આખા અમેરિકામાં ટ્રમ્પ-મસ્કનો કેમ થઇ રહ્યો છે વિરોધ, હજારો લોકો રસ્તા પર શું માંગ કરી રહ્યા છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની નીતિઓ અને તાજેતરમાં લાદવામાં આવેલા ટેરિફને કારણે પોતાના જ દેશમાં ઘેરાયેલા છે. શનિવારે, ટ્રમ્પ અને તેમના સલાહકાર એલોન મસ્ક વિરુદ્ધ સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શનો થયા. વોશિંગ્ટનમાં મોટી સંખ્યામાં વિરોધીઓએ ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ અને કારોબારી આદેશો સામે પ્રદર્શન કર્યું. વિરોધીઓએ ટ્રમ્પ વહીવટીતંત્રના હજારો ફેડરલ કર્મચારીઓને છૂટા કરવા, સામાજિક સુરક્ષા વહીવટીતંત્રની પ્રાદેશિક કચેરીઓ બંધ કરવા, ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અને ટ્રાન્સજેન્ડર લોકો માટે સુરક્ષા ઘટાડવાના પગલાંનો વિરોધ કર્યો.

Protests,-Trump-Musk-1
prabhatkhabar.com

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, શનિવારે યુરોપના અનેક શહેરોમાં સેંકડો લોકોએ ટ્રમ્પ અને મસ્ક વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ ઝુંબેશને 'હેન્ડ્સ ઓફ' નામ આપવામાં આવ્યું છે. નાગરિક અધિકાર સંગઠનો અને મજૂર સંગઠનો સહિત 150થી વધુ જૂથોએ સમગ્ર અમેરિકામાં 1,200થી વધુ પ્રદર્શનોનું આયોજન કરવાની યોજના બનાવી છે.

વોશિંગ્ટનમાં એક પ્રદર્શનકારીએ કહ્યું કે, આપણા રાષ્ટ્રપતિ ટ્રમ્પ બીજા લોકોના હિતોની કઠપૂતળી છે. ટેરિફ એ આપણા દેશને બરબાદ કરવાનું એક સાધન છે.

Protests,-Trump-Musk
tv9hindi.com

બીજા એક વિરોધકર્તાએ કહ્યું કે, આ પુતિનની પશ્ચિમ અને પશ્ચિમી ગઠબંધનોને નાશ કરવાનું અને વિક્ષેપ પાડવાની યોજના છે અને તેમની પાસે ટ્રમ્પ નામની એક સરસ મજાની કઠપૂતળી છે. તેમણે ટ્રમ્પને તેમનું કામ કરવા દબાણ કર્યું છે. આ સંપૂર્ણપણે અમેરિકાને અલગ પાડવાની નીતિ છે.

એક પ્રદર્શનકારીએ કહ્યું, હું અહીં એવા બધા લોકોને ટેકો આપવા આવ્યો છું, જેઓ પોતાની નોકરી, આરોગ્ય વીમો, તબીબી, સામાજિક સુરક્ષા, રહેઠાણ, ખોરાક માટે લડી રહ્યા છે... લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કારણ કે તેમની પાસે પૈસા નથી... ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.

Protests,-Trump-Musk-2
livehindustan.com

એક વિરોધકર્તાએ કહ્યું કે, ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા આત્યંતિક ટેરિફ અમેરિકનો અને વિશ્વભરના લોકોને ચેતવણી છે કે ટ્રમ્પ એક વિનાશક શક્તિ છે. તેમની નીતિઓ અમેરિકનો અને ભારત જેવા સાથી દેશો માટે સારી નથી. આપણે તેમની સાથે ભાગીદાર તરીકે કામ કરવું જોઈએ. અમેરિકા અને ભારતના લોકો ગરીબ બને તેવા આવા ટેરિફ ન લાદવા જોઈએ. મને આશા છે કે, PM મોદી ડોનાલ્ડ ટ્રમ્પનો સંપર્ક કરશે અને તેમને સમજાવશે કે આ ટેરિફ અમેરિકા, ભારત અને વિશ્વ માટે ખરાબ છે.

વોશિંગ્ટન DCના નેશનલ મોલ, રાજ્યોની રાજધાનીઓ અને તમામ 50 રાજ્યોના અન્ય સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. બીજી તરફ, શનિવારે બર્લિન અને પેરિસ સહિત યુરોપના ઘણા શહેરોમાં દેખાવો થયા હતા. જર્મનીના ફ્રેન્કફર્ટમાં આ પ્રદર્શનનું આયોજન ડેમોક્રેટ્સ અબ્રોડ દ્વારા કરવામાં આવ્યું હતું, જે વિદેશમાં રહેતા અમેરિકન નાગરિકો માટે ડેમોક્રેટિક પાર્ટીનું સંગઠન છે.

Protests,-Trump-Musk-4
navbharattimes.indiatimes.com

બર્લિનમાં ટેસ્લા શોરૂમની સામે એક પ્રદર્શન પણ યોજાયું હતું. ફ્રેન્કફર્ટમાં ઓવરસીઝ ડેમોક્રેટ્સ જૂથના સભ્યોએ US રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી. તેમના હાથમાં પ્લેકાર્ડ હતા જેના પર સૂત્રો લખેલા હતા. ફ્રાન્સની રાજધાની પેરિસમાં, ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ કરવા માટે લગભગ 200 લોકો, જેમાં મોટાભાગના અમેરિકનો હતા, પ્લેસ ડે લા રિપબ્લિક ખાતે એકઠા થયા હતા.

વિરોધીઓએ 'સરમુખત્યારનો વિરોધ કરો', 'લોકશાહી બચાવો' જેવા બેનરો લહેરાવ્યા હતા. લંડન અને લિસ્બન સહિત યુરોપના અન્ય શહેરોમાં પણ ટ્રમ્પ અને મસ્ક વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા. લંડનના ટ્રફલ્ગર સ્ક્વેર પર વિરોધીઓ એકઠા થયા અને સૂત્રોચ્ચાર કર્યા.

Protests,-Trump-Musk-3
amarujala.com

આ અઠવાડિયાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કર્યા પછી આ વિરોધ પ્રદર્શનો થયા છે, જેનાથી વૈશ્વિક નાણાકીય બજારોમાં ખળભળાટ મચી ગયો હતો અને આંતરરાષ્ટ્રીય વેપાર ભાગીદારોમાં ચિંતા વધી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ વિશ્વભરના દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી. ફેબ્રુઆરીમાં બીજી વખત પદ સંભાળ્યાના થોડા સમય પછી, ટ્રમ્પે ન્યાયીતા અને પારસ્પરિકતા પર કેન્દ્રિત નવી વેપાર નીતિની રૂપરેખા આપી અને કહ્યું કે, અમેરિકા પારસ્પરિક ટેરિફ લાદશે, જે રીતે અન્ય દેશો અમેરિકન માલ પર લાદે છે તે જ ટેરિફ લાદશે.

Top News

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ

92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે...
Business 
71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે;  26,560 કરોડની છે સંપત્તિ

ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ...
National  Politics 
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.