PM મોદીની રાજકોટ મુલાકાત પહેલા BJP સાંસદના નિવેદનથી સૌરાષ્ટ્રમાં ઘમાસાણ

ગુજરાતમાં લોકસભાની બધી 26 સીટો ભાજપના કબ્જામાં છે, પણ લોકસભાની ચૂંટણી પહેલા એવી ચર્ચા શરૂ થઇ છે કે કેટલાંક સાંસદોની ટિકીટ કપાઇ શકે છે. આ વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજકોટ ભાજના એક સાંસદના નિવેદનને કારણે અત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ મચી ગયું છે.

રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારીયાના નિવેદનથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે પણ શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપમાં ચાલી રહેલી જૂથબંધીને આડે હાથે લીધી હતી અને કહ્યું હતું કે જે લોકોના પ્રશ્નો પર ટકેલા છે તે જ ખરેખર લડશે, બાકીના બધા ગાડા નીચે ચાલવાના છે. ભાજપના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચેના શબ્દયુદ્ધમાં પાર્ટીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે 27મી જુલાઈના રોજ PM મોદી પોતે રાજકોટની મુલાકાતે છે. આ બધા વચ્ચે મોહનભાઈ કુંડારીયાની સીટ પરથી 2017ની ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના નેતા લલિત કગથરાએ સમગ્ર મામલા પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે ગુજરાતમાં તમામ 156 ધારાસભ્યો ગાડી નીચે ચાલવા જઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયા તાજેતરમાં વાંકાનેરના મહારાજા કેસરીદેવ સિંહના સન્માન સમારોહમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી ગેરહાજર રહ્યા હતા. આ ગેરહાજરીનો લાભ લેતા મોહન કુંડારિયાએ જીતુ સોમાણીનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, જો કોઈ કૂતરો ગાડાની નીચે ચાલતો હોય તો જાણે ગાડુ પોતે ખેંચી રહ્યું હોય તેવું માનતો હોય છે.

કુંડારિયાના નિવેદન પર જીતુ સોમાણીએ પણ પ્રતિક્રિયા આપી છે.તેમણે કહ્યું કે,જ્યારે હું 2022 માં જીત્યો ત્યારે કેસરીદેવસિંહ ઝાલા મારા સન્માન સમારોહમાં નહોતા આવ્યા, એટલું હું પણ તેમના કાર્યક્રમમાં હાજર રહ્યો નથી. મોહનભાઈ કુંડારીયાના નિવેદનમાં મારા નામનો ઉલ્લેખ કરાયો નથી. બધાને ખબર છે કે આ એક બિઝનેસ છે.કોઈની ઉંમર થઇ જાય તો કંઈ પણ વિચાર્યા વગર બોલી શકે છે. આંતરિક જૂથવાદ એ મોહન કુંડારિયાની આદત છે.

મોરબી જીલ્લામાંથી આવતા મોહન કુંડારીયા અને જીતુ સોમાણી વચ્ચે ભૂતકાળમાં પણ ઘર્ષણની ઘટનાઓ સામે આવેલી છે. સોમાણીએ અનેક પ્રસંગોએ કહ્યું છે કે રાજકોટને નવો સાંસદ મળશે. મોરબી જિલ્લાના રાજકારણમાં અન્ય અગ્રણી વ્યક્તિઓ કાંતિભાઈ અમૃતિયા, જયંતિ કાવડિયા અને બ્રજેશ મેરજા છે.

ભાજપના આંતરિક શાબ્દિક યુદ્ધ વચ્ચે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરાએ પણ કટાક્ષ કર્યો છે. કગથરાએ કહ્યું છે કે જ્યારે સત્તાની ચરમસીમા આવી જાય ત્યારે આવા પ્રકારના નિવેદનો સામે આવતા હોય છે. લોકો હવે જોઈ રહ્યા છે અને ભાજપની જૂથબંધી જાહેર મંચ પરથી બહાર આવી રહી છે.

કગથરાએ જણાવ્યું કે મોહનભાઈએ કહ્યું કે ગાડાની નીચે ચાલનાર વ્યક્તિ વિચારે છે કે તે ગાડુ ખેંચી રહ્યો છે. હવે મોહનભાઈએ વિચારવાનું છે કે ગાડુ કોણ ખેંચે છે. કગથરાએ કહ્યું કે હું માનું છું કે આ 156 લોકો છે. તે બધા ગાડાની નીચે ચાલવા વાળા છે. ગાડુ ખેંચનારું બીજું કોઈ છે. કગથરાએ કહ્યું કે ગુજરાતમાં સાંસદો અને ધારાસભ્યોની ગાડી કોઈ બીજું ખેંચે છે. તે બધા તો ગાડાની દિશામાં ચાલનારા છે. કગથરાનો ઇશારો ગુજરાતના 156 ધારાસભ્યો સામે હતો.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.