US આર્મીમાં મુસ્લિમો અને શીખો દાઢી નહીં રાખી શકે, ટ્રમ્પ પ્રશાસનના આદેશ સામે લોકોમાં આક્રોશ

અમેરિકન રક્ષા વિભાગ (પેન્ટાગનની)ની નવી ગ્રુમિંગ પોલિસીએ ધાર્મિક સમુદાયોમાં ઊંડી ચિંતા પેદા થઈ ગઈ છે. રક્ષા સચિવ પીટ હેગસેથ દ્વારા જાહેર કરાયેલા મેમો અનુસાર, સેનામાં દાઢી રાખવાની ધાર્મિક છૂટ લગભગ ખતમ કરી દીધી છે. આનો અર્થ એ છે કે જે સૈનિક ધાર્મિક આધાર પર દાઢી રાખતા હતા, જેમ કે શીખ, મુસ્લિમો અને યહૂદીઓ તેમની સૈન્ય સેવા હવે જોખમમાં પડી શકે છે.

નવી નીતિ હેઠળ, સેનાને 2010 અગાઉના કડક ધોરણો પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે દાઢી રાખવાની છૂટને સામાન્ય રીતે મંજૂરી નહીં હોય. આ નિર્ણય 1981ના સુપ્રીમ કોર્ટના ગોલ્ડમેન વરસિસ વેનબર્ગર કેસમાં સ્થાપિત કડક લશ્કરી શિસ્ત નીતિની યાદ અપાવે છે. 30 સપ્ટેમ્બરના રોજ મરીન કોર્પ્સ બેઝ ક્વોન્ટિકોમાં 800થી વધુ વરિષ્ઠ અધિકારીઓને સંબોધતા હેગસેથે કહ્યું, ‘અમારી પાસે નોર્ડિક મૂર્તિપૂજકોની સેના નથી. આ ભાષણના થોડા કલાકો બાદ જ, તમામ શાખાઓને નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા કે, આગામી 60 દિવસમાં ધાર્મિક છૂટ સહિત લગભગ તમામ દાઢીની છૂટને સમાપ્ત કરી દેવામાં આવે. આ નીતિમાં માત્ર વિશેષ દળો માટે કામચલાઉ છૂટ હોય છે, જે સ્થાનિક વસ્તીમાં એકીકરણના હેતુથી આપવામાં આવે છે.

US-army1
softwareag.com

આ નિર્ણયે શરૂઆતમાં શીખ સમુદાયને તોડી નાખ્યો છે. અમેરિકન સેનામાં શીખ સૈનિકોના અધિકારો માટે અગ્રણી હિમાયતી, શીખ ગઠબંધને તેને સમાવેશ માટેના વર્ષોના સંઘર્ષનો વિશ્વાસઘાત ગણાવ્યો. શીખ ધર્મમાં, કેશ (ન કાપેલા વાળ) ઓળખનો અભિન્ન ભાગ છે. એક શીખ સૈનિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘મારા કેશ મારી ઓળખખાણ છે. આ સમાવેશિતની લડાઈ બાદ વિશ્વાસઘાત જેવું લાગે છે. શીખોનો અમેરિકન સેના સાથેનું જોડાણ કોઈ નવું નથી.

1917માં ભગતસિંહ થિંડ પહેલા શીખ હતા જેમને પાઘડી પહેરીને સેવા આપવાની મંજૂરી આપવામાં આવી હતી. 2011માં, રબ્બી મેનાકેમ સ્ટર્ન અને 2016માં કેપ્ટન સિમરતપાલ સિંહે કોર્ટમાં તેમના ધાર્મિક અધિકારો જીત્યા. 2022માં સિંહ વર્સિસ બર્ગરના કેસમાં કોર્ટે ફરીથી શીખ સૈનિકોના દાઢી અને પાઘડી પહેરવાના અધિકારને સમર્થન આપ્યું. શીખ ગઠબંધન દલીલ કરે છે કે દાઢી લશ્કરી સેવામાં અવરોધ નથી કારણ કે શીખ સૈનિકોએ ગેસ માસ્ક ટેસ્ટ પાસ કરી છે.

Jahanzaib-Sirwal1
thehindu.com

નવી નીતિએ માત્ર શીખો જ નહીં પરંતુ મુસ્લિમ અને રૂઢિચુસ્ત યહૂદી સૈનિકોને પણ નારાજ કર્યા છે. દાઢી મુસ્લિમ સૈનિકો માટે ધાર્મિક દાયિત્વ છે, જ્યારે યહૂદીઓ માટે તે તેમની પવિત્ર પરંપરાનો એક ભાગ છે. કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ (CAIR)એ સંરક્ષણ સચિવને એક પત્ર લખીને પ્રશ્ન કર્યો હતો કે શું મુસ્લિમ, શીખ અને યહૂદી સૈનિકોની ધાર્મિક સ્વતંત્રતા અત્યારે પણ સુરક્ષિત રહેશે. CAIRએ અમેરિકન બંધારણમાં પ્રથમ સુધારાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે પેન્ટાગન લાંબા સમયથી ધાર્મિક સ્વતંત્રતા માન્યતા આપે છે.

આ નીતિ ફક્ત ધાર્મિક આધારો પર જ નહીં, પરંતુ વંશીય દૃષ્ટિથી પણ વિવાદાસ્પદ છે. કાળા સૈનિકોને મોટેભાગે સ્યુડો-ફોલિક્યુલાઇટિસ બાર્બે નામની ત્વચા બીમારીને કારણે દાઢી રાખવાની છૂટ આપવામાં આવે છે. નવી નીતિ હેઠળ, આ છૂટ હવે કાયમી નહીં રહે. ધ ઇન્ટરસેપ્ટ અનુસાર, આ નિયમ ધર્મ અને જાતિના આધારે બાકાત રાખવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપી શકે છે. નોર્સ પગાન સૈનિકોએ પણ આ નીતિને ધાર્મિક માન્યતાઓ વિરુદ્ધ ગણાવ્યો છે.

US-army
bbc.com

ઘણા માનવાધિકાર સંગઠનો અને ધાર્મિક જૂથોનું માનવું છે કે આ નિર્ણય અમેરિકન સેનાની વિવિધતા અને સમાવેશિતાની ભાવના વિરુદ્ધ છે. 2017માં જાહેર કરાયેલ આર્મી ડાયરેક્ટિવ 2017-03, શીખ, મુસ્લિમ અને યહૂદીઓ માટે કાયમી મુક્તિ પ્રદાન કરે છે. હવે, આ નીતિને ઉલટાવી દેવાથી માત્ર ધાર્મિક સ્વતંત્રતા જ નહીં, પરંતુ સેનામાં વિશ્વાસ અને સમાનતાની ભાવના પર પણ અસર પડી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.