- World
- હવે આપણા મિત્ર દેશ પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે..’ શાહબાજનું મોટું કબૂલનામું
હવે આપણા મિત્ર દેશ પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે..’ શાહબાજનું મોટું કબૂલનામું

ભારતથી એક દિવસ અગાઉ આઝાદી મેળવનાર પાકિસ્તાનની હાલત એવી છે કે તે મોટા ભાગે પોતાના મિત્ર રાષ્ટ્રો સામે ભીખનો કટોરો લઈને ઉભું રહેલું નજરે પડે છે. ભારત અને પાકિસ્તાન બંનેના વિકાસની ગતિમાં ખૂબ અંતર છે. પાકિસ્તાને પોતાના નાપાક ઇરાદાઓને પૂરા કરવા માટે આતંકવાદનો માર્ગ પસંદ કર્યો. જેના માટે તેને ઘણી વખત મોટી કિંમત પણ ચૂકવવી પડી છે, પરંતુ હવે પણ પાકિસ્તાનના શાસકો આતંકવાદીઓનું ડાચું કચડી નાખવાની જગ્યાએ તેમના આશ્રય હેઠળ પોષી રહ્યા છે.

હાલના સમયમાં, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એવી ખરાબ ગઈ હતી કે લોકો લોટના કોથળા માટે એક-બીજાનું લોહી વહેવતા જોવા મળ્યા હતા. રાજકીય ઉથલ-પાથલ અને સેનાના દબાણથી પાકિસ્તાન અત્યાર સુધી લોનના સહારે ચાલી રહ્યું છે. આ વાત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ખુલ્લા મંચ પર કબૂલી લીધી છે. શનિવારે એક સૈન્ય કાર્યક્રમમાં, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે હવે આપણા મિત્રો પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે.
પોતાના સંબોધન દરમિયાન, વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે ચીન અને સાઉદી અરબ આપણાં સૌથી ભરોસાપાત્ર મિત્રો છે. તુર્કી, કતર અને UAE પણ, પરંતુ હવે તેઓ વેપારથી લઈને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભાગીદારીની અપેક્ષા રાખે છે. તેઓ નથી ઇચ્છતા કે આપણે ભીખનો કટોરો લઈને તેમની પાસે જઈએ છીએ. વડાપ્રધાન શરીફે વધુમાં કહ્યું કે, હું અને આર્મી ચીફ આસીમ મુનીર એવું કરનાર છેલ્લા વ્યક્તિ હોઇશું. ઉલ્લેખનીય છે કે ચીન, અમેરિકા, તુર્કી, કતર સાથે-સાથે IMF અને અન્ય ઇન્ટરનેશનલ સંસ્થાઓએ અલગ-અલગ અવસરો પર પાકિસ્તાનને મોટી આર્થિક મદદ કરી છે, પરંતુ આ આર્થિક મદદ બાદ પણ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ટ્રેક પર ફરી શકી નથી.