી સ્થિતિમાં, અરજદારોએ ફક્ત માન્ય કારણોસર જ નાગરિકતા લેવી જોઈએ.

અહીં તમને જણાવી દઈએ કે, લલિત મોદીએ 7 માર્ચે લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. ત્યાર પછી વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી કે લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે.

વનુઆતુ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. અહીંની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ, પર્યટન, માછીમારી અને વિદેશી નાણાકીય સેવાઓ પર આધારિત છે. વનુઆતુમાં રોકાણ આધારિત નાગરિકતા છે, એટલે કે અહીં નાગરિકતા રોકાણ કરીને મેળવી શકાય છે. પાસપોર્ટનું વેચાણ અહીંની સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે.

Vanuatu PM
livemint.com

એક અહેવાલ મુજબ, 2025 સુધીમાં, વનુઆતુનો પાસપોર્ટ 113 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, વનુઆતુનો પાસપોર્ટ વિશ્વમાં (199 દેશોમાંથી) 51મા ક્રમે છે, જે સાઉદી અરેબિયા (57), ચીન (59) અને ઇન્ડોનેશિયા (64)થી ઉપર છે. ભારત 80મા સ્થાને છે.

બીજી રસપ્રદ વાત એ છે કે વનુઆતુ એક ટેક્સ માટે સ્વર્ગ સમાન છે, જ્યાં તમારે કોઈ આવક, મિલકત કે કોઈપણ પ્રકારનો કોર્પોરેટ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. છેલ્લા બે વર્ષમાં, 30 શ્રીમંત ભારતીયોએ અહીં નાગરિકતા મેળવી છે, અને ચીનના લોકો અહીં નાગરિકતા લેવામાં સૌથી આગળ છે.

IPL શરૂ કરનાર લલિત મોદી 15 વર્ષ પહેલા ભારતથી બ્રિટન ભાગી ગયો હતો. ભારત સતત તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે, અને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે, પરંતુ હવે તેણે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે, અને જે દેશનું નાગરિકત્વ તેણે લીધું છે તે વનુઆતુની વસ્તી પુડુચેરી કરતા ઓછી છે, જેના કારણે કેસમાં એક નવો વળાંક આવ્યો છે. જોકે, તે તેના પર લાગેલા મની લોન્ડરિંગ અને કરચોરીના તમામ આરોપોને નકારે છે.

Related Posts

Top News

દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

ઓપરેશન સિંદુર પછી દેશમાં સિવિલ ડિફેન્સની ચર્ચા ઉભી થઇ છે. સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું બનેલું સ્વંયસેવક દળ. આમા માનદ સેવા...
Gujarat 
દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ચીન-અમેરિકા ટેરિફ, ભારત-પાકિસ્તાન તણાવ અને જિયો પોલિટિકલ ટેંશનને કારણે બજારમાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, બિઝનેસ ટુડે...
Business 
 5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-05-2025 દિવસ: ગુરુવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે.  પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છાથી તમે ઉતાવળમાં રહેશો, જેનાથી તમારા પૈસા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
National 
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું
Copyright (c) Khabarchhe All Rights Reserved.