65 વર્ષીય કરોડપતિએ 16 વર્ષની છોકરી સાથે કર્યા સાતમા લગ્ન, 16 બાળકો છે

65 વર્ષીય કરોડપતિ વ્યક્તિએ શાળાએ જતી 16 વર્ષની છોકરી સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નને લઈને લોકો ખૂબ ગુસ્સે ભરાઈ રહ્યા છે. આ વ્યક્તિ કોઈ બીજો નહીં, પરંતુ બ્રાઝીલનો મેયર હિસામ હુસેન દેહૈની છે. તેણે વિરોધના કારણે પોતાની નોકરી છોડી દીધી છે. તો જે છોકરી સાથે 15 એપ્રિલના રોજ લગ્ન કર્યા છે, તે ચાઇલ્ડ બ્યુટી ક્વીન કૌએને રોડ કેમાર્ગો છે. તે લગ્નથી માત્ર 4 દિવસ અગાઉ જ 16 વર્ષની થઈ છે. એ ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ મુજબ, એવો દાવો છે કે, દેહૈની 14 બ્રાઝિલિયન રિયાલનો માલિક છે.

પોતાના લગ્નના સમયે તે પરાના રાજ્યમાં અરાકુરિયાના મેયરના રૂપમાં પોતાના બીજા કાર્યકાળમાં હતો. કૌએને સાથે લગ્ન કર્યા બાદ તેને સિદદાનિયા રાજનૈતિક પાર્ટીમાંથી પણ રાજીનામું આપવું પડ્યું. બીજી એક વાત એ સામે આવી છે કે દેહૈનીએ લગ્ન અગાઉ પોતાની દુલ્હનના 2 સંબંધીઓને ઉચ્ચ પદ પર નોકરી આપી હતી. તેમાં છોકરીની માતા અને આંટી સામેલ છે. મેલ ઓનલાઇનના રિપોર્ટ મુજબ, દુલ્હનની 36 વર્ષીય માતાની 36 વર્ષીય માતા સંસ્કૃતિ અને પર્યટન બાબતોના નવા નગર સચિવ બન્યા બાદ સેલેરીમાં 1500 ડોલરનો વધારો થયો હતો.

તેની સાથે જ તેની આંટીને મહાસચિવ પર પર નિમણૂક કરવામાં આવી. જો કે, જ્યારે ખબર પડી કે તેમને નોકરી અપાવવા માટે મેયરે પદનો ખોટો ઉપયોગ કર્યો છે, તો બંનેએ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા. દેહૈની 6 વખત લગ્ન કરી ચૂક્યો છે. તેના પહેલા લગ્ન વર્ષ 1980માં થયા હતા. તે 16 બાળકોનો પિતા છે. તે ડ્રગ્સ તસ્કરીના એક કેસમાં વર્ષ 2000માં અરેસ્ટ પણ થયો હતો. આ દરમિયાન 100 કરતા વધુ દિવસ સુધી કસ્ટડીમાં રહ્યો. ત્યારબાદ આ કેસની તપાસ જ બંધ કરી દેવામાં આવી.

બ્રાઝીલમાં છોકરીઓનાં 16 વર્ષની ઉંમરમાં લગ્ન કરાવવા કાયદા મુજબ કોઈ ગુનો નથી. તેના માટે માતા-પિતાની સહમતી હોવી જરૂરી છે. દેહૈનીની નવી પત્ની અત્યારે પણ શાળાએ જાય છે. તેણે પોતાના લગ્નના દિવસને સૌથી વધારે ખુશીવાળો દિવસ બતાવ્યો હતો. લગ્ન માટે તે ખૂબ તૈયાર થઈ હતી. તેણે દેહૈની સાથે પોતાની તસવીર શેર કરતા તેના કેપ્શનમાં લખ્યું કે, ‘મારી જિંદગીનો સૌથી મોટો પ્રેમ. ખૂબ ખૂબ આભાર.’

Top News

‘જ્યાં સુધી મજબૂત કેસ નહીં હોય, કોર્ટ હસ્તક્ષેપ નથી કરતી..’, વક્ફ એક્ટ પર CJIની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ (સંશોધન) અધિનિયમ, 2025ને પડકાર આપતી ઘણી અરજીઓ પર સુનાવણી થઈ. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર....
National 
‘જ્યાં સુધી મજબૂત કેસ નહીં હોય, કોર્ટ હસ્તક્ષેપ નથી કરતી..’, વક્ફ એક્ટ પર CJIની ટિપ્પણી

‘.. તો લાફો મારી દઇશ’ બોલીને સુનિલ શેટ્ટીએ રિજેક્ટ કરી હતી ફિલ્મ ‘બોર્ડર’, પછી કેમ થયા રાજી?

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીના 3 દાયકાના કરિયરમાં જે.પી. દત્તાની ફિલ્મ બોર્ડરનો પર ઊંડો પ્રભાવ છે. આ વૉર ફિલ્મમાં ન માત્ર...
Entertainment 
‘.. તો લાફો મારી દઇશ’ બોલીને સુનિલ શેટ્ટીએ રિજેક્ટ કરી હતી ફિલ્મ ‘બોર્ડર’, પછી કેમ થયા રાજી?

‘ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે નથી કૂદ્યા’, ભારત-પાકિસ્તાન સીઝફાયરની જાહેરાત પર શું બોલ્યા વિદેશ સચિવ વિક્રમ મિસરી?

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે (19 મે, 2025) પહેલગામ ઘટના બાદ થયેલા ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ પર સંસદીય સમિતિને માહિતી...
National 
‘ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે નથી કૂદ્યા’, ભારત-પાકિસ્તાન સીઝફાયરની જાહેરાત પર શું બોલ્યા વિદેશ સચિવ વિક્રમ મિસરી?

ડિપ્લોમેટે જણાવ્યું કેવી રીતે બંધ થશે ‘ઓપરેશન સિંદૂર’ની આગ

જ્યારથી પાકિસ્તાન દુનિયાના નકશા પર આવ્યું છે, ત્યારથી તે ભારત સાથે કોઈક ને કોઈ મુદ્દા પર બાખડતું રહ્યું છે....
National 
ડિપ્લોમેટે જણાવ્યું કેવી રીતે બંધ થશે ‘ઓપરેશન સિંદૂર’ની આગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.