- World
- શું છે નોબેલ પુરસ્કાર, જેની રટ લગાવી બેઠા છે ટ્રમ્પ, કેવી રીતે મળે છે અને કેટલી હોય છે એવોર્ડની રકમ?...
શું છે નોબેલ પુરસ્કાર, જેની રટ લગાવી બેઠા છે ટ્રમ્પ, કેવી રીતે મળે છે અને કેટલી હોય છે એવોર્ડની રકમ?
જ્યાં એક તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સતત 10મા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે નોબેલ ન મળવા માટે ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. એવામાં ચાલો અમે તમને જણાવીએ કે નોબેલ પુરસ્કાર શું છે, તેના કેટલા પ્રકાર છે. નોબેલ પુરસ્કાર સાથે કેટલી રોકડ રકમ આપવામાં આવે છે, તેની શરૂઆત ક્યાંરથી થઈ અને આ પુરસ્કાર કેવી રીતે મળે છે. નોબેલ પુરસ્કાર દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જેને 6 અલગ-અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે, જેમાં ભૌતિકી, રસાયણ વિજ્ઞાન, શરીર ક્રિયા વિજ્ઞાન અથવા ચિકિત્સા, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્ર સામેલ છે.
નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત
નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત 1901માં, આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલના મૃત્યુના 5 વર્ષ બાદ થઈ હતી. આલ્ફ્રેડ નોબેલ ડાયનામાઇટના આવિષ્કારક હતા, જેમના દ્વારા છોડવામાં આવેલી સંપત્તિમાંથી આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. સામાન્ય રીતે નોબેલ પુરસ્કાર સમારોહ 10 ડિસેમ્બરે આયોજિત કરવામાં આવે છે કેમ કે, આલ્ફ્રેડ નોબેલનું મૃત્યુ આ તારીખે થયું હતું. તેમના સન્માનમાં આ દિવસે એવોર્ડ સમારોહ આયોજિત આવે છે.
નોબેલ પુરસ્કારની રોકડ રકમ
ભારતમાં નોબેલ પુરસ્કાર મેળવનારા પહેલા વ્યક્તિ રવીન્દ્રનાથ ટાગોર છે. નોબેલ પુરસ્કારમાં એક ગોલ્ડ મેડલ, એક ડિપ્લોમા અને એક રોકડ પુરસ્કાર હોય છે, જેને 3 વિજેતાઓ વચ્ચે વહેંચી શકાય છે. વર્ષ 1901માં આપવામાં આવેલા નોબેલ પુરસ્કારની રોકડ રકમ 150,782 સ્વીડિશ ક્રોના (SEK) હતી, જે ભારતીય રૂપિયામાં 13,49,898.47 થાય છે. તો, વર્ષ 2023 માટે નોબેલ પુરસ્કારની રોકડ રકમ 11 મિલિયન SEK હતી, જે ભારતીય રૂપિયામાં 8.1 કરોડ પ્રતિ પૂર્ણ નોબેલ પુરસ્કાર હતી.
કેવી રીતે મળે છે નોબેલ પુરસ્કાર?
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટેડ કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં પાકિસ્તાને અમેરિકાની ભૂમિકાની પ્રશંસા કરી છે. જોકે, નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાનો સરળ નથી. તેના માટે વિજેતાઓની પસંદગી નોર્વેજીયન નોબેલ સમિતિ કરે છે. નોબેલ પુરસ્કારના વિજેતાના નામ ફાઇનલ કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે. સમિતિ પહેલા નોમિનેટેડ નામોને જુએ છે, તેની સમીક્ષા કરે છે અને પછી લાંબી પ્રક્રિયા બાદ વિજેતા નક્કી કરવામાં આવે છે.

