એક મહિના પહેલા કુરાન સળગાવવાનો બદલો, ઇરાકમાં લોકોએ એમ્બેસીને આંગ ચાંપી દીધી

સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાને એક મહિનો પૂરો થવા આવ્યો છે, પરંતુ હંગામો હજુ પણ ચાલુ છે. અહેવાલ છે કે 20 જુલાઈની સવારે નારાજ પ્રદર્શનકારીઓએ બગદાદમાં સ્વીડિશ એમ્બેસી પર હુમલો કર્યો હતો. પરિસરમાં આગ લાગવાની માહિતી પણ સામે આવી છે. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓ પ્રભાવશાળી ઈરાકી શિયા મૌલવી અને રાજકીય નેતા મુકતદા અલ-સદ્ર સાથે જોડાયેલા ધ્વજ લહેરાતા અને નારા લગાવતા  જોવા મળે છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓની સુરક્ષા દળો સાથે અથડામણ પણ થઈ હતી.આ દરમિયાન સુરક્ષા દળોએ  પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

સ્વીડનના વિદેશ મંત્રાલયની પ્રેસ ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું કે બગદાદ એમ્બેસીના તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. નિવેદનમાં હુમલાની નિંદા કરવામાં આવી હતી અને ઇરાકી અધિકારીઓને સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત વિશે પણ વાત કરવામાં આવી હતી.

ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ મુજબ 28 જૂને સ્વીડનની મુખ્ય મસ્જિદ સામે એક વ્યકિતએ ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનને આગ લગાડી હતી. આરોપી ઇરાકી નાગરીક છે જે વર્ષો પહેલાં ઇરાકથી ભાગીને સ્વીડન આવ્યો હતો અને તેનું નામ સલવાન મોમિકા છે.

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટના એક વિરોધ પ્રદર્શન દરમિયાન થઇ હતી, જે પ્રદર્શનની સ્વીડન પોલીસે પરવાનગી આપી હતી. પોલીસ હવે તેને 'વંશીય અથવા રાષ્ટ્રીય જૂથ વિરુદ્ધ આંદોલન' તરીકે તપાસ કરશે.

સ્વીડનમાં બનેલી ઘટના પછી મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શન થયા.  Organization of Islamic Cooperation (OIC) એ આવી ઘટનાઓ રોકવા માટે અવાજ ઉઠાવ્યો હતો. સંગઠને આવી  ઘટનાઓ રોકવા અને તેનો ઉકેલ લાવવા માટે વાત કરી હતી.

11 જુલાઈના રોજ, પાકિસ્તાન અને પેલેસ્ટાઈન વતી  United Nations Human Rights Council (UNHRC)માં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ 'ધાર્મિક દ્વેષને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ' સામે પગલાં લેવાનો હતો. આ અંગે ભારે ચર્ચા જાગી હતી. આ દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને ઈસ્લામિક દેશો અને અમેરિકન-યુરોપિયન દેશો સામસામે આવી ગયા હતા.

ઇરાન, પાકિસ્તાન સાઉદી અરબ સહિતના અનેક મુસ્લિમ દેશોએ કહ્યું કે કુરાન સળગાવવાની ઘટના ધાર્મિક નફરતને પ્રોત્સાહન આપે છે. બીજી તરફ કેટલાંક દેશો પ્રસ્તાવની વિરુદ્ધમાં હતા. તેમનું કહેવું હતું કે આ દરખાસ્ત માનવાધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગેના તેમના વલણ સાથે સુસંગત નથી. તેના પર ઇસ્લામિક દેશો વતી કહેવામાં આવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપી શકાય નહીં. 28 દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં વોટ આપ્યા હતા, જેમાં ભારત પણ સામેલ છે. 12 જુલાઇએ UNHRCમાં વોટીંગ પછી પ્રસ્તાવની મંજૂરી આપી દેવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.