- World
- ફક્ત ટાર્ગેટ વધે છે, પગાર નહીં... કર્મચારીએ કાગળ પર લખીને રાજીનામુ આપી દીધું!, પ્રતિક્રિયા આવી કે, ભ...
ફક્ત ટાર્ગેટ વધે છે, પગાર નહીં... કર્મચારીએ કાગળ પર લખીને રાજીનામુ આપી દીધું!, પ્રતિક્રિયા આવી કે, ભાઈ સાચું કહે છે
આજકાલ, યુવાનો માટે, નોકરી ફક્ત કારકિર્દી નથી, તે તેમના પરિવારોનું જીવનનિર્વાહ કરવાનું સાધન પણ છે. પરંતુ જો ઓફિસનું વાતાવરણ જ ક્લેશ જેવું બની જાય તો તે પણ શું કરે? આવી જ એક વાર્તા સામે આવી છે તે છે તાંઝાનિયાનો કર્મચારી, જેણે પોતાના બોસ અને કંપનીની નીતિઓથી પરેશાન થઈને રાજીનામાનો પત્ર લખ્યો હતો, જે ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.
'JAY Decor' નામની એક બાંધકામ કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર એક કર્મચારીએ લખેલો રાજીનામાનો પત્ર શેર કર્યો, ઇન્સ્ટાગ્રામ પર તેના 100,000થી વધુ ફોલોઅર્સ છે. આ કર્મચારીનું નામ AC Minza છે. તેણે પોતાના રાજીનામા પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, 'સાહેબ, હું રાજીનામું આપી રહ્યો છું, કારણ કે આ કંપનીમાં ફક્ત ટાર્ગેટ વધે છે, પગાર નહીં. હું અહીં કામ કરું છું, જાદુ નહીં.' આ રાજીનામા પત્ર પર કંપનીની સત્તાવાર સ્ટેમ્પ લગાવવામાં આવી હતી, જેના કારણે તેની સત્યતા પર શંકા કરવી મુશ્કેલ બની ગઈ હતી.
https://www.instagram.com/p/DPzADnUDFfk/
પોસ્ટ શેર કરતા, કંપનીએ કેપ્શનમાં લખ્યું, 'આજે અમને આ રાજીનામું પત્ર મળ્યો. અમને શંકા છે કે તે એક મજાક કરવા માટે લખવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, કારણ કે તે ઓફિસ ડાયરીના એક પાના પર લખાયેલો દેખાય છે, જ્યારે રાજીનામુ સામાન્ય રીતે સાદા કાગળ પર લખાયેલા હોય છે અથવા E-mail દ્વારા મોકલવામાં આવે છે.' જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, તેઓ તેની સત્યતાની પુષ્ટિ કરી શકતા નથી.
પોસ્ટ થોડા કલાકોમાં જ વાયરલ થઈ ગઈ હતી અને તેને 16,000થી વધુ લાઈક્સ અને 100થી વધુ ટિપ્પણીઓ મળી ચૂકી છે. કેટલાક લોકોએ તેને ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખી હતી, જ્યારે અન્ય લોકોએ ટિપ્પણી કરી હતી, 'આ વ્યક્તિ બિલકુલ સાચો છે. જો પગારમાં વધારો નથી થતો, તો ટાર્ગેટ કેમ વધારો છો?' એક યુઝરે લખ્યું, 'જો તમે કો ઇન્ક્રિમેન્ટ નથી આપી શકતા તો, તો ટાર્ગેટ વધારવાનો કોઈ અર્થ નથી.'
જો કે કંપની તેને મજાક તરીકે ગણી રહી છે, ત્યારે આ રાજીનામું એક મહત્વપૂર્ણ સત્યને બહાર લાવે છે કે, કામના ભારણમાં વધારો થવા છતાં, પગાર યથાવત રહે છે. કર્મચારીઓ પોતાને મશીન જેવા માનવા લાગે છે, અને આવા પગલાં ત્યારે જ લેવામાં આવે છે, જ્યારે સહનશીલતાની હદ પર થઇ જતી હોય છે. આ ઘટનાએ આપણને એ વિચારવા મજબૂર કર્યા છે કે, શું કંપનીઓએ લક્ષ્યો વધારતા પહેલા કર્મચારીઓની મહેનત અને માનસિક સ્થિતિનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નહીં?

