- World
- મસાજ પાર્લરમાં માત્ર મસાજ કરાવવા માગતો હતો યુવક, સેક્સ કરવાની ના પાડી પછી...
મસાજ પાર્લરમાં માત્ર મસાજ કરાવવા માગતો હતો યુવક, સેક્સ કરવાની ના પાડી પછી...
મસાજ પાર્લરની અંદર એક વ્યક્તિને સેક્સ કરવાનો ઇનકાર કરવો ભારે પડી ગયો. યુવકને ચાર લોકોએ એટલો માર્યો કે તેના ઘણા હાડકાં તૂટી ગયા. ત્યાંની પોલીસે આ મામલામાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
રિપોર્ટ અનુસાર, મૂળ વિયેતનામના આ આરોપીઓમાં બે છોકરાઓ અને બે છોકરીઓ હતી. દુબઈના જે ફ્લેટમાં આ લોકો રહેતા હતા, તેમાં જ મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપાર ચાલતો હતો. એક વ્યક્તિ મસાજ કરાવવા માટે આ પાર્લરમાં પહોંચ્યો. તેણે મસાજ માટે 400 દિરહમ પણ જમા કરાવ્યા. વ્યક્તિના જણાવ્યા અનુસાર, તે જેવો અંદર ગયો અને કપડાં ઉતાર્યા તો તેને ટોવેલ પણ આપવામાં ન આવ્યો. ત્યારબાદ મસાજની જગ્યાએ એક મહિલા આવી અને તેની સાથે સેક્સ કરવાની વાતો કરવા માંડી.

પીડિતે જણાવ્યું કે, તેણે મહિલાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેણે સેક્સ નથી કરવું, તે માત્ર મસાજ કરાવવા આવ્યો છે. ત્યારબાદ વિવાદ થતા તેણે પોતાના 400 દિરહમ પાછા માંગ્યા તો ઝઘડો શરૂ થઈ ગયો અને ત્યાં હાજર બીજા ત્રણ લોકો જેમાં એક છોકરી પણ હતી. તે તમામે તેને મારવાનું શરૂ કરી દીધું અને સ્ટીલ ટ્યૂબથી તેને ઢોર માર માર્યો હતો.
આ માલામાં દુબઈના અલરફા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપાર કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. યુવકને માર મારવા ઉપરાંત, દેહ વ્યાપારના ગુનામાં જે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં બે પુરુષો છે, જેમની ઉંમર 18 અને 39 વર્ષ છે, જ્યારે મહિલાઓની ઉંમર ક્રમશઃ 33 વર્ષ અને 35 વર્ષ છે.

